19 વર્ષના ભારતીય વિદ્યાર્થીએ વોટ્સએપમાં શોધી એરર, ફેસબુકએ કર્યા સન્માનિત…

22

કેરળના રહેવાસી અનંતકુષ્ણાના નામને ફેસબુકના થેક્સ લીસ્ટમાં ૮૦માં નંબર પર સ્થાન મળવા જઈ રહ્યું છે. હકીકતમાં થોડા દિવસો પહેલા વોટ્સઅપમાં એક ખતરનાક એરર આવી ગઈ હતી, જે યુઝરના મોબાઈલ ફોનની ઘણી ફાઈલોને પોતાની રીતે જ ડીલીટ કરી નાખતી હતી. અનંતકુષ્ણાએ એ એરરની ઓળખ કરી ફેસબુકને એની જાણકારી આપી હતી. બીટેકના સ્ટુડન્ટ અનંતકુષ્ણાની ઉંમર ૧૯ વર્ષ છે. સાથે જ એ એથિકલ હૈકિંગ ઉપર રીસર્ચ પણ કરી રહ્યા છે. તેઓ કેરળ પોલીસની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેંટર’ કેરળ પોલીસ સાઈબરડોમ માટે પણ કામ કરે છે. અનંતકૃષ્ણા અલપ્પુઝાના રહેવાસી છે.

અનંતકૃષ્ણાએ ન માત્ર ફેસબુકને વોટ્સઅપમાં આવેલ એરર વિશે જણાવ્યું, પરંતુ એની સાથે જ સમસ્યાનું સમાધાન પણ જણાવ્યું. અનંતકૃષ્ણા જણાવે છે કે ગયા બે મહિનાઓથી એ આ એરરને ઓબઝર્વ કરી રહ્યા હતા. હવે ફેસબુક એમને સન્માનિત કરશે અને સાથે જ હોલ ઓફ ફેમમાં જગ્યા પણ દેશે.

એના સિવાય  અનંતકૃષ્ણાને ફેસબુકએ ૫૦૦ ડોલર એટલે કે લગભગ ૩૪ હજાર રૂપિયા કેશ એવોર્ડ પણ આપવાનો વાયદો પણ કર્યો છે. ફેસબુક એની પહેલા પણ પોતાની એપ્લીકેશનમાં ગંભીર સમસ્યાઓની ઓળખ કરવા પર લોકોને સન્માનિત કરતું આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment