20 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

198

આજના બાળકની જન્મ રાશી મકર (નામાક્ષર: ખ, જ)

મેષ

આજના દિવસે કોઈપણ બાબતમાં મહત્વના નિર્ણય લેવામાં જરાપણ ઉતાવળ ન કરવી. સમાજમાં માન સન્માનમાં વધારો થાય. તમારી ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય. તમારા જીવનમાં પ્રગતી થવાની ઉજળી તકો સામેથી આવતી જોવા મળે.

વૃષભ

આકસ્મિક ખર્ચ ખરીદીમાં વધારો થતા આર્થિક નાણાકીય મુશ્કેલી ઉભી થવાની શક્યતાને નકારી શકાય નહિ. વારસાગત મિલકતોની ભાગ બટાઈમાં ભાઈઓ સાથે વહેવાર તૂટવાનો પ્રસંગ ઉભો થઇ શકે છે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી.

મિથુન

સંસ્થાકીય કામ અંગે બહારગામ જવાનું શક્ય બને. કૌટુંબિક કજિયા કંકાસથી દુર રહેવું. નાની નાની ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ. સંયુક્ત પરિવારમાં અમુક બાબતોમાં મતભેદ ઉભા થવાથી શાબ્દિક ટકરાવ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

બેન્કિંગને લગતા કામકાજમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી જણાય. બીજા કોઈના કામ સબબ આકસ્મિક દોડધામ વધી જાય. માનસિક બેચેની ચિંતા જોવા મળે. અચાનક કોઈ ગંભીર બીમારીનું નિદાન થતા માનસિક ચિંતા વધે તેવું બની શકે.

સિંહ

આજના દિવસે વિચારની સભાનતા સાથે થોડીક કાળજી રાખી વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. આજના દિવસે ઘર પરિવાર કે કૌટુંબિક પ્રશ્ને મનમાં ચિંતા ઉચાટ બેચેની જોવા મળે. દામ્પત્ય જીવનમાં મનભેદ નહિ પણ મતભેદ જોવા મળે.

કન્યા

તમારા દરેક કાર્યક્ષેત્રમાં તમારા પત્ની સંતાનનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે. વધારાની આવકના સ્ત્રોતથી આવકમાં વધારો થતા નાણાકીય તંગી હળવી થતી જોવા મળે. આજના દિવસે કોઇપણ સાથે વાદ વિવાદ કે વિખવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

તુલા

આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જોવા મળે. આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે ધારણા મુજબના મહત્વના કાર્યો થવાથી આનંદમાં વધારા સાથે જીવનમાં પ્રગતી જોવા મળે.

વૃશ્ચિક

નોકરી કે ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું શક્ય બને. શરીર સ્વાસ્થ્ય સારું રાખવ માટે યોગ, પ્રાણાયમ, એકસરસાઈઝ વગેરે કરવા તમારા લાભમાં રહે. નાની નાની વાતોમાં ગુસ્સે ન થવું આપના હિતમાં જણાય. કોઈ યાત્રાધામના સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને.

ધન

તમારા કામકાજના કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તન આવવાની શક્યતા નકારી શકાય નહિ. એકસપોર્ટના ધંધામાં સારું રહેવા સંભવ. અંગત જીવનના પ્રશ્ને માનસિક બેચેની વ્યગ્રતા ચિંતા રહે. આજના દિવસે થોડીક આર્થિક તંગી નાણાભીડજોવા મળે.

મકર

કોર્ટ કચેરીને લગતા કામકાજ અંગે દોડધામ વધી જાય, આર્થિક ખર્ચમાં વધારો થાય. જુનાકે નવા ધંધાકીય બાબતે મીટીંગનું આયોજન થાય,ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગનો વધારો થવાથી કે અન્ય કોઈ કારણોસર આવકમાં ઘટાડો જોવા મળે.

કુંભ

આવકના સાધનના સ્ત્રોતમાં બદલાવ આવવાથી આગળ જતા પ્રગતી સાધી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જોવા મળે. તમારી પ્રગતીની ઈર્ષાથી તમારા હિત શત્રુઓ તમારી પીઠ પાછળ મેલી રમત રમતા જોવા મળે.

મીન

શેર બજરની રૂખ જોઈ શેર સટ્ટાકીય પ્રવૃત્તિ કરવી આપના હિતમાં રહે. ઋતુ બદલાવની અસર તમારા શરીરના સ્વાસ્થ્ય પર જોવા મળે. ધંધાકીય બાબતે સામેથી આવેલી તકનો ભરપૂર લાભ ઉઠાવવો. કરેલી મહેનતનું ફળ જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment