26 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

28

મેષ

આવક કરતા જાવક વધી જાય તેવું બની શકે. પરિવારના સભ્યો સાથે ગેરસમજ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને આજના દિવસે કામનું ભારણ વધતું જોવા મળે.

વૃષભ

યુવા વર્ગને નોકરીના ચાન્સ જોવા મળે. સહ કર્મચારી સાથે નાની અમથી વાતમાં અણબનાવ બની શકે તેવું જોવા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છતાં આકસ્મિક વિઘ્નો ઉભા થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

તમારો ગુસ્સો જાયજ છે તેમ છતાં તેના પર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી છે, અન્યથા તમાર સ્વાસ્થ્ય પર તેની અસર થવાની શક્યતા જોવા મળે. કોઈ વ્યક્તિની આકસ્મિક મુલાકાત ભવિષ્યમાં ચોક્કાસ લાભ અપાવે.

કર્ક

દરેક કાર્યક્ષેત્રમાં આયોજન પૂર્વક આગળ વધવાથી ચોક્કસ લાભ થવાની શક્યતા નકારી શકાય નહિ. કોર્ટ કચેરી કાવા દાવામાં વકીલોની માયાજાળમાં ફસાઈ જવું નહિ. સાવચેતી રાખવી તમારા લાભમાં રહે.

સિંહ

કરજમાં ઘટાડો થવાના સંકેત જોવા મળે. તમારી અંગત વાતો બીજા સામે રજુ ન કરો. રોકાયેલા કાર્યો પૂર્ણ થવાના કે આગળ વધવાના ચાન્સ રહેલા છે. નાની નાની બાબતોમાં મગજ ગુમાવવો નહિ.

કન્યા

તમારી મહત્વકાંક્ષાઓ પૂરી થતી જોવા મળે તેવું બની શકે. શેર સટ્ટાકીય બાબતમાં સાવચેતી રાખવી તમારા લાભમાં રહે. ઘર પ્રશ્ને ગૃહ કલેશ થવાની શક્યતા જોવા મળે. ઘર પરિવાર સાથે અણબનાવ જોવા મળે.

તુલા

તમારી દીર્ધ દ્રષ્ટિ તમારી સફળતાનુંરહસ્ય જણાય. કોઈ અણધારી સફળતા મળતી જોવા મળે. કરેલી મહેનતનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળે તેને નકારી શકાય નહિ. સાસરીયા પક્ષમાં તમારા કામની કદર થાય. માન જળવાય, વધારો થાય.

વૃશ્ચિક

આવક વધારવાના અન્ય રસ્તાઓ ખુલી શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે કમરની પીડામાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. આકસ્મિક સગા સંબંધીઓ માટે હોસ્પિટલ કે દવાખાનાની દોડધામ વધી જાય.

ધન

ભાઈઓ બહેનો સાથે અણબનાવ થવાની શક્યતાને નકારી શકાય નહિ. નોકારીયાત વર્ગને સર્વિસમાં સ્થળાંતરના કે ટેબલ ફેરફારના ચાન્સ રહેવા સંભવ જણાય. શરીર સ્વાસ્થ્ય બાબતે પગના દુ:ખાવાની તકલીફ સાથે કમરના દુ:ખાવાની પણ ફરિયાદ રહે.

મકર

સામાજિક કાર્યમાં જવાબદારીમાં વધારો થાય. વાહન ચલાવતી વખતે કે અન્યના વાહનથી ખાસ સાવચેતી રાખવી તમારા હિતમાં રહે. કારણ વગરના યાત્રા પ્રવાસોને શક્ય હોય ત્યા સુધી ટાળવા.

કુંભ

વારસાઈ મિલકતોના પ્રશ્ને કોર્ટ કચેરીના ધક્કા થાય. આક્સ્મિક ધન લાભ થાય તેવું બની શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાજી રાખવી આવશ્ય જણાય. ઘર પરિવારના સભ્યો સાથે ગેર સમાજ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

મીન

આજનો દિવસ તમારો સખ્ત મહેનતમાં પસાર થશે. કાર્યમાં ચોક્કસ સફળતા મળે તેવું જણાય. કરેલી મહેનતનું ચોક્કસ ધાર્યું પરિણામ મળે. દિવસ દરમ્યાન કામનો થાક હોવા છતાં સ્ફૂર્તિથી કામ કરી શકો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment