એક ઈંડાએ 19 વર્ષના છોકરાને બનાવી દીધો કરોડપતિ, જાણો કેવી રીતે…

43

અત્યારે મોબાઈલ અને ટીવીની દુનિયાએ લોકોના વિચાર,જીવન,રહેણીકરણી બધું જ બદલી નાખ્યું છે. વિશ્વને પોતાની મુઠ્ઠીમાં લઇ લીધું છે. દુનિયાને આંગળીના ટેરવે રમાડે છે. સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કરો અને નસીબનું ચક્ર ઘુમવા માંડે છે. મોબાઈલ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં રહેલ નારદજી છે. અને તેમની “ચોટલી” એ ડીશ એન્ટેના છે. જેમ નારાયણ નારાયણ બોલતાઅને સિતાર વાદન કરતા કરતા એક લોકમાંથી બીજા લોકમાં પહોંચી જતા આપણું સિતાર મોબાઈલ છે. આ મોબાઈલ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર કે એક દેશથી બીજા દેશફક્ત આંગળીનો ટચ કરવાથી પહોંચી જવાય છે. આ છે મોબાઈલનો કમાલ.

ટીવી સ્ટાર કાઈલી જેનરનું નામ તો આપ દરેકે સાંભળ્યું જ હશે. આ ટીવી સ્ટાર કાઈલી જેનર પાસે ઈંસ્ટાગ્રામની સૌથી વધુ લાઈક કરતો ફોટો છે. જેને વિશ્વ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ટીવી સ્ટારકાઈલી જેનર કરતા પણ વધુ લાઈક મેળવનાર એક સામાન્ય કક્ષાનો છોકરો રાતો રાત વધુ લાઈક મેળવીને ફેમસ થઇ ગયો છે.

હાલમાં જ આ છોકરાએ સોશિયલ મીડિયા પર એક ઇંડાનો ફોટો અપલોડ કર્યો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના દ્વારા ઇંડાનો અપલોડ કરેલો ફોટો એટલો વાયરલ થયો કે આ ફોટાએ કાઈલી જેનરના 18 મીલીયન લાઈકના રેકોર્ડને પણ પાર કરી દીધો. મુખ્ય વાત એ છે કે ફક્તઆ એક ઇંડાના એક જ ફોટાને 49 મીલીયનથી પણ વધારે લાઈક્સ મળી ચુકી છે. અને હજી પણ તેને લાઈક મળવાનું ચાલુ જ છે.

4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર આઇંડાનો ફોટો અપલોડ કર્યો તે પોસ્ટને એક નવો જ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ છોકરાનું નામ ઇશાન છે. અને તે માત્ર 19 વર્ષનો છે. સોશિયલ મીડિયાના સુત્રોના કહેવા મુજબઆ છોકરા ઇશાન સાથે પણ વાત થઇ તો ઈશાને હહ્યું કે મારું એક માત્ર લક્ષ્ય હતું કે આ ઈંડાના અપલોડ કરેલા ફોટાને સોશિયલ મીડિયામાં વિશ્વ રેકોર્ડ લાઈકમાં સામેલ કરવું, અને જુઓ મેં મારું આ ધ્યેયપ્રાપ્ત કરી લીધું છે.

ટીવી સ્ટાર કાઈલી જેનર એક ખુબજ જાણીતું નામ છે. જે યુવાન લોકોની જીભ પર હંમેશા રહેલું હોય છે. આ કાઈલી જેનારે માત્ર 21 વર્ષની ઉમરમાં સોશિયલ મીડિયા પર 18 મીલીયન લાઇક મેળવીને તેમણે પોતાનું નામ આખા વિશ્વમાં જાણીતું કરી દીધું હતું. કાઈલી જેનારે ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એક ન્યુ બોર્ન બેબીની સાથે હતો.

આ ફોટા એ માત્ર ટૂંકા સમયમાં 1.8 કરોડ લાઈક્સ મેળવી લઈને પોતાનું નામ વિશ્વ રેકોર્ડમાં નોંધાવી દીધું હતું. તમને એક વાત જણાવી દઈએ કે ઈંસ્ટાગ્રામ પર ટીવી સ્ટાર કાઈલી જેનરના માત્ર 12.38 ફોલોઅર્સ છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment