26 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

26

આજના બાળકની જન્મ રાશી વૃશ્ચિક (નામાક્ષર: ન, ય)

ખાસ સુચના : રાત્રે 11 કલાક 03 પછી જન્મેલા બાળક માટે જયેષ્ઠા શાંતિ કરાવવી ખાસ જરૂરી

મેષ

આજના દિવસે મન અને હૃદયમાં બેચેની, વ્યગ્રતા, ઉદ્વેગ, ચિંતા રહે. આપના શરીર સ્વાસ્થ્ય બાબતે સંભાળવું. આર્થિક નુકશાની આવવાની શક્યતાને નકારી શકાય નહિ. રસ્તે આવતા જતા કે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી તમારા હિતમાં જણાય.

વૃષભ

તમારા મહત્વના કે અગત્યના કામમાં રુકાવટ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. સામાજિક કે રાજકીય કામ સબબ બહારગામ જવાનુંશક્ય બની શકે. શેર સટ્ટાકીય બાબતમાં આર્થિક લાભ જોવા મળે.

મિથુન

આજના દિવસે કોઈ અગત્યના કામ બાબતે દોડધામ વધી જવાની શક્યતા રહેલી હોવાથી શ્રમ થાક જણાય. કોર્ટ કચેરી કે કાનૂની બાબતોમાં રાહત થતી જોવા મળે. તમારું ધારેલું કાર્ય સફળ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

યાત્રા પ્રવાસના આયોજનમાં કે ધંધાકીય બાબતે કરેલા પ્રવાસમાં કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાતથી ભવિષ્યમાં લાભ થાય. પુત્ર પૌત્રાદિકના ગૂંચવાયેલા પ્રશ્ન બાબતે રાહત થતી જોવા મળે.

સિંહ

ઘરના મુખ્ય દરવાજે કંકુના સાથીયા કરી તેના પર લાલ ફૂલ મુકવાથી ઘરમાં શાંતિ રહેશે. આજના દિવસે કોઇપણ દસ્તાવેજમાં સહી સિક્કા કરતા પહેલા શાંતિથી વાંચીને સહી કરવી તમારા લાભમાં રહે.

કન્યા

તમારા ધારેલા કાર્યમાં સફળતા મળતી જોવા મળે. તમારા કામની કદર પ્રશંશા થાય જેથી કામ કવાનો ઉત્સાહ વધે. વારસાગત ભાગ બટાઈમાં આકસ્મિક કોઈ વિઘ્ન આવવાથી વાત અટકી જાય.

તુલા

સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો થતો જોવા મળે. તમારા ધંધામાં પરિવારનો સાથ સહકાર મળી રહે. નોકરિયાત વર્ગને પદ અને પ્રતિષ્ઠામાં સારી સ્થિતિ જોવા મળે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી તમારા હિતમાં જણાય.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે તાંબાના લોટમાં સ્વચ્છ પાણી ભરી તેમાં ચોખા અને કંકુ નાખી કોઇપણ લાલ ફૂલ (શક્ય હોય તો કરેણનું લાલ ફૂલ લેવું) પધરાવી ઘરના ઇશાન ખુણામાં મુકવો, આર્થિક ધન લાભમાં વૃદ્ધિ થશે. વ્યવહારિક પ્રસંગે દિવસ પસાર થાય તેવું બની શકે. આરોગ્ય સારું રહેશે. આમદાની અઠ્ઠન્નીખર્ચા રૂપિયા જેવું થવાથી આર્થિક નાણાભીડ રહેવાની શક્યતા.

ધન

ધન રાશિના જાતકોએ આજના દિવસે હથેળીમાં ગોળ લઇ તેના પર ઘી ચોપડ્યા વગરની રોટલી મૂકી ગાયને ખવડાવવી અને કથેલીના ગોળને તેની જીભથી ચટાડવો તમારા હિતમાં જોવા મળે.

મકર

નોકરીયાત વર્ગને આજના દિવસે કામનું ભારણ વધી જાય. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. જમીન મકાન કે વાહનની લે વેચમાં ફાયદો જણાય તેમ છતાં સાવચેતી રાખવી તમારા હિતમાં જોવા મળે.

કુંભ

આજના દિવસે ફરજીયાત ઘર પરિવાર માટે સમય આપવો પડે તેવું બની શકે. જરૂરિયાત કરતા વધારે શ્રમ કરવાથી થાક અનુભવાય. નોકરી ધંધામાં વાતાવરણ સાનુકુળ જોવા મળે. આકસ્મિક કોઈ શુભ સમાચાર જાળવા મળે.

મીન

આજના દિવસે આપના હાથે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક શુભ કાર્ય થવાથીમન હૃદય પ્રસન્નતા અનુભવે. ધંધામાં નવી તકો આવતી જોવા મળે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા હિતમાં સાબિત થાય. ભાગ્યોદયની નવી તકો સામેથી આવતી જોવા મળે. નાણાકીય તંગી હળવી થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment