21 જાન્યુઆરીએ 2019 વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, કરો અટલી વસ્તુઓનું દાન થઇ જશે આધી-વ્યાધીમાંથી છુટકારો…

218

૨૧ જાન્યુઆરીએ ૨૦૧૯ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થવાનું છે. જ્યોતિષીઓ અનુસાર આનો પ્રભાવ બધા માણસો પર રાશી પ્રમાણે અલગ અલગ પડશે. તેમજ વૈજ્ઞાનિકો આને સૂપ બ્લડ વૂલ્ફ મૂનનું નામ આપી રહ્યા છે. ગ્રહણ પછી દાનનું ખુબજ મહત્વ છે. માન્યતા છે કે ગ્રહણ પછી દાન કરવાથી બધા કષ્ટ દુર કરી શકાય છે. ચાલો જાણીએ કે આ ગ્રહણના ખરાબ પ્રભાવને દુર કરવા કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

જો તમે ઘણા સમયથી સંપત્તિ સંબંધિત વિવાદમાં ગુચવાયેલા છો તો ગ્રહણ પછી સૌથી પહેલા સ્નાન કરો અને પછી તલથી બનેલી મીઠાઈઓ દાન કરો. એના માટે તમે તલના લાડુ, તલ ગોળ બરફી, તલ લોટ બર્ફી અથવા તલ અને મગફળીની બર્ફી દાન કરી શકો છો.

લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા છો તો ગ્રહણ પછી સ્નાન કરો. સ્નાન પછી રસદાર મીઠાઈનું દાન કરવું જોઈએ. તમે ઈચ્છો તો રસગુલ્લા અથવા અંગુરી પેઠાનું દાન કરી શકો છો.

જો તમારા ઘરમાં હંમેશા કોઈ બીમાર રહેતું હોય અથવા ઘરનું કોઈ સદસ્ય લાંબા સમયથી બીમાર છે તો એના માટે ગ્રહણ પછી એક ઘી થી ભરેલા વાટકામાં એક ચાંદીનો ટુકડો નાખીને એમાં પોતાનો પરછાયો જોઇને દાન કરી દો.

ચંદ્ર ગ્રહણ પહેલા સવારે દરેક માણસે કીડીઓ અને માછલીઓને ભોજન કરાવવું જોઈએ. એવું કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment