2 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

24

આજના બાળકની જન્મ રાશી બપોરના 12 કલાક 47 મિનીટ સુધી ધન રાશી (નામાક્ષર: ધ, ભ, ફ, ઢ) ત્યારબાદ મકર રાશી (નામાક્ષર: ખ, જ)

મેષ

ઘરમાં જગડાનું વાતાવરણ રહેશે તો લક્ષ્મીજીની કૃપા ઘટતી જશે. આજે શનિવારે હનુમાનજીને સફેદ આકડાની માળા અને તેલમાં અડદ અને ગોળ નાખી ચડાવવું. કાકા ભત્રીજાઓ સાથે કજીયો કંકાસ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃષભ

વાહન ચલાવીને કે વાહનમાં બેસીને આજના દિવસે મુસાફરી નકરવી આપના હિતમાં સાબિત થાય. હનુમાનજીનું સ્મરણ કરવું. નવા મકાનની ખરીદીની શક્યતાનેનકારી શકાય નહિ.

મિથુન

શુભ માંગલિક પ્રસંગમાં આપની હાજરી વિશિષ્ટ બની રહે. ધંધાકીય બાબતે અટકેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય. આર્થિક મુશ્કેલીઓ દુર થતી જોવા મળે.

કર્ક

આજના દિવસે હનુમાનજીને સફેદ આકડાની માળા અને તેલમાં અડદ, ગોળ અને મરીના 7 દાણા નાખી આ તેલ ચડાવવું. નાણાકીય મુશ્કેલી અને માનસિક બેચેની દુર થતી જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે.

સિંહ

પૂત્ર પૌત્રાદિક માટે મનપસંદ વાહનની ખરીદી થઇ શકે. નાણાકીય રોકાણનો લાભ જોવા મળે. રાજકીય ક્ષેત્રે સંબંધો વધવાથી છુપા હિત સત્રુઓથી સાવચેત રહેવું તમારા લાભમાં રહે.

કન્યા

હાર્ટ તેમજ ડાયાબિટીસના દર્દીઓએ શરીર સ્વાસ્થ્ય બાબતે બેફિકર રહેવું નહિ અન્યથા શરીરમાં ભાંગ તૂટ થવાની શક્યતાને નકારી શકાય નહિ. આકસ્મિક કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને.

તુલા

આજના દિવસે દેવાધિદેવ મહાદેવના મંદિરે જઈ ભોળાનાથના અને હનુમાનજીના દર્શન કરવા. ચણાની દાળની વાનગીનો સવારના આહારમાં ઉપયોગ કરવો. નોકરીયાત વર્ગને તેમના બોસનો સારો સાથ સહકાર મળી રહે.

વૃશ્ચિક

કોઈ ઉચી જગ્યાએથી સંતુલન ગુમાવતા નાની મોટી ઈજાઓ થવાની શક્યતા જોવા મળે. ઘરનું વાતાવરણ અસ્થિર જણાતા માનસિક શાંતિ રાખવી તમારા હિતમાં સાબિત થાય.

ધન

દેશની રાજકીય સ્થિતિ જોતા શેર બજારમાં તેજી આવવાથી શેરમાં કરેલું રોકાણ આર્થિક લાભ અપાવે. સોનાની ખરીદી શક્ય બને. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી હિતાવહ.

મકર

સગા સંબંધી તરફથી નાણાકીય મદદ મળતા આર્થિક મુશ્કેલીઓ હળવી થતી જોવા મળે. ખેતી લાયક જમીનની ખરીદીમાં આકસ્મિક અડચણો ઉભી થાય પણ પછીથી નિરાકણ થતું જોવા મળે.

કુંભ

કોઈ પાર્ટી પ્લોટ લાયક જમીનનો સોદો થવાની શક્યતાને નકારી શકાય નહિ. ભાગ્યોદયની ઉજળી તકો જોવા મળે છે. ઇલેક્ટ્રિક અકસ્માતથી ખાસ સંભાળવું. નાની શારીરિક ઈજાઓ થવાની શક્યતા જોવા મળે.

મીન

કોઈ નવા કે જુના ધંધાકીય બાબતે પ્રગતી જોવા મળે. બહારગામ જવાનું શક્ય બને. આજના દિવસે આર્થિક નાણાભીડ રહે. પતિ બાબતે શારીરિક ચિંતાઓ હલાવી થતી જોવા મળે. દિવસ આનંદથી પસાર થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment