23 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

23

આજના બાળકની જન્મ રાશી સવારના 11 કલાક 27 મિનીટ સુધી કન્યા (નામાક્ષર: પ, ઠ, ણ)

મેષ

આકસ્મિક આવકમાં વધારો થતાં નાણાકીય સ્થિતિ મજબૂત જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિ માં વધારો હોવાથી કોઇ અગત્યની ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. વારસાઈ મિલકતનાં પ્રશ્નો હલ થવાની શક્યતા જણાય. શારીરિક બીમારી યથાવત રહે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોએ આજે શનિવારે હનુમાનજીને તેલ અને આકડાની માળા ચઢાવવી તેમના હિતમાં રહેશે. બીજાઓના સાથ-સહકારથી ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

મિથુન

ભાગીદારીના ધંધામાં ખાસ સાવચેતી રાખવી. જમીન મકાન ને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહી. પુત્ર પૌત્રાદિકના કામકાજ પુરા થવાથી શાંતિ જણાય.

કર્ક

સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, અકસ્માતથી બચવું. ભાગ્યોદયની નવી તકો ખુલ્લી શકવાની શક્યતાને નકારી શકાય નહીં.

સિંહ

સામાજિક જવાબદારીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. આર્થિક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થતી જાય. શેર બજારની ઊથલ પાથલથી સટ્ટાકીય પ્રવૃત્તિમાં સાવચેતી રાખવી.

કન્યા

જમીન મકાન કે વાહનની લે-વેચમાં સ્થિતિ સારી થતી જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. કોઈ શુભ માંગલિક કાર્યોમાં હાજરી આપવાનું શક્ય બને.

તુલા

આકસ્મિક ધનલાભની શક્યતા ને નકારી શકાય નહીં. લગ્ન ઉત્સવ યુવક યુવતીઓને માટે સમય સારો છે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરી કે ધંધામાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક

અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતાને નકારી શકાય નહીં. કોર્ટ કચેરી કે કાયદાકીય બાબતમાં દોડધામ રહે. વેપાર અર્થે કરેલો પ્રવાસ આર્થિક લાભ અપાવે. શારીરિક સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જોવા મળે.

ધન

કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. નોકરિયાત વર્ગને બઢતી કે બદલીના યોગ જોવા મળે. વારસાગત મિલકત અચાનક કોઈ તકલીફ ઊભી થવાથી વાદ, વિવાદ કે વિખવાદની શક્યતાને નકારી શકાય નહીં.

મકર

ભાગીદારીના ધંધામાં લાભ જોવા મળે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા હિતમાં સાબિત થાય. સીઝનલ ધંધામાં ફેરફાર થતો જોવા મળે. ભાગ્યોદયની તકો સામેથી આવતી જોવા મળે.

કુંભ

શરીરમાં નાની મોટી ઇજાઓ કે હાથ પગમાં ફ્રેક્ચર થવાની શક્યતાને નકારી શકાય નહિ. આર્થિક નાણાકીય સ્થિતિ કટોકટીમાં રહેતી જોવા મળે. આજના દિવસે હનુમાનજીને તેલ ચઢાવી તેમનું પૂજન કરવું.

મીન

અર્ધાંગિની ની વાતને પણ એટલું જ મહત્વ આપો જેટલું તમે વડીલોની વાતને આપો છો. ધંધાકીય બાબતે નવા આર્થિક રોકાણ થવાની શક્યતાને નકારી શકાય નહી. નવા ધંધા બાબતે દોડધામ વધી જાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment