21 વર્ષની છોકરીએ કર્યું એવું કામ, ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે નામ…

27

દુનિયામાં એવા ખુબજ ઓછા લોકો હોય છે, જેની અંદર કઈક નવું અલગ કરવાન જૂનૂન હોય છે. એક એવી જ છોકરી છે લેક્સી અલ્ફોર્ડ, જેમણે માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં એવું કારનામું કર્યું છે કે હવે એમનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય શકે છે.

હકીકતમાં, લેક્સી અલ્ફોર્ડનો દાવો છે કે એમણે દુનિયાના બધા ૧૯૬ દેશ ફરી લીધા છે. તેઓ પોતાની મુસાફરીનો રેકોર્ડ ગીનીઝ બુકને સોંપી ચુકી છે. હાલમાં એની પુષ્ટિની પ્રક્રિયા ચાલી રહી છે. જો લેક્સી એમાં સફળ થાય છે તો એ દુનિયાના બધા દેશ ફરનારી દુનિયાની પહેલી યુવા મહિલા બની જશે.

હાલમાં દુનિયાના બધા દેશ ફરવાનો વિશ્વ રેકોર્ડ બ્રિટનના જેમ્સ એસ્કિથના નામે છે. એમણે ૨૪ વર્ષની ઉંમરમાં આ રેકોર્ડ હાંસેલ કર્યો હતો. લેક્સીએ એટલી ઓછી ઉંમરમાં કડી મહેનત અને દુનિયાના બધા દેશોની મુસાફરી કરવાની ક્ષમતાનો શ્રેય પોતાના પરિવારને આપ્યો છે, જેમની કેલીફોર્નીયામાં પોતાની એક ટ્રાવેલ એજન્સી છે.

લેક્સીએ પોતાની વિશ્વ યાત્રાના વિવાદિત સ્થળ પર કર્યો. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના વિસૈન્યીકૃત ક્ષેત્ર એમનો છેલ્લો પડાવ હતો, જેને ડીએમજેડના નામથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ ક્ષેત્ર એમણે રેકોર્ડ માટે વિવાદનું કારણ બની શકે છે. કેમકે વિશ્વ રેકોર્ડ માટે દરેક દેશ ફરવાની જરૂરિયાત હોય છે, પરંતુ અમુક લોકો ડીએમજેડને ઉત્તર કોરિયાને અધિકારિક ભાગ માનતા નથી.

લેક્સીએ ૩૧ મેંના પોતાના છેલ્લા દેશની મુસાફરીની જાહેરાત કરી હતી. પોતાની વિશ્વ યાત્રા દરમ્યાન એમણે ઘણા સ્થળોના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. લેક્સીનું કહેવું છે કે એ બધા લોકોને એ બતાવવા માંગે છે કે દુનિયા એટલી ડરનારી નથી, જેટલી મીડિયા એને બતાવે છે. દરેક જગ્યા દયાભાવ છે.

લેક્સી જણાવે છે કે ૧૮ વર્ષની ઉંમર  થતા થતા એ ૭૨ દેશોની મુસાફરી કરી ચુકી હતી. જો કે એ સમયે એમના મગજમાં વિશ્વ ભ્રમણનો કોઈ હેતુ નહતો. એમણે વર્ષ ૨૦૧૬માં દુનિયાના બધા દેશ ફરવાના મિશન પણ કામ શરુ કર્યું હતું.

અલગ અલગ દેશોની મુસાફરી દરમ્યાન લેક્સીએ કોઈ પ્રકારની તકલીફોનો પણ સામનો કરવો પડ્યો, જેમણે વિઝા અથવા ભાષાઓ પરેશાનીઓ. પરંતુ તેમ છતાં પણ એમણે પોતાનું મિશનને સફળ બનાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કર્યા અને છેલ્લે એમને સફળતા મળી જ ગઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment