“દે દે પ્યાર દે” મૂવીમાં 21મી સદીના પરિવારોના ખટકતા પ્રશ્નોનો હસાવતો જવાબ છે, જાણો મૂવીના રીવ્યૂ….

19

મુવી રીવ્યૂ દે દે પ્યાર દે

કલાકાર અજય દેવગન, રકુલ પ્રીત સિંહ, તબ્બૂ, અલોક નાથ, જાવેદ જાફરી, જિમી શેરગિલ અને સન્ની સિંહ વગેરે

નિર્દેશક અકીલ અલી

પટકથા લવ રંજન, તરુણ જૈન અને સુરભિ ભટનાગર

પ્રોડ્યુસર ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગ

રેટિંગ ૧/૨

ગાજિયાબાદના લવ રંજનએ હિન્દી સિનેમામાં કોમેડીનું એક નવું યુનિવર્સ તૈયાર કર્યું છે. પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા ૨ અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીથી એમણે યુવાનોનું દિલ જીત્યું. એક નિર્દેશક તરીકે એમની આગળની ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, અજય દેવગન અને તબ્બૂ નક્કી થઇ ગયા છે. પરંતુ એ ફિલ્મ સુધી જતા પહેલા લવએ બનાવી છે આજના યુગમાં પ્રેમના અટવાતા દોરાની એક અતરંગી ફિલ્મ, દે દે પ્યાર દે. ફિલ્મ પ્રેમની વચ્ચે આવનાર પેઢીઓના અંતરને નવા નજરિયે જુવે છે.

સમય બદલાય ચુક્યો છે. ક્યારેક ૫૦ના થતા જ વૃદ્ધોની શ્રેણીમાં શામેલ થનાર હવે આ ઉંમરમાં પણ ચુસ્ત દુરસ્ત રહે છે અને જિંદગીને પોતાની રીતે જીવવાની ઈચ્છા પણ એમની જેમ જવાન જ રહે છે. એવું જ છે દે દે પ્યાર દેની કહાનીનું નાયક, આશિષ. લંડનમાં રહે છે. સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટ કરે છે. આયશા એને પસંદ કરે છે. એ ભારતથી લંડન ભણવા આવી છે અને પોતાના ખર્ચા કાઢવા માટે બારમાં કામ કરે છે. બંને મળે છે. બંને એક બીજાને પસંદ કરે છે. પરંતુ વાત આગળ વધે એ પહેલા આશિષ એને પોતાના ઘરના લોકો સાથે મળવા માટે ભારત લાવે છે. ઘરના લોકો એટલે કે આશિષની પત્ની અને બે બાળકો. બાળકો મોટા થઇ ચુક્યા છે. દીકરીની ઉંમર આયશાની આજુબાજુ છે. આયશા અને આશિષની પ્રેમ કહાની ત્યાં આવીને જ ગુંચવાય જાય છે અને વિચારવા માટે ઘણા પ્રશ્નો દર્શકોને આપી જાય છે.

બધી સુપરહીટ ફિલ્મોના સંપાદન કરી ચુકેલા અકીવ અલી નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ કરી રહ્યા છે. જો કે, ફિલ્મ સંપૂર્ણ રીતે લવ રંજનના સિનેમાઈ વિઝનનો વિસ્તાર છે. લવ રંજન બદલતા સમયના દૌરની એવી પ્રેમ કહાનીઓ પકડે છે, જ્યાં નાયક આદર્શવાદી ન થઇને યથાર્થવાદી થાય છે. તે આજે જીવવા માંગે છે. વીતી ગયેલા કાલને યાદ રાખવા માંગતો નથી અને આવનાર કાલ વિશે એને વિચારવું નથી. એવામાં જયારે પોતાનાથી ૨૪ વર્ષ નાની છોકરીને એ પોતાની પત્ની બનાવવાનો હેતુથી ઘરના લોકો સાથે મળાવે છે તો ભૂકંપ આવી જાય છે. પ્રશ્ન એ છે કે ખરેખર લોકો બીજાના સુખ માટે પોતાના સુખને શુકામ કુરબાન કરી દે છે? શુંકામ સમાજની સામે સાચો સાબિત થતા રહેવા માટે લોકો પોતાની જિંદગી પોતાની રીતે જીવતા નથી ?

આશિષના પાત્રમાં અજય દેવગનએ આ ફિલ્મમાં મોટો રિસ્ક લીધો છે. રિસ્ક લેવામાં અજય દેવગન ક્યારેય પાછળ નથી રહ્યા. ભગતસિંહની બાયોપિકથી લઈને ગોલમાલ અને ધમાલ સીરીઝની ફિલ્મો સુધી અજયએ ખુદને સતત વિકસિત કર્યા છે. આ કદાચ પહેલી હિન્દી ફિલ્મ છે જેમાં હીરો એ જ ઉંમરનો રોલ કરી રહ્યો છે જે ઉંમરનો એ છે અને પોતાની આ ઉંમરને છુપાવાનો એનો કોઈ હેતુ પણ નથી. અજય દેવગનએ ૫૦ની ઉંમરના એક માણસના પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે પ્રેમમાં પડવાનો રોલ ખુબજ સહજતાથી કર્યો છે. વખાણ કરવા લાયક કામ ફિલ્મમાં તબ્બૂનું પણ છે. એ બે મોટા થઇ ચુકેલા બાળકોની માં હોવા છતાં પણ ખુદને છોડી ગયેલા પતિની ભાવનાઓ સમજનાર પત્નીના રોલમાં પોતાની છાપ છોડે છે. રકુલ પ્રીતને આ ફિલ્મ હિન્દી સિનેમામાં એમને તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર જેવી દમદાર અભિનેત્રીઓ સાથે લાવીને ઉભી રાખી છે. એમના શોખ અને ચુલબુલાપન તો આપણે યારિયા અને અય્યારીમાં જોઈ ચુક્યા છીએ, પરંતુ દે દે પ્યાર દે એમને એક શ્રેષ્ઠ અભિનેત્રી રીતે સામે આવવાની તક આપી છે. ફિલ્મમાં સન્ની સિંહ અને જાવેદ જાફરી ઉત્પ્રેરકનું કામ કરે છે.

ફિલ્મને સુધીર ચૌધરીની સિનેમૈતોગ્રાફી સિવાય અમાલ મલિક અને રોચક કોહલીના સંગીત પાસેથી પણ ઘણી મદદ મળી છે. અરિજિત સિંહએ બંને ગીત  તૂ મિલા તો હૈ ના અને દિલ રોઈ જાઈ, આ સીઝનના હીટ ગીત બનવા જઈ રહ્યા છે, દિલ રોઈ જાઈમાં ગીતકાર કુમારએ પોતાના એ ટેલેન્ટને પણ બતાવ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પાર્ટી નંબર્સ લખતા કુમાર પાસે સંવેદનશીલ ગીતોની જે સમજણ છે, એને ઓછા નિર્દેશક જ હિન્દી સિનેમામાં ઉતારી શક્યા છે. દે દે પ્યાર દે એક કોમેડી ફિલ્મ તો છે જ સાથે જ આ નવા યુગના નવા પ્રશ્નોનો પણ જવાબ શોધવાની કોશિશ કરે છે. અવેંજર્સ એન્ડગેમના હૈગઓવરમાં રહેતા દર્શકોને પાછા બોલીવૂડ સુધી લાવવામાં દે દે પ્યાર દે સફળ રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment