૨૫ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

50

આજના બાળકની જન્મ રાશી કન્યા(નામાંક્ષર: પ,ઠ,ણ)

મેષ

આજના દિવસે જમીન મકાન તેમજ માલ મિલકતને લગતા પ્રશ્ન બાબતે થોડી ચિંતા રહે. આર્થિક નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. આજના દિવસે મધ્યાંતર પછી જેમ જેમ દિવસ પસાર થાય અનેસાંજ ઢળતી જાય તેમ તેમ તમને બેચેનીનો અનુભવ થાય. મન વ્યગ્રતા ઉદ્વેગ અનુભવે. વાહન અકસ્માતથી સંભાળીને રહેવું.

વૃષભ

આજના દિવસે વડીલોના આશીર્વાદ લઇ કાર્યની શરૂઆત કરવી હિતાવહ. તેમજ કોઇપણ કાર્યમાં વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય. રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા નકારી શકાય નહિ. વિદેશમાંથી સારા સમાચાર મળે. તમારા કાર્યથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા.

મિથુન

ઘર પરિવાર તેમજ સગા સંબંધી માટે વધારાનો સમય આપવો પડે. વેપાર માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. આજના દિવસે નોકરી કે ધંધાના કામમાં એકાગ્રતા જાળવી રાખવી. ઋતુગત બીમારીઓથી સાવચેત સહેવું. મિત્ર વર્ગથી મદદ મળવાની પૂરે પૂરી શક્યતા રહેલી છે.

કર્ક

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. આકસ્મિક અને અનાયાસે તમારાથી કોઈ સારું કામ થઇ જવાની શક્યતા. વાણી વિલાસ પર કાબુ રાખવો. જેની અસર તમારા નોકરી ધંધાના કાર્ય પર થવાની શક્યતા. રોજગારીની નવી તકો મળવાની શક્યતા નકારી શકાય નહિ.

સિંહ

તમારા હરીફ વર્ગનો અને હિત શત્રુઓનો પરાજય થાય. નોકરીધંધાના કામની જવાબદારી બાબતે થોડી ચિંતા રહે. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. કાર્યમાં સારી સફળતા મળવાથી અને પ્રગતી થવાથી આનંદ અને ઉત્સાહનો અનુભવ કરો. ખર્ચમાં આકસ્મિક વધારો થાય. કૌટુંબિકગૃહ કલેશમાં વાદ વિવાદ કે વિખવાદ ટાળવા અન્યથા બળતામાં ઘી હોમવા જેવું થાય

કન્યા

રોકાયેલા નાણા પરત મળવાની શક્યતા નકારી શકાય નહિ. ચિંતા કે કામના બોજને કારણે માનસિક પરિતાપ વ્યગ્રતા રહેવાની શક્યતા. આજનો દિવસ કોઈ મહત્વની ચર્ચા વિચારણામાં પસાર થઇ શકે. કોર્ટ કચેરીના કામનો ઉકેલ આવે. કોઈ અગત્યની વ્યક્તિ સાથે મુલાકાત માટે ગોઠવણ થાય.

તુલા

વેપારી વર્ગને નવા વેપારમાં નવા સાહસો કરવાની તક મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. વાહન સંભાળીને ચલાવવું. સામાજિક જવાબદારીમાં વધારો થાય. ઋતુગત બીમારીઓમાં સાવધાની રાખવી. કોર્ટ કચેરીના રોકાયેલ પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા.

વૃશ્ચિક

આજના દિવસે મધ્યાંતર પછી તમારા કામમાં પ્રગતી થવાની શક્યતા. વિલંબમાં પડેલા કે અટવાયેલા કામનો ઉકેલ આવતો જણાય. વાણીની મીઠાશ અને સારા વ્યવહારની કુશળતાથી તમે ન ધરેલી સફળતા મેળવી શકો. નોકરી કે ધંધાના કામ સબબ કોઈ અગત્યની વ્યક્તિને મળવાનું થાય તેવી શક્યતાને નકારી શકાય નહિ.

ધન

સીજનલ ધંધામાં ખાસ ધ્યાન આપવું. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચી વધતી જણાય. નોકરી કે ધંધામાં વાતાવરણ સાનુકુળ રહે. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. ઘર પરિવારના કામ માટે વધારનો સમય આપવાનું બને. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પગ અને કમરના દુ:ખાવા બાબતે સાવચેત રહેવું.

મકર

નોકરી કે ધંધાના કામમાં જરા પણ ઉતાવળ કરવી નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આજના દિવસે મધ્યાંતર પછી જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ તમારા કાર્યમાંથી તમે હળવાસનો અનુભવ કરો. અટવાયેલા કે રોકાયેલા કામ ઉકેલવામાં વાતાવરણ સાનુકુળ રહે. વાણી વિલાસપર સંયમ રાખવો હિતાવહ છે.

કુંભ

અટકેલા કે રોકાયેલા કાર્યો પૂરા થાય. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. આકસ્મિક ઉપાધી આવી પડવાની શક્યતાને નકારી શકાય નહિ. આર્થિક નાણાકીય સ્થિતિ સધ્ધર થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચીમાં વધારો થતો જણાય. વિદેશમાંથી સારા સમાચાર મળવાની શક્યતા.

મીન

આજનો દિવસ તમારા માટે સારો છે જેથી તમે તમારું કાર્ય મોજ મસ્તી આનંદથી અને સ્વસ્થતાથી કરી શકો. આર્થિક નાણાકીય ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા જણાય. નોકરી કે ધંધાના કામમાં નુકશાન થાય તેવા કોઇપણ વાદ વિવાદ કે વિખવાદ કરવા નહિ કે નિર્ણયો લેવા નહિ. ઘર પરિવારની તથા સામાજિક કામની ચિંતા રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment