20 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

15

આજના બાળકની જન્મ રાશી વૃશ્ચિક (નામાક્ષર: ન,ય)

મેષ

આજના દિવસે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો.કોર્ટ કચેરીના કામમાં વિલંબ થવાની શક્યતા જણાય, ઉતાવળ કરવી આપના હિતમાં નથી. વિચારોમાં ગડમથલ ચાલ્યા કરે. કઈ નક્કી ન કરી શકો તેવી સ્થિતિ ઉભી થાય. ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા.

વૃષભ

પ્રવાસમાં કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત ભવિષ્યમાં લાભ અપાવે તેવું બની શકે. આજના દિવસે દિવસ દરમ્યાન કોઇપણ સમયે પીળી વસ્તુ જેમ કે ચણાની દાળની કોઇપણ વાનગી ખાવી તમારા માટે લાભદાયક રહેશે. તમારા હાથે કોઈ ધાર્મિક કાર્ય કે શુભ કાર્ય થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

ઉતાવળમાં લીધેલો નિર્ણય આજના દિવસ માટે તમારા માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. નોકરિયાત વર્ગને બહાર જવાનું શક્ય બને. ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ ધંધા અર્થે કરેલો પ્રવાસ આર્થિક લાભ અપાવે. ઘર કૌટુંબિક પરિવાર માટે આજના દિવસે કામમાં વ્યસ્તતા અનુભવો.

કર્ક

નોકરી કે ધંધાના કામમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા રહેલી છે. ધંધામાં લાભ થવાની શક્યતાને નકારી શકાય નહિ. સંતાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે જેથી ચિંતા હળવી બને. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવન સાથી ની પસંદગી શક્ય બને.

સિંહ

આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા નકારી શકાય નહિ. લોહીના સંબંધે તથા સગા સંબંધીઓ સાથે આકસ્મિક મુલાકાત નકારી શકાય નહી. સીઝનલ ધંધામાં આવકમાં વધારો થઇ શકે. આજના દિવસે દરેક બાબતમાં સાવધાની વરતવી ખાસ જરૂરી છે.

કન્યા

એન.આર.આઈ. લોકો માટે કોઇપણ કામ કાજમાટે આજનો દિવસ શુભ છે. શેરસટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. પરદેશના કામમાં સાનુકુળતા જણાય. રોજગારીની નવી તકો મળી શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત સંભવી શકે. જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવી  શકે છે. નોકરિયાત વર્ગને સહ કાર્યકરનો યોગ્ય સાથ સહકાર મળી રહે.

તુલા

આજના દિવસે કોઈની સાથે આર્થીક નાણાકીય વ્યવહાર કે લેવડ દેવડની બાબતમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. પત્નીની બાબતમાં માનસિક ચિંતા અનુભવો. આજના દિવસે કન્યા રાશિના નોકરી કરતા લોકોને કે ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને પોતાના કાર્યક્ષેત્રમાં મુશ્કેલી જણાય. આજના દિવસે તમારા ધાર્યા મુજબનું કામ થઇ શકે નહિ.

વૃશ્ચિક

આજના દિવસે એકાગ્રતા જાળવી રાખવી. નોકરી કે ધંધાના કાર્યક્ષેત્રમાં વાતાવરણ સાનુકુળ રહે. આરોગ્ય બાબતે ચિંતા કરવાની જરૂર જણાતી નથી. કોર્ટ કચેરીને લગતા કામ કાજમાં વાણી વિલાસ પર સંયમ રાખવો હિતાવહ છે. આમ છતાં તમે તમારો અનુભવ અને આવડતથી કોઇપણ કામનું નિરાકરણ લાવી શકો.

ધન

નોકરી ધંધામાં કાનૂની વાદ-વિવાદથી સંભાળવું. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. જમીન મકાનના કામમાં સાનુકુળતા રહેવા સંભવ. વાહનની લે વેચમાં લાભ થવાની શક્યતા. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. રોજીંદા કામમાં વ્યસ્ત રહેવાની શક્યતા.

મકર

માનસિક વ્યગ્રતા રહે. નાની નાની ઈજાઓથી બચવું. માનસિક પરિતાપ રહેવા છતાં તમે તમારા કામ કાજમાં વ્યસ્ત રહી શકો. વેપાર અર્થે કરેલો પ્રવાસ નિરર્થક જાય નહિ. કોઇપણ કામમાં વિચાર ભેદ થવાથી મુશ્કેલી કે અસમંજસતાના કારણે કામમાં રૂકાવટ આવવાની શક્યતા રહેલી છે. નોકરીમાં બઢતી મળવાની શક્યતા રહેલી જણાય.

કુંભ

કોઈ પર અનાયાસે ગુસ્સો આવી જાય તેવું બની શકે. તમારા કોઇપણ કાર્યક્ષેત્રમાં તમારા ધાર્યા પ્રમાણેનું કામ કરવામાં વાતાવરણ સાનુકુળ રહે. જાહેર સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો તેવું બની શકે. આકસ્મિક ધન લાભની શક્યતાને નકારી શકાય નહિ.

મીન

આજના દિવસે આર્થિક નાણાકીય વ્યવહાર કે લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવાની જરૂર જણાય. વારસાગત મિલકતોના પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા જણાય. વાહન સંભાળીને ચલાવવું આપના હિતમાં રહેલું છે. આજના દિવસે માનસિક શાંતિ જાળવવી. આજના દિવસે તમારા આરોગ્ય બાબતે ખાસ સંભાળવુ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment