૨૨ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

85

આજના બાળકની જન્મ રાશી રાત્રીના ૧૧ કલાક અને ૩૨ મિનીટ સુધી કર્ક (નામાંક્ષર: ડ, હ) ત્યારબાદ સિંહ રાશી (નામાંક્ષર: મ, ટ)

મેષ

આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જણાય. જમીન મકાન તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરી કે ધંધાના કામમાં સ્ટાફના કારણે મુશ્કેલી ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આકસ્મિક ધન લાભની શક્યતા નકારી શકાય નહિ. વાદ વિવાદ ચર્ચા બખેડાથી દુર રહેવું.

વૃષભ

અટકેલા રોકાયેલા કાર્યો પૂરા થઇ શકે છે. શુભ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું શકાય બને. વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરી કે ધંધા અર્થે બહાર ગામના કામમાં રુકાવટ આવવાની શક્યતા. રસ્તામાં વાહનથી અને પશુઓથી ખાસ સંભાળવું.

મિથુન

આર્થિક નાણાકીય લેતી દેતીમાં કે ઉઘરાણી કરવામાં તથા પૈસા ચુકવવાની બાબતમાં મુંજવણ ઉભી થાય. શારીરિક દર્દ પીડા કમરમાં, આંખમાં, પેશાબ કરવાની જગ્યામાં તેમજ ગુપ્ત ભાગમાં અનુભવાય. જેથી માનસિક તણાવ રહે. સાવચેતી રાખવી.

કર્ક

નાણાકીય મુશ્કેલી હળવી થવાની શક્યતા. જમીન મકાન તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાણી શક્યતા નકારી શકાય નહિ. તમારા રૂટીન કાર્ય સાથે બીજા અન્ય કામ અનિચ્છાએ કરવા પડે. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બને. માથાના દુ:ખાવામાં, ગળામાં, પેટની તકલીફમાં દર્દ પીડાના કારણે બેચેનીનો અનુભવ થાય.

સિંહ

કોર્ટ કચેરીના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આકસ્મિક ચિંતા કે મુશ્કેલી કે ઉપાધીના કારણે દિવસ દરમ્યાન શાંતિ કે રાહત જણાય નહિ. કામની સફળતામાં અવરોધો અડચણો ઉભી થાય. વેપાર ક્ષેત્રે નવા રોકાણની તકો સામેથી આકસ્મિક આવવાની શક્યતા નકારી શકાય નહિ.

કન્યા

શેરોની લે વેચમાં ખાસ સંભાળીને કામ કાજ કરવું. સીજનલ ધંધો કરતી વ્યક્તિઓને આવકમાં વધારો થાય. વેપાર અર્થે કરેલો પ્રવાસ નિષ્ફળ જાય નહિ લાભ અપાવે. ઋતુગત બીમારીઓથી ખાસ સંભાળવું.

તુલા

આજના દિવસે કોઈની વાક ચાતુર્યથી અંજાઈને તેનાથી પ્રભાવિત થવું નહિ. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય. નોકરીમાં પદ અને સ્થાનમાં બઢતી મળવાની શક્યતા. કોઇપણ નવું સાહસ કરતા પહેલા કે રૂટીન કાર્યમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન ઉપયોગી થશે.

વૃશ્ચિક

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. નવી રોજગારીની તકો ઉભી થાય. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આજના દિવસે થાક કંટાળો જણાય. કામમાં ચિત્ત રહે નહિ.

ધન

આજના દિવસે થાક કંટાળો જણાય. આર્થિક નાણાકીય ખેંચ તંગી વર્તાય. ઘર પરિવારનું કામ ઉકેલવા માટે આર્થિક નાણાકીય તકલીફ પડે. કાયદાકીય અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહિ.

મકર

જાહેર સંસ્થાકીય કામમાં બીજાઓના કારણે તકલીફ ઉભી થાય.જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. નોકરી કે ધંધાના કામમાં નિયમિતતા જાળવી રાખવી .રસ્તે ચાલતા કે જતા સમયે વાહન અકસ્માતથી સંભાળવું.

કુંભ

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવું ન થાય તેની ખાસ સાવચેતી કાળજી રાખવી. ધંધાકીય હરીફ વર્ગથી સંભાળીને રહેવું. શેરોની લે વેચના કામમાં ખોટું સાહસ કે જોખમ કરવું નહિ.

મીન

કોઇપણ બાબતે વાત વાતમાં ઉગ્ર થવું નહિ. વાણી પર મીઠાસ અને સંયમ રાખવો હિતાવહ છે. ભાગ્યોદયની નવી તકો મળી શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા દરેક કાર્યક્ષેત્રે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment