21 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

76

આજના બાળકની જન્મ રાશી સવારના 10 કલાક 22 મિનીટ સુધી સિંહ (નામાક્ષર: મ, ટ) ત્યારબાદ કન્યા રાશી (નામાક્ષર: પ, ઠ, ણ)

મેષ

આજના દિવસે શેર બજારમાં ઊછળ કુદ જોવા મળે. કોઈ મુશ્કેલીનો આકસ્મિક હલ આવવાની સંભાવના. જૈન પર્યટન સ્થળ પર જવાની શક્યતા જણાય. નવજાત બાળક કે બાળકીના સ્વાસ્થ્ય બાબતે માતાને થોડી ચિંતા જોવા મળે.

વૃષભ

આજના દિવસે કોઈ સાથે વાદ વિવાદ વિખવાદથી દુર રહેવું તમારા લાભમાં રહેશે. વારસાગત જમીન મિલકતમાં તમારો હક્ક ભાગ મળવાની શક્યતા નકારી શકાય નહિ. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે સમય સાનુકુળ જોવા મળે.

મિથુન

કોઈ આકસ્મિક ઘટનાને લીધે ઘર પરિવાર કે કૌટુંબિક વાદ, વિવાદ, વિખવાદ કે મન દુ:ખનું નિરાકરણ લાવવું ખાસ જરૂરી બને. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક નાણાકીય મુશકેલી જણાય.

કર્ક

આજના દિવસે આર્થીક નાણાકીય વ્યવહાર ન કરવા વિનંતી, જે તમારા લાભમાં રહે. સામાન્ય નાની મોટી ઈજા થવાની સંભાવનાને નજર અંદાઝ કરી શકાય નહિ. આરોગ્ય બાબતે સાવધાની રાખવી હિતાવહ.

સિંહ

જમીન મકાનનો અચાનક સોદો થવાથી આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. કોઈ ધાર્મિક ક્ષેત્ર માટે કરેલા લોક ડાયરામાં જવાનું શક્ય બને. ઘરની બહારનું ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.

કન્યા

વહેવારિક કામ કાજમાં કે શુભ માંગલિક પ્રસંગમાં દિવસ પસાર થવાની શક્યતાને નકારી શકાય નહિ. નાની મોટી ઈજાઓથી તેમજ પશુઓથી સંભાળવું. મિત્રો સાથે અચાનક કોઈ યાત્રાધામની મુલાકાતે જવાનું બની શકે.

તુલા

ખર્ચાઓ વધારે થવાથી આર્થિક નાણાકીય મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહે. સ્ત્રીઓને કોઈ શુભ માંગલિક પ્રસંગમાં સક્રિય ભાગ લેવાનું શક્ય બને. કોઈ આકસ્મિક પ્રશ્નો ઉભા થવાથી યાત્રા કે પ્રવાસમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

કરેલી મહેનત સફળતા, લાભ અપાવે. આજના દિવસે આર્થિક નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. માનસિક પરિતાપ, બેચેની, કે વ્યગ્રતાને લીધે દિવસ ચિંતામાં પસાર થાય તેવું બની શકે.

ધન

કોઈ છળકપટ લેભાગુઓની મીઠી વાતોમાં આવી જવાથી આર્થીક નુકશાની આવી શકવાની સંભાવના રહેલી છે સાવચેત રહેવું. શરીર સ્વાસ્થ્ય સારું રહે. શેર સટ્ટાકીય બાબતોમાં આર્થિક લાભ જોવા મળે.

મકર

અવાર નવાર આવતી જાહેર ખબર તેમજ સૂચનાઓને નજર અંદાઝ કરશો તો આજના દિવસે સ્ત્રીઓ કોઈ ઠગ ગઠીયાઓની વાતોમાં આવી જઈ સોનાના દાગીના બાબતે ઠગાઈનો ભોગ બની શકે તેવું બને. આવક કરતા ખર્ચમાં વધારો જોવા મળે. આરોગ્ય સારું રહેવાની શક્યતા જણાય.

કુંભ

કોઈ મહત્વની બાબતમાં સમજી વિચારીને આગળ વધવું આપના હિતમાં સાબિત થાય. શિર દર્દમાં રાહત થતી જોવા મળે. ઘર પરિવાર કે કૌટુંબિક પ્રશ્નોનું વાદ વિવાદના અંતે નિરાકરણ આવતું જોવા મળે.

મીન

ધંધાકીય બાબતે ધંધાની નવી ઉજળી તકોનો લાભ લઇ શકો. પતિ પત્ની વચ્ચેના સંબંધો ઉષ્માભર્યા જોવા મળે. વડીલો કે બુઝુર્ગોના આશીર્વાદ અને સલાહ સૂચન કે માર્ગદર્શન તમારા હિતમાં રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment