25 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

31

આજના બાળકની જન્મ રાશી સાંજના 4 કલાક 04 મિનીટ સુધી તુલા (નામાક્ષર: ર, ત) ત્યારબાદ વૃશ્ચિક રાશી ( નામાક્ષર: ન, ય)

મેષ

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના જણાય. મિશ્ર ઋતુ હોઈ શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી જેવી. પરદેશ જવાના યોગ નકારી શકાય નહિ.

વૃષભ

જમીન કે મકાનના વેચાણની શક્યતા જણાય. આર્થિક નાણાકીય સ્થિતિ સધ્ધર થતી જોવા મળે. કોઈ આકસ્મિક દુર્ધટના બનેયા તેવા સમાચાર મળે તેવી શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

ભૌતિક સુખ સુવિધામાં વધારો થતો જોવા મળે. રોજગારીની નવી તકો ઉભી થાય.અટકેલા કાર્યોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય.આરોગ્ય બાબતે થોડી ચિંતા જોવા મળે.

કર્ક

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી આપના હિતમાં રહે. બહાર કે બહારગામ જવાનું શક્ય બને. ભાઈઓ સાથે વાદ, વિવાદ કે વિખવાદ જોવા મળે. સામાજિક કે રાજકીય ક્ષેત્રે માન મરતબો વધે, કામની જવાબદારીમાં વધારો થતો જોવા મળે.

સિંહ

કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ સંભવે. વારસાગત મિલકતને લગતા પ્રશ્નો વધુ ગુંચવાય. વડીલોની માન મર્યાદા આમન્યા જાળવવી. આજના દિવસે માનસિક શાંતિ જાળવવી.

કન્યા

કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ભોળિયા નાથના માનસિક અજપાજાપ ચાલુ રાખવા હિતાવહ જણાય. ભાગીદારીના ધંધામાં પ્રગતિ જોવા મળે. પૈસાનું લાંબા ગાળાનું રોકાણ ભવિષ્યમાં આર્થિક લાભ અપાવે.

તુલા

કોઈ કારણોસર કામની દોડા દોડી વધી જવાથી શારીરિક શ્રમ વર્તાય. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. કોઈપણ સટ્ટાકીય પ્રવૃતિમાં આર્થિક લાભ જોવા મળે.

વૃશ્ચિક

વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા હિતમાં સાબિત થાય. આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતાને નજર અંદાઝકરી શકાય નહિ.

ધન

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. કૌટુંબિકવાદ, વિવાદ કે વિખવાદના પ્રશ્નનું નિરાકરણ આવતું જોવા મળે.

મકર

રોજગારીની નવી તકો મળવાની શક્યતા જણાય. પરદેશ જવાના યોગની શક્યતાને નકારી શકાય નહિ. ભાઈઓ સાથે મિલકતની ભાગબટાઈનો ઉકેલ આવતો જોવા મળે.

કુંભ

વિસરાઈ ગયેલા કે ભુલાઈ ગયેલા મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત નકારી શકાય નહિ. ભાગીદારીના ધંધામાં લાભ જણાય. ઘર પરિવાર કે સ્નેહીજનો માટે સમય આપવો ફરજીયાત બને.

મીન

આકસ્મિક ધન લાભની શક્યતાને નકારી શકાય નહિ. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. ધંધાની નવી તકોમાં પ્રગતી જોવા મળે.છળ કપટી લોકોથી સાવચેત રહેવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment