25 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય

174

મેષ

આજના દિવસે ગુસ્સા પર કંટ્રોલ રાખવો. તમારે તમારી અંગત લાઈફમાં સવિશેષ ધ્યાન આપવું જરૂરી જણાય. રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં તેમજ કદમાં વધારો જોવા મળે. જમીનના પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા. ઘરના કામકાજમાં મુશ્કેલી ઉભી થાય તેવું બની શકે.

વૃષભ

વ્યાજે લીધેલા નાણામાં કે કરજમાં રાહત થતી જાય તેવું બને. તમારા કાર્યક્ષેત્રમાં તમને ન ધરેલી સફળતા મળશે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું જોવા મળે. સટ્ટાબાજી મારફત આર્થિક સ્થિતિ સુધરવાના ચાન્સ છે.

મિથુન

આજના દિવસે તમારે સમજી વિચારીને આગળ વધવું. છળ કપટ કે ચાલાકીવાળી યોજનાઓ હોય તેમાં આર્થિક રોકાણ ન કરવું.ઘર પરિવારના લોકોની આરોગ્યને લગતી બાબતોની મુશ્કેલીઓથીતમનેમાનસિક પરેશાની થઇ શકે છે.

કર્ક

જુના સંબંધો તાજા થવાની શક્યતા જણાય. આકસ્મિક ખર્ચમાં વધારો થાય. ઘરમાં હળી મળીને કામ કરવાનો પ્રયત્ન કરો. નોકરીયાત વર્ગોએ તેમની ભૂલોનો સ્વીકાર કરવાથી તેમના ફાયદામાં રહેશે. વાહન ચલાવતા સમયે ખાસ સંભાળવું. અકસ્માત અને ઈજા થવાની સંભાવના છે.

સિંહ

શરીર સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી તમારા હિતમાં રહે. નોકરીયાત વર્ગે કે ધંધાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિએ આજના દિવસે ખાસ સાવચેતી રાખવી. આવક કરતા જાવક ન વધી જાય તેનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા

લાંબા ગાળાનું આર્થિક રોકાણ ન કરવું. આજનો દિવસ બહારના કામની વ્યસ્તતામાં પસાર થાય. કૌટુંબિક મતભેદો દુર થાય. આવકમાં ઘટાડો થતા ચિંતામાં વધારો થાય. તમારા કાર્ય ક્ષેત્રમાં નવી તકો આવતી જોવા મળે.

તુલા

ધર્મ કાર્ય ક્ષેત્રમાં રસ રૂચી વધારે હોવાથી કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. ભૂતકાળમાં છૂટી ગયેલ મિત્ર કે પરિવારની વ્યક્તિ સાથે મિલનના યોગ જણાય. રોકાયેલું વળતર અંતે તમને મળવાની સંભાવના રહેલી છે.

વૃશ્ચિક

આર્થિક મુશ્કેલીઓ હળવી થતી જોવા મળે.આરોગ્ય બાબતે ચિંતા હળવી થતી જાય. રોકાયેલું વળતર અને લોન તમને મળવાની સંભાવના છે. લાંબા ગાળાનું આર્થિક રોકાણ ન કરવું તમારા હિતમાં રહે.

ધન

આર્થિક ખર્ચ વધવાની શક્યતા રહેલી છે.તમારા મહત્વના અને અટકેલા કામો એક પછી એક ઉકેલાતા જાય. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બની શકે. શેર સટ્ટાકીય પ્રવૃતિમાં ખાસ સાવચેતી રાખવી તમારા લાભમાં રહે.

મકર

શરીર સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી ખાસ જરૂરી જણાય. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. સ્થાવર મિલકતના પ્રશ્નોની નિરાકરણ આવતું જોવા મળે. આજના દિવસે રોકાયેલા કામ પૂર્ણ થતા જોવા મળે.

કુંભ

શેર સટ્ટાકીય બાબતે સાવચેતી રાખવી. પાન માવા તમાકુ ગુટકા જેવા શરીરને હાનીકારક પદાર્થો ખાવાની ટેવથી દુર રહેવું. આજનો દિવસ આનંદમય અને પ્રફુલ્લિત રહે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિની મુલાકાત થાય.

મીન

વેપાર માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. નોકરી કેધંધામાં વાતાવરણ સાનુકુળ રહે. આકસ્મિક ખર્ચમાં વધારો થાય.અટકેલા કાર્યોમાં કોઈના હસ્તક્ષેપથી વેગ આવતો જોવા મળે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઇ શકે છે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment