22 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

19

મેષ

આવનારી નવી તકોને સહર્ષ સ્વીકારી લેવી તમારા હિતમાં રહે. આજના દિવસે વ્યાજે આપવા કે લેવાનો નાણાકીય વ્યવહાર ન કરવો આપના હિતમાં સાબિત થાય.

વૃષભ

તમારી ચતુરાઈ, બુદ્ધિ, આવડત અને વાતને સમજવાની સમજદારીથી બીજાના પ્રશ્નોનું નિરાકરણ કે ઉકેલ સહેલાઈથી લાવી શકો. વાહનની ખરીદીમાં લાભ જોવા મળે.

મિથુન

રાશિના જાતકોમાં અમુક લોકોને કારણ વગર બીજા કોઈના કજિયા કંકાસમાં મધ્યસ્થી થતા लेने के देने પડવાની શક્યતા નકારી શકાય નહિ. તમારી અમુક ગુપ્ત વાતોનેબીજા સમક્ષ જાહેર કરવી નહિ. તમારા માટે કે બીજા માટે દવાખાનાની કે હોસ્પીટલની મુલાકાત સંભવે.

કર્ક

તમારા જીવનસાથી સાથે દિવસ મોજ મસ્તીથી પસાર થાય. વ્યવહારિક પ્રસંગે બહારગામ જવાનું શક્ય બને. વારસાઈ મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી આવવાની શક્યતાને નકારી શકાય નહિ.

સિંહ

મામા કે માસી પક્ષ તરફથી ધંધામાં આર્થિક નાણાકીય તેમજ તમામ પ્રકારની મદદ મળી રહેવાની શક્યતા જોવા મળે. આજે કોઇ પણ વાતને કે વિચારને નેગેટીવ દ્રષ્ટિથી જોવું નહિ.

કન્યા

આજના દિવસે જમીન, મકાન કે વાહનની લે વેચમાં લાભ જોવા મળે. નોકરીયાત વર્ગને તેમના કાર્યક્ષેત્રમાં હળવાસનો અનુભવ જોવા મળે. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને.

તુલા

તમારા સારા વિચારોને બીજા સામે મક્કમતાથી રજુ કરો. આવક કરતા ખર્ચ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. મિશ્ર ઋતુથી શરીર સ્વાસ્થ્યમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહિ.

વૃશ્ચિક

આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવતો જોવા મળે. કોઈ નવા કે જુના ધંધાકીય બાબતોની વિચારણામાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન આપના હિતમાં સાબિત થાય.

ધન

આજના દિવસે કોઈ સાથે સામાન્ય બોલાચાલી મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા જોવા મળે ધીરજ શાંતિ રાખવી. ભાગ્યોદયની નવી તકો સામેથી આવતી જોવા મળે.

મકર

ફાજલ મૂડી માટે કોઈલાંબા ગાળાની નવી યોજનાઓનું આયોજન ગોઠવાય. ભેરુ બંધો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતનું આયોજન શક્ય બને. અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા જોવા મળે.

કુંભ

અન્ય સાથે આર્થિક નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા આપના હિતમાં રહે. પત્નીના શરીર સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. કોઇપણ નવા કામકાજમાં પ્રગતી જોવા મળે

મીન

નાણાકીય આવકની સ્થિતિમાં કોઈ ફેરફાર ન જણાય. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા લોકોએ સાવધાની રાખવી ખાસ જરૂરી જણાય. વાહનની મુસાફરી બાબતે સાવચેતી રાખવી તમારા હિતમાં સાબિત થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment