2000 વર્ષોથી વિરાન પડેલું છે ભારતનું આ રહસ્યમયી ગામ, અહિયાથી રાતોરાત ગાયબ થઇ ગયા હતા 5000 લોકો…

187

આ ગામ રાજસ્થાનના જૈસલમેરથી 18 કિલોમીટર દુર છે, જેણે કુલધારા ગામના નામથી ઓળખવામાં આવે છે. અંદાજે 200 વર્ષ પહેલા કુલધરા અને તેની આસપાસના ગામ પાલીવાલ બ્રાહ્મણોથી આઝાદ થયા કરતુ હતું, પણ અહિયાં મકાનોના નામ પર ફક્ત ખંડેર અને માણસ તો છે જ નહિ.

આ ગામના વિરાણ થવા પાછળ એક રહસ્યમયી કહાની છે. જણાવવામાં આવે છે કે આ રિયાસતના દિવાન સાલેમ સિંહની નજર ગામના એક પુજારીના દીકરી પર પડી ગઈ હતી. તે તેને મેળવવા માટે બૈચેન હતો. તેને ગામવાળા સાથે કહ્યું કે તે તે છોકરી સાથે લગ્ન કરાવી દે એન જો આવું ન કર્યું તો તે ગામ પર આક્રમણ કરીને તેને ઉથલ પાથલ કરી નાખશે.

સાલેમ સિંહની ધમકી બાદ પાલીવાલ બ્રાહ્મણોના 5000 થી વધારે પરિવાર રાજ્ય છોડવાનો નિર્ણય કર્યો અને રાતો રાત ગામ ખાલી કરીને ચાલ્યા ગયા. હવે તે ક્યાં ગયા, કેવી રીતે ગયા, તે આજ સુધી કોઈને ખબર પણ પડી શકી નથી.

જણાવવામાં આવે છે કે પાલીવાલ બ્રાહ્મણોએ ગામ છોડતી વખતે એ શ્રાપ પણ આપી દીધો કે આ જગ્યા ક્યારેય પણ આબાદ નહિ થાય. ત્યારથી આ ગામ વિરાન પડ્યું છે. હા પરંતુ ઘણા લોકોએ વસવાટ કરવાનો પ્રયત્ન પણ  કર્યો, પણ તે અસફળ રહ્યા.

ગામ ખાલી કરવા પાછળની એક બીજી કહાની પ્રચલિત છે. માનવામાં આવે છે કે સાલેમ સિંહે બ્રાહ્મણોના કર અને લગાનમાં એટલો વધારો કરી દીધો કે તેની ખેતી કરવી અથવા વેપાર કરવો ખુબ જ મુશ્કેલ થઇ ગયું હતું અને તેથી ગામ ખાલી કરીને ચાલ્યા ગયા.

લોકોનું માનવું છે કે હવે આ ગામ આત્માઓની તાકતોથી ઘેરાયેલો છે, જે અહિયા હરવા ફરવા આવતા લોકોને પોતાની હયાતગીનો અહેસાસ કરાવે છે. આ જ કારણ છે કે અહિયાં રાત હોય કે દિવસ, દિવસમાં પણ લોકો અહિયાં આવતા ડરે છે.

કુલધારા વિશે એ પણ કહેવામાં આવે છે કે અહિયાં પાલીવાવ બ્રાહ્મણો દ્વારા છુપાવવામાં આવેલા ખુબ કિંમતી ખજાનાઓ પણ છે, જેણે તે જતી વખતે છોડી ગયા હતા.

ખજાનાઓની શોધ માટે ઘણા લોકો અહિયાં આવ્યા હતા અને જગ્યાએ જગ્યાએ ખોદકામ શરુ કરી હતી, પણ તેના હાથે કઈ લાગ્યું ન હતું. હા પરંતુ હવે આ ગામ પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં છે. દિવસે અહિયાં પર્યટકો ફરવા માટે આવતા રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment