24 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

80

આજના બાળકની જન્મ રાશી બપોરના 3 કલાક ૪૩ મિનીટ સુધી મીન (નામાક્ષર: દ,ચ,ઝ, થ) ત્યારબાદ મેષ રાશી (નામાક્ષર: અ, લ, ઈ )

મેષ

આજના દિવસે ઘર પરિવારનું વાતાવરણ આનંદમય રહે તેવું જણાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. ધંધાકીય પ્રવૃતિમાં વ્યસ્તતા જણાય. ભાગીદારીના ધંધામાં આર્થિક લાભ જોવા મળે.

વૃષભ

શક્ય હોય તો આજના દિવસે બહાર કે બહારગામની મુસાફરી ન કરવી તમારા લાભમાં રહે. શેર સટ્ટાબાજી મારફત તમારી આર્થિક સ્થિતિ સુધરવાના ચાન્સ છે. વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે.

મિથુન

શરીર સ્વાથ્ય બાબતે થોડી ચિંતા જોવા મળે. ઘર પરિવારના સભ્યો સાથે ધંધાકીય બાબતે કે પુત્ર-પુત્રી પૌત્રાદિકના લગ્ન સંબંધી ચર્ચા વિચારણા થાય. આજના દિવસે કોઈની પાસેથી વ્યાજે કે ઉછીના નાણા ન લેવા તમારા હિતમાં રહે.

કર્ક

ભૂતકાળમાં કરેલા રોકાણથી આર્થિક લાભ થાય. સામાજિક જવાબદારીમાં વધારો જોવા મળે. નાણાકીય સ્થિતિ સધ્ધર બનતી જણાય. અન્ય સાથે ગેરસમજ મનદુ:ખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કાર્યની સફળતાથી આવકમાં વધારો જોવા મળે.

સિંહ

દિવસ આનંદથી પસાર થઇ શકે છે. કોઈ માંગલિક શુભ કાર્યમાં ભાગ લેવાનું શક્ય બને. આજના દિવસે સગા સંબંધી મિત્ર વર્ગ કે ઘર પરિવાર સાથે બહારગામ જવાનું શક્ય બને. સમાજમાં પુત્ર સંબંધી બદનામીની ચિંતા મનમાં સતાવ્યા કરે તેવું બને.

કન્યા

સ્થાવર મિલકતના અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. સાથે કામ કરતા સહ કર્મચારીઓ સાથે અણબનાવથી દુર રહેવું. કૌટુંબિક વાદ વિવાદ કે વિખવાદનો અંત આવી શકે છે. મુશ્કેલીમાં મિત્ર તરફથી આર્થિક મદદ મળી રહે.

તુલા

શેર સટ્ટાકીય બાબતમાં અને તેની લે વેચમાં સાવધાની રાખવી તમારા હિતમાં સાબિત થાય. આજનો દિવસ બહારના કામની વ્યસ્તતામાં પસાર થાય. આજના દિવસે તમારા મનનો ઉત્સાહ વધારે તેવો કોઈ પ્રસંગ બની શકે છે.

વૃશ્ચિક

તમારા આરોગ્ય બાબતની ચિંતા દુર થતી જોવા મળે. કોઈ વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો ન કરવો. તમારા માટે આજનો દિવસ ભરપૂર રચનાત્મકતા, સકારાત્મક અને ઉત્સાહવાળો રહેશે.

ધન

આજના દિવસે આપ બેચેની ચિંતા વ્યગ્રતા અસ્વસ્થતા વગેરે અનુભવો જેથી કામમાં વિચારોની એકાગ્રતા જણાય નહિ. સામાજીક ક્ષેત્રે થોડી રાહત જણાય. તમારી આર્થિક મુશ્કેલી દુર થાય.કોઈ વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો ન કરવો.

મકર

ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. વડીલોનું માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય. વારસાગત મિલકતના પ્રશ્ને વાતાવરણ તંગ થતું જોવા મળે. નોકરીયાત વર્ગને આજના દિવસે તેના કાર્યમાં રાહત રહે.

કુંભ

આજના દિવસે તમારા દામ્પત્ય જીવનમાં થોડી કડવાશ ઉભી થાય તેવું બની શકે છે. આર્થિક નવી તકો સામે આવીને ઉભી રહે. ઘર પરિવારમાંનાનો મોટો તણાવ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment