૨૪ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

52

આજના બાળકની જન્મ રાશી રાત્રીના ૧૧ કલાક અને ૫૦ મિનીટ સુધી સિંહ (નામાંક્ષર : મ,ટ) ત્યારબાદ કન્યા રાશી (નામાંક્ષર : પ,ઠ,ણ)

મેષ

ભૌતિક સુખ સુવિધામાં વધારો થઇ શકે છે. આજના દિવસે ધાર્મિક કાર્યો થવાની સંભાવના નકારી શકાય નહિ. તેમ છતાં વેપાર કે ધંધામાં અને શેરની લે વેચમાં ખાસ સંભાળવું. બજારમાં વધ ઘટ તેજી મંદી જોવા મળે. નાણાકીય સ્થિતિ મજબુત બનવાની શક્યતા.

વૃષભ

આજે ગણેશજીની ભક્તિ કરવાથી અને પૂજા મંત્ર જાપથી તમારા કાર્ય ક્ષેત્રમાં સાનુકુળતા થતી જોવા મળે. આમદાની અઠન્ની ખર્ચા રૂપૈયા જેવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.ચિંતામાં ઘટાડો થવણી શક્યતા. કોઈ મુશ્કેલી હોય તો તે હળવી થાય. અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા નકારી શકાય નહિ. પ્રવાસનું આયોજન શક્ય બને.

મિથુન

સંયુક્ત ભાગીદારીના ધંધામાં તમારી ચિંતામાં વધારો થાય. સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આજના દિવસે ઉશ્કેરાટ કે ગુસ્સાને કારણે નોકરી કે ધંધાનું કામ સારી રીતે થઇ શકે નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. દેણાની સ્થિતિને કારણે ચિંતા અનુભવો.

કર્ક

નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને તેના કામ આજના દિવસે સારી રીતે થાય. આર્થિક સ્થિતિ મજબુત થતી જોવા મળે. ઘર પરિવારનું અને સંતાનનું ધારેલું કામ પૂરું થાય. કૌટુંબિક વાદ વિવાદ વિખવાદનાં પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહિ.

સિંહ

નોકરી ધંધામાં કે બીજા કોઈ અન્ય કોઈ કામમાં તમે બીજાને મદદરૂપ થઇ શકો. રોકાયેલા કાર્યો પૂરા થાય. તમારા કાર્યક્ષેત્રમાં સફળતા અને પ્રગતી જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મીક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થવાની શક્યતા.

કન્યા

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. કામનો ઉકેલ આવવામાં વિલંબ થાય, ચિંતા રહે. આકસ્મિક કોઈ કામને લીધે દોડધામભરી મહેનત થવાથી થાક અનુભવાય. આકસ્મિક ખર્ચમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. અનાયાસે અને અનિચ્છાએ ઘર પરિવારનું કામ કરવું પડે.

તુલા

તમારું કોઈ અંગત પર્સનલ કામ સરળતાથી થવાની શક્યતા જણાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આકસ્મિક કોઈ સારા સમાચાર મળે. નવી રોજગારીની તકો સામે આવી મળે. સામાજિક ક્ષેત્રે કામમાં વધારો થતો જોવા મળે. શેર બજારનું કરતી વ્યક્તિએ બજારની રૂખ જોઈને કામકાજ કરવા. સ્થાવર મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવે.

વૃશ્ચિક

આજે ગણેશજીની ભક્તિભાવથી પૂજા અને મંત્ર જાપ કરવાથી તમારા કાર્ય ક્ષેત્રમાં સાનુકુળતા આવતી જોવા મળે. વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. સરકારી તેમજ ખાતાકીય કામકાજમાં સરળતા રહે.આકસ્મિક ધન લાભની શક્યતાને નકારી શકાય નહિ.

ધન

વારસાઈ મિલકતોના અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે. આજના દિવસે શ્રી ગણેશજીની ભક્તિભાવથી પૂજા અને મંત્ર જાપ કરવાથી તેમજ દરરોજના રૂટીન ભક્તિભાવ અને મંત્ર જાપથી મોટી આપત્તિ કે મુશ્કેલીમાં સુળીનો ઘા સોયથી જાય તેવું બની શકે. નાણાકીય સ્થિતિ મજબુત અને સારી બને.

મકર

શારીરિક બીમારીથી ખાસ સંભાળવું. માનસિક તાણ અનુભવાય.ખર્ચમાં આકસ્મિક વધારોથવાની શક્યતા. જમીન મકાનના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવી શકે.રસ્તે ચાલતા કે આવતા જતા વાહનથી ખાસ સંભાળવું અને જાતે વાહન ધીમેથી ચલાવવું. નોકરી કે ધંધામાં ખાસ સજાગ રહેવું.

કુંભ

માંગલિક શુભ કાર્યમાં ભાગ લેવાનું શક્ય બને. આજે શ્રી ગણેશજીના બાર નામનું સ્મરણ અને મંત્રજાપ કરવાથી તમારા કાર્યક્ષેત્રમાં સારો લાભ મેળવી શકો. વાહન કે જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. અટકેલા કામ કાજ પૂરા થવાની શક્યતા રહેલી છે.

મીન

વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવી શકે. જમીનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. ઘર પરિવાર અને નોકરી કે ધંધાનું કામ સરળતાથી થઇ શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment