24 એપ્રિલથી થંભી જશે 108 એમ્બ્યુલન્સના પૈડા, પ્રેગનેન્ટ મહિલાઓ અને બીમાર દર્દીઓની વધશે પરેશાની…

51

જો લોકોના સ્વાસ્થ્ય સેવા માટે ચાલતી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની માંગચાલુ એપ્રિલ મહિનાની  23 તારીખ સુધીમાં સ્વીકારવામાં નહિ આવે તો બીજા દિવસથી એટલે કે 24 એપ્રિલથી કટોકટીના સમયે સેવા આપતી 108 એમ્બ્યુલન્સના પૈડા થંભી જશે. 108 નું સંચાલન કરતી હાલની વર્તમાન કંપની જીવીકેના કર્મચારી 23 તારીખ સુધીમાં નવી કંપનીમાં સમાયોજિત કરવાની એટલે કે સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. સરકારના માધ્યમ દ્વારા વર્તમાન કંપની જીવીકેના સંચાલન કરતા અધિકારીઓએ તેના દ્વારા અપાતી સેવા સમાપ્ત કરવાની ઘોષના કરી દીધી છે અને તે બાબતની નોટીશ પણ સરકારને આપી દીધી છે.

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ચાલુ એપ્રિલ મહિનાની 23 તારીખ પછી બીજા દિવસથી અનિશ્ચિત આંદોલનની ચેતવણી આપી છે. જો કે, જીવીકેના અધિકારીઓએ આ ચેતવણી પર ભારપૂર્વક વિરોધ કર્યો છે. અને તેના કર્મચારીઓ વિરુદ્ધ સખ્ત અને કડક પગલાં લેવા માટે કહ્યું છે.

આ બાબતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીના એશોસીએશનના અધ્યક્ષ વિપિન જમ્લોકીએ ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરકારે આ વર્ષે 31 માર્ચથી 108નું સંચાલન જીવીકેના સ્થાન પર કૈમ્પ કંપનીને આપવાનો નિર્ણય કર્યો હતો. પણ 31 માર્ચ સુધીમાં 108ના સંચાલનની ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી ન થતા સરકારે તેની અવધિની છેલ્લી તારીખ 30 એપ્રિલ સુધી લંબાવી છે.

વર્તમાન સમયમાં આ કંપનીમાં 717 એમ્બ્યુલન્સ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. જે 30 એપ્રિલની છેલ્લી સેવા સમાપ્તિની નોટીસ પર કામ કરી રહ્યા છે. એટલે કે જો સરકાર તેની માગ સ્વીકારશે નહિ તો પછી 30 એપ્રિલ પછી તેઓ સેવા આપશે નહી.

અધ્યક્ષ વિપિન જમ્લોકીએ વધુમાં જણાવ્યું કે જો સરકાર ચાલુ એપ્રિલ મહિનાની 23 તારીખ સુધીમાં નવી કૈમ્પ કંપનીમાં વર્તમાન 108 એમ્બ્યુલન્સના કર્મચારીરીઓને સમાવિષ્ટ કરવાની માંગનો સ્વીકાર નહિ કરે તો 24 એપ્રિલથી તમામ કર્મચારીઓ હડતાલ પર રહેશે. અને આ સમય દરમ્યાન સમગ્ર રાજ્યના દરેક કર્મચારી પરેડ ગ્રાઉન્ડથી સચિવાલય કૂચ માર્ચ કરશે.

જો આ મુદ્દત પછી પણ સરકાર કોઈ આદેશ જારી નહિ કરે તો તમામ કર્મચારી 30 એપ્રિલ પછી અનિશ્ચિત મુદતનું આંદોલન કરશે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા 11 વર્ષથી ઉત્કૃષ્ટ ઉત્તમ સેવા આપી રહ્યા છે. આ દરમ્યાન તેમને આવી રીતે નોટીસ આપી રુખસદ આપવામાં આવે તે વ્યાજબી નથી. જેથી તમના હૃદયને ઠેંસ પહોંચતા તેઓ તેમના હક્કને મેળવવા આંદોલનને વ્યાપક બનાવીને વિરોધ પ્રદર્શન કરશે.

હડતાલ કરનાર કર્મચારીઓ પર સખ્ત કારવાઈ કરવામાં આવશે.

હાલમાં108નુંસંચાલન કરતી કંપની જીવીકેના રાજ્ય પ્રભારી મનીશ ટીંકુના જણાવ્યા અનુસાર કોઈપણપરીસ્થીમાં108 ની સેવાને રોકી દેવામાં આવશે નહિ. જો કોઈ તેને કોઇપણ પ્રકારે રોકવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં જણાવે છે કે કંપનીનું પહેલું ધ્યેય અને કોશિશ એ રહે છે કે કોઇપણસંજોગોમાંલોકોને108 ના અભાવે મુશ્કેલી ઉભી ન થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment