2.75 કરોડની કાર પર છોકરીએ દિલ ખોલીને લખી ગાળો, બેટ મારીને ગુસ્સો કાઢ્યો, ચલો જાણીએ શું છે હકીકત….

30

ખબર નહિ, તે છોકરીનું દિલ કેટલું કઠોર હશે જેણે આ કીમતી અને ચળકાટ ધરાવતી કાર સાથે આવું કર્યું. આવી સ્થિતિ તો કોઈ દુશ્મનની કાર સાથે પણ ના કરે, અને તે પણ જયારે કાર મર્સીડીજ-બેંજ એએમજી કૂપ હોય જેવી કીમત ૨ કરોડ ૭૫ લાખ રૂપિયા હોય. પરંતુ શું ખબર તે છોકરીને શું વિચાર આવ્યો કે જેણે આ લકજરી કારની આવી સ્થિતિ કરી નાખી.

કારના માલિકે તેને ઘરની નીચે પાર્ક કરી હતી. બપોરના સમયે એક છોકરી, જેની ઉંમર ૨૦ વર્ષની આસપાસ જણાવામાં આવે છે, તેણે આ કારની બાજુમાં પોતાની કાર ઉભી રાખી. ઘટના નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું કે જયારે તે કારમાંથી ઉતરી તો તેના હાથમાં એક સ્પ્રે પેંટનું કેન હતું.

છોકરીએ સ્પ્રે પેંટથી કાર પર દગાબાજ અને ઘણા અશ્લીલ શબ્દો લખ્યા. પછી ઘણી જગ્યાએ કાળા રંગથી રંગી નાખ્યું. એટલાથી પણ શાંતિ ન થઇ તો તેણે બેસબોલનું બેટ લીધું અને કાચ તોડી નાખ્યા. ‘ડેલી મેલ’ ની રીપોર્ટ મુજબ કારનો માલિક એડીલેડનો સ્થાનીય વ્યવસાયી છે અને તેણે થોડા દિવસો પહેલા જ કાર લીધી હતી.

જણાવામાં આવે છે કે કારનો માલિક છોકરીનો બોયફ્રેન્ડ હતો. પરંતુ કોઈ કારણોસર બંનેનું બ્રેકઅપ થઇ ગયું. છોકરીએ કાર પર જે શબ્દો લખ્યા, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે છોકરાએ છોકરીને દગો દીધો હતો જેનાથી નારાજ થઈને છોકરીએ તેની આટલી મોંઘી કારનો કચરો કરી નાખ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment