20 જાન્યુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

67

આજના બાળકની જન્મ રાશી રાત્રીના ૧૨ કલાક અને ૦૩ મિનીટ સુધી મિથુન (નામાંક્ષર : ક, છ, ઘ) ત્યારબાદ કર્ક (નામાંક્ષર : ડ, હ)

મેષ

આવકના સ્તોત્રમાં વધારો થઇ શકે છે. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે.

વૃષભ

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. તમારા કાર્યમાં નવી તકો ઉભી થવાની શક્યતા. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય.

મિથુન

ભૌતિક સુખ સુવિધામાં ખાસ્સો વધારો થઇ શકે છે. ઋતુગત બીમારી સામે આરોગ્ય કે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી ખાસ જરૂરી.આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહિ.

કર્ક

આજના દિવસે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. વેપાર અર્થે કરેલ પ્રવાસનું સારું ફળ મળી શકે છે. શારીરિક માનસિક કે આર્થિક ચિંતા હળવી બને.

સિંહ

લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય પાત્ર જીવનસાથી તરીકે પસંદગી થઇ શકે છે. કોઇપણ કાર્ય ક્ષેત્રમાં વડીલોનાં આશીર્વાદ અને માર્ગદર્શન તમારા લાભમાં રહેશે. આકસ્મિક ખર્ચ થવાની શક્યતા નકારી શકાય નહિ.

કન્યા

સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા અને જવાબદારીમાં વધારો થવાની શક્યતા જણાય છે. આકસ્મિક ધન લાભના યોગ છે. ચિંતા હળવી થાય.

તુલા

જમીન મકાન તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહિ. રોકાયેલા કે અટવાયેલા નાણા પાછા મળવાની શક્યતા રહેલી છે.

વૃશ્ચિક

સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય. દિવસ આનંદથી પસાર થાય.

ધન

આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થાય. સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા અને જવાબદારીમાં વધારો થવાની શક્યતા. માનસિક ચિંતામાં ઘટાડો થાય.

મકર

તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો સામેથી મળવાની સંભાવના નકારી શકાય નહિ. આર્થિક મુશ્કેલીઓ દુર થઇ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. ઋતુગત બીમારીની  આરોગ્ય પર અસર થાય.

કુંભ

લાંબા ગાળાનું કરેલું રોકાણ તમને લાભ અપાવી શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. માંગલિક શુભ કાર્યોમાં ભાગ લેવાનું થાય. ઋતુગત બીમારીથી સંભાળીને રહેવું હિતાવહ છે.

મીન

સ્થાવર જંગમ મિલકતોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જુના મિત્રો સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્ય બને. આજનો દિવસ આનંદથી પસાર થાય. તમારા ધંધાના કાર્યક્ષેત્રમાં નવી તકો સામેથી આવી મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment