આ યુવાનના હાથ પર ઉગે છે ઝાડ, 25 સર્જરી પછી પણ હાલત ખરાબ…

57

બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી મશહુર અબુલ બાઝંદરની હાલત ફરીથી ખરાબ થઇ ગઈ છે. તેના હાથ પગની ત્વચા પર ફરીથી ઝાડ જેવી સંરચના ઉગવા લાગી છે. 2016 થી અત્યાર સુધી તેની 25 સર્જરી થઇ ચુકી છે. તેમ છતા ડોક્ટરોએ કહ્યું કે આ બીમારીને સારું કરવા માટે ફરીથી સર્જરીની જરૂરિયાત છે. જણાવી દઈએ બાઝંદરને એપીડરમોડયાસ્પ્લાસીયા વેરુસીફોર્મીસ નામની બીમારી છે. આ બીમારીને ટ્રી મેન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે.

બાઝંદરે જણાવ્યું કે ઝાડ જેવી સંરચના મારા હાથ પગના નવા ભાગમાં પણ વધવા લાગ્યા છે, મને આશા છે કે ડોક્ટર મારી આ બીમારીને આ વખતે બિલકુલ સારી કરી દેશે. જણાવી દઈએ કે બાઝંદર સારવાર દરમિયાન હોસ્પિટલથી ભાગી ગયા હતા, જેના કારણે તેનો ઈલાજ અધુરો રહી ગયો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment