2 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

53

આજના બાળકની જન્મ રાશી કુંભ (નામાક્ષર: ગ, સ, શ, ષ)

આજનું ચિંતન: જન્મનો પાપ કર્તરીનો અને ક્ષીણ ચંદ્ર ફળ આપતો નથી

મેષ

શેરસટ્ટાની લેતી દેતીમાં જરા પણ ઉતાવળ ન કરવી. લગ્ન જીવનમાં અને ઘર પરિવાર સાથે ગેર સમજો ઉભી થવાની શક્યતાને નકારી શકાય નહિ. લગ્નેત્તર કે અનૈતિક સંબંધો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારો હરીફ વર્ગ તમારી સફળતાથી બેચેની દુ:ખનો અનુભવ કરે.

વૃષભ

નવા વાહનની ખરીદી બાબતે વિચાર વિમર્શ કરીનિર્ણય લેવો. કોઇપણ નવી ખરીદીના યોગ જણાય પણ ખરીદીમાં સાવધાની રાખવી તમારા લાભમાં રહે. ઘર પરિવાર સાથે આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. ઉછીના આપેલા પૈસા બાબતે વાદ વિવાદ કે તકરાર થાય તેવું બનવાની શક્યતા રહે.

મિથુન

નોકરિયાત વર્ગને વધારાની નવી જવાબદારી આવવાની શક્યતા જણાય. જમીન મકાન કે અન્ય કોઈ મિલકત ખરીદી બાબતે વડીલોની તથા જાણકારોની સલાહ લેવી. જરૂરિયાત કરતા વધુ ખર્ચ થવાથી આર્થિક નાણાકીય મુશ્કેલી ઉભી થાય.

કર્ક

વ્યાજે કે ઉછીના પૈસા લઇ કરજ ન કરવું તમારા હિતમાં રહે. આજના દિવસે તમારા રૂટીન કામ ઉપરાંત અનાયાસે વધારાના કોઈ કામ કરવા પડે તેવું બની શકે છે.

સિંહ

ભાગીદારીના ધંધામાં લાભ જોવા મળે.તમારા ધંધામાં હરીફોનો વધારો થાય પણ તેમને સફળતા ના મળે તેવું બની શકે. વેપાર ધંધામાં સતત ફેરફારને કારણે મન બેચેની વ્યગ્રતા ચિંતા અનુભવે તેવું બની શકે.

કન્યા

ફાઈનાન્શીયલ સ્થિતિ મજબુત થતી જોવા મળે. આજના દિવસે તમે અંદરથી ઊર્જા અને ઉત્સાહનો અનુભવ કરો તેવું જોવા મળે.

તુલા

આવકનું પ્રમાણ જળવાઈ રહે. ખોટા ખર્ચાઓમાં ઘટાડો જોવા મળે. તમારી આંતરિક મનોકામના ઈચ્છા પૂર્ણ થતી હોય તેવું જોવા મળે. આળસ અને કંટાળો છોડીને સ્ફૂર્તિ સાથે તમે જે મહેનત કરો છો તે સતત જાળવી રાખવી તમારા લાભમાં સાબિત થાય. આકસ્મિક ધન લાભ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

કોઈ અલૌકિક દિવ્ય શક્તિ તમને અકસ્માતથી બચાવે તેવું જોવા મળે. પ્રતિકુળ વાતાવરણમાં પણ આત્મ વિશ્વાસ જાળવી રાખવો તમારા હિતમાં સાબિત થાય.

ધન

તમારા ધંધા રોજગારમાં તમારી પત્નીથી લાભ જણાય. રોકાયેલા હે ફસાયેલા નાણાપરત મળવાની પ્રબળ શક્યતાને નકારી શકાય નહિ. ઉદાસીન વૃતિ અને શંકાની ભ્હાવના તમારા મનને બેચેન બનાવી શકે છે.

મકર

પત્ની સાથે પ્રેમ લાગણીમાં બંને પક્ષે વધારો જોવા મળે.વગર વિચાર્યે ક્રોધમાં આવી જઈ કોઈ મહત્વના નિર્ણયો ન લેવા તમારા લાભમાં રહે. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે બહારગામ જવાનું મુલતવી રાખવું.

કુંભ

રાજકીય ક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. કરોડ રજ્જુની કમરની કે પગના દુ:ખાવાની ફરીયાદ રહે તેવું બની શકે.

મીન

હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થતું જોવા મળે. વારસાગત મિલકતના અટવાયેલા પ્રશ્નોમાં પ્રગતી જોવા મળે. કામ કાજના દબાણ વચ્ચે પણ તમે કોઇપણ જાતની ચિંતા વગર કાર્ય કરી શકો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment