20 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

24

આજના બાળકની જન્મ રાશી સિંહ (નામાક્ષર: મ, ટ)

મેષ

સ્થાવર જંગમ મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જમીનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આકસ્મિક પ્રવાસમાં જવાનું શક્ય બને તેવી સંભાવના.

વૃષભ

ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. વ્યાપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. કોર્ટ કચેરીને લગતા કામ કાજમાં ધીરજ અને શાંતિ રાખવી. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહે.

મિથુન

મનની બેચેની, ચિંતા કે વ્યગ્ર્તાને લીધે કામમાં ચિત્ત લાગે નહિ. આકસ્મિક કોઈ દુ:ખદ સમાચાર સાંભળવા મળે તેવી શક્યતાને નકારી શકાય નહિ. આજના દિવસે બહારના ખર્ચાઓ પર કંટ્રોલ રાખવો તમારા લાભમાં રહેશે.

કર્ક

આજનો દિવસ તમારા માટે ખુબજ ફળદાઈ અને લાભ કરતા જણાય. ભાઈઓ કે કૌટુંબિક સાથેના વાદ વિવાદનો ઉકેલ આવવાની શક્યતા રહેલી છે. શરીરના આરોગ્ય બાબતે સાવધાની રાખવી ખાસ જરૂરી છે.

સિંહ

આમદાનીઅઠ્ઠન્ની ખર્ચા રૂપૈયાની નોબત ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. આકસ્મિક કોઈ એવી ઘટના બનવાની શક્યતા કે જેથી તમારા ભાગ્યની દિશા બદલાય. પુત્ર પૌત્રાદિકના લગ્ન સંબંધી ચિંતા રહે.

કન્યા

સામાજિ જવાબદારીમાં તેમજ પદ પ્રતીષ્ઠામાં વધારો સાથાવાથી  છુપા હિત સત્રુઓની ઈર્ષાથી સાવધાન રહેવું. સામાન્ય નજીવી બાબતમાં ગૃહ કલેશ થતો જોવા મળે. શેર બજારમાં ભૂકંપ આવવાની શક્યતા જણાય, જેથી શેર સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવીતમારા હિતમાં રહે.

તુલા

આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી ગામ કે શહેરની બહાર જવાનું ટાળવું તમારા હિતમાં રહેશે. જમીન મકાનની લે વેચથી આવકમાં સારો વધારો જોવા મળે. ઘર પરિવાર માટે સમય આપવો ફરજીયાત બને.

વૃશ્ચિક

કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. સીઝનલ ધંધાર્થીઓને આજના દિવસે ઘરાકી સામાન્ય રહે. શરીર સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહેવા સંભવ. મોસાળ પક્ષ તરફથી નાણાકીય મદદ મળીરહેવાની શક્યતા નકારી શકાય નહિ.

ધન

નોકરીયાત વર્ગને સ્થળાંતર થઇ શકે છે. અચાનક કોઈ એવાસંજોગો ઉભા થાય કે જેથી તમારી લાઈફની દશા અને દિશા બંને બદલાય જાય, જેલાભમાં રહે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને ટૂંક સમયમાં સારું પરિણામ જોવા મળે.

મકર

બેકાર યુવક, યુવતી, પુરુષ કે મહિલાઓને નોકરીની સારી તકો મળીરહેવાની શક્યતાને નકારી શકાય નહિ. ઘરમાં નાની નાની વાતોમાં પણ વાતાવરણ તંગ થાય તેવું બની શકે.

કુંભ

આર્થિક નાણાકીય સ્થિતિ સારી થતી જોવા મળે. ધંધાકીય ક્ષેત્રે નવા રોકાણ થાય. ઋતુગત બીમારી થવાની શક્યતાને નકારી શકાય નહિ. ફાજલ મુડીને ધંધામાં રોકી શકવાથી લાભ જણાય.

મીન

બીજાઓ માટે દવાખાનામાં કે હોસ્પીટલમાં દોડધામ વધી જાય. તમારા શરીરના સ્વાસ્થ્ય બાબતે સાવધાની વર્તવી તમારા હિતમાં જોવા મળે. માનસિક બેચેની, વ્યગ્રતા, ઉદ્વેગ કે ચિંતાને લીધે દિવસ સારી રીતે પસાર ન થાય તેવું બની શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment