૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

34

આજના બાળકની જન્મરાશી કન્યા (નામાક્ષર: પ, ઠ, ણ)

મેષ

તમે કરેલા કાર્યની કિંમત થાય અને બીજાને પ્રોત્સાહન મળે. આવક કરતા જાવક ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થવાની પૂરી શક્યતા. માનસિક શાંતિ જાળવવી અને ધીરજથી કામ લેવું હિતાવહ. રસ્તે આવતા જતા કે ચાલતા વાહન અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું

વૃષભ

કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો અટવાયેલા રહેવાની શક્યતાને નકારી શકાય નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. લાંબા ગાળાનું આયોજન કે મૂડી રોકાણ ભવિષ્યમાં લાભ અપાવે. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે. વાહન અકસ્માતથી સાવચેત રહેવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે.

મિથુન

ઘર પરિવાર માટે અંગત સમય આપવો ખાસ જરૂરી છે. આજના દિવસે મન વ્યાકુળ રહેવાની શક્યતા. જમીન મકાનને લગતા પ્રશ્નમાં ધીરજ અને શાંતિ રાખવી. આર્થિક નાણાકીય વ્યવહાર આજના દિવસે થઇ શકે છે.

કર્ક

જીવનસાથીની પસંદગીમાં યોગ્ય પાત્ર મળી રહે. વેપાર અર્થે કરેલા પ્રવાસમાં કોઈ મહત્વની વ્યક્તિ સાથેની મુલાકાત આર્થિક લાભ અપાવે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. નાની મોટી ઈજાઓ થવાની શક્યતા નકારી શકાય નહિ.

સિંહ

કોઈ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લેવાનું શક્ય બને. ભાગ્યોદય ખુલવાની શક્યતા નકારી શકાય નહિ. કોઇપણ કાર્યનો શુભારંભ કરતા પહેલા વડીલોના આશીર્વાદ અને સલાહ સૂચન સાથે અર્ધાંગીનીની વાતને પણ અગ્રતાક્રમ આપવો જરૂરી. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. મળેલી તકનો સદ્દઉપયોગ કરવો. વાહન તેમ જ પશુઓથી થતી નાની મોટી ઈજાઓથી સાવચેત રહેવું.

કન્યા

જમીન મકાનને તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય છે. વારસાગત ચાલ્યા આવતા વિખવાદોનો શાંતિથી ચર્ચા વિચારણાથી અંત આવવાની  શક્યતાને નકારી શકાય નહિ. દિવસ સુખમય અને શાંતિથી પસાર થાય. માનસિક શાંતિ જાળવી રાખવી આપણા હિતમાં રહે.

તુલા

આજના દિવસે ભોલેનાથ શંકરની પ્રાર્થના કરી સૂર્ય નારાયણને પાણીની અર્ધ્ય ચડાવી પીપળાને પાણી રેડવું. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થઇ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લેવાનું શક્ય બને. જમીન મકાનના પ્રશ્નોનું  નિરાકરણ આવવાની સંભાવના. સામાન્ય ઈજા અકસ્માતથી સંભાળવું.

વૃશ્ચિક

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની પૂર્ણ સંભાવના. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓ માટે સમય સાનુકુળ છે. આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આર્થિક નાણાકીય મુશ્કેલીમાં પત્નીનો સાથ સહકાર મળી રહે. માનસિક ચિંતા હળવી થાય.

ધન

આજના દિવસે આર્થિક નાણાકીય ખર્ચ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ઋતુગત બીમારી થવાની શક્યતા નકારી શકાય નહિ. રોજગારીની નવી તકો ઉભી થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે નવા વિચારોનો ઉદ્ભવ થાય. વિદેશથી શુભ સમાચાર મળે. હિતશત્રુઓથી ખાસ સંભાળવું. વાણી વિલાસ અને વર્તનમાં સંયમ રાખવો.

મકર

તમારા અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા નકારી શકાય નહિ. જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે. ટૂંકા કે લાંબા ગાળાનો પ્રવાસ શક્ય બને. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. સીઝનલી ધંધો કરતા વેપારી વર્ગને આવકમાં વધારો થવાની શક્યતા.

કુંભ

આજના દિવસે નાણાકીય લેતી દેતી ન કરવી. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. જુના સંબંધો તાજા થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. વેપાર માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. આર્થિક નાણાકીય મુશ્કેલીમાં મિત્ર સર્કલ તરફથી જરૂરી મદદ સહકાર મળી રહે. કોર્ટ કચેરીમાં રાહત મળે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું.

મીન

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. રાજકીય અને સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ. આર્થિક સ્થિતિ મજબુત થતી જણાય. ખોટા આવેશમાં કે ગુસ્સામાં આવી કોઇપણ કૌટુંબિક નિર્ણયો લેવા નહિ. માનસિક શાંતિ રાખવી. જમીન મકાનને લગતા પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવવાની શક્યતા જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment