૨૬ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

79

આજના બાળકની જન્મરાશી બપોરના ૩ કલાક અને ૦૪ મિનીટ સુધી કન્યા (નામાંક્ષર : પ, ઠ, ણ) ત્યાર બાદ તુલા રાશી  (નામાંક્ષર : ર, ત)

મેષ

કોઈ આકસ્મિક આવી પડેલ ચિંતા કે ઉપાધિના કારણે દિવસ વ્યાકુળતાથી પસાર થવાની શક્યતા. વેપાર ક્ષેત્રે નવા સાહસ થઇ શકે. આજના દિવસે કરેલું લાંબા ગાળાનું આયોજન સરવાળે લાભદાઈ નીવડે. આર્થિક સ્થિતિ મજબુત બને પણ ખર્ચમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ. વાહન અકસ્માતથી સંભાળવું.

વૃષભ

વાહન જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના.નોકરીમાં પદ પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા જણાય. શેર સટ્ટાકીય બાબતને લગતું કોઇપણ કાર્ય આજના દિવસે કરવું નહિ. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયાની નોબત ન આવે તેની ખાસ કાળજી રાખવી. ઋતુગત બીમારીમાં ધ્યાન રાખવું.

મિથુન

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે તમારા હાથે નવા કાર્યો થવાની શક્યતા તેમજ તેમાં રસ અને રૂચિમાં વધારો થાય. આજનો દિવસ બેચેની અને વ્યગ્રતામાં પસાર થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

સામાજિક કે રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેમજ સામાજિક જવાબદારીમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થવાની શક્યતા રહેલી છે. માનસિક બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી લેવી. આકસ્મિક ધન લાભ થવાથી આર્થિક નાણાકીય સ્થિતિ સારી બનવાની શક્યતા.

સિંહ

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. ભાગ્યોદયની નવી તક મળી શકે.શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

કન્યા

આજના દિવસે વડીલોનું માર્ગદર્શન તમારા કાર્ય ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થઇ શકે. દિવસ દરમ્યાન વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી. આવકના સ્ત્રોત્રમાં આકસ્મિક વધારો થાય. આજે સવારથી બપોર સુધી કામની વ્યસ્તતા રહે. ત્યાર બાદ કામ કાજમાં સાનુકુળતા જણાય. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ઋતુગત બીમારીમાં સંભાળવું.

તુલા

આજના દિવસે શુભ માંગલિક કાર્યમાં ભાગ લેવાનું શક્ય બને. સરકારી કે રાજકીય હસ્તક્ષેપથી કામ કાજમાં મુશ્કેલી ઉભી થાય. ખાતાકીય કામગીરીમાં કારણવિના હેરાન થવું પડે. નાણાકીય તંગીનીપરિસ્થિતિ ચિંતામાં વધારો કરે. બેન્કને લગતા કામકાજમાં વ્યસ્ત રહો.

વૃશ્ચિક

લગ્ન જીવન સુખમય રહે. નોકરી કરતી વ્યક્તિઓને કામના બોજના ભારણને લીધે મન વ્યાકુળ રહે. રસ્તે ચાલતા કે જતા આવતાસમયે વાહનથી અને પશુઓથી ખાસસંભાળીને ચાલવું/જવું. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયા જેવું ન થાય તેની ખાસ કાળજી રાખવી. પૈસાની આવકમાં આકસ્મિક વધારો થવાની શક્યતા જણાય.

ધન

કૌટુંબિક વિખવાદનો અંત આવી શકે. પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. દુશ્મનોથી સાવચેત રહેવું. સગા સંબંધી અને મિત્ર સર્કલનીઆકસ્મિક મુલાકાત થવાની શક્યતા. કામની વ્યસ્તતામાં દિવસ પસાર થાય. આજે હૃદયની અને મનની વ્યગ્રતા અને અશાંતિનો અનુભવ થાય.

મકર

લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને મન પસંદ અને યોગ્ય જીવનસાથીની પસંદગીની પૂરેપૂરી શક્યતા જણાય છે. હિતશત્રુઓ કે છુપા દુશ્મનોથી સંભાળીને રહેવું.આજના દિવસે તમારા મહત્વના કાર્યમાં રુકાવટ આવે તેવું જણાય. લીવરની બીમારીમાં સામાન્ય વધારો થવાની શક્યતા. વાહન તેમજ પશુઓથી થતા અકસ્માતથી સંભાળવું. કામકાજમાં વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો.

કુંભ

આર્થિક નાણાકીય સ્થિતિ સારી અને મજબુત બની શકે. કોઇપણ નવું કાર્ય કે સાહસ કરતા પહેલા વડીલોનું માર્ગદર્શન લેવું ખાસ આવશ્યક છે.જે તમને ફળદાઈ નીવડે. સ્ત્રી વર્ગ માટે સમય ખાસ પ્રગતિદાયક જણાય છે. આર્થિક મુશ્કેલીઓ દુર થઇ શકે છે. આકસ્મિક ધન લાભ થવાની શક્યતા નકારી શકાય નહિ.

મીન

રાજકીય ક્ષેત્રે મીઠાબોલા અને છુપા દુશ્મનોથી ખાસ સાવચેત રહેવું. જમીન મકાનના તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. આર્થિક નાણાકીય મુશ્કેલી મજબુત બનવાથી માનસિક ચિંતામાં રાહત અનુભવાય. નવોધંધો કરવાની સાહસિક તક મળે તો ગુમાવવી નહિ. કૌટુંબિક વાદ વિવાદ કે વિખવાદોથી દુર રહેવું તમારા હિતમાં છે. બેન્કને લગતા કામ કાજની દોડધામ રહેવાની શક્યતા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment