૨૧ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

61

આજના બાળકની જન્મ રાશી કર્ક (નામાંક્ષર: ડ,હ)

મેષ

એકમનો ક્ષય છે જેથી મન ઉચાટ રહે વ્યગ્રતા અનુભવો જેથી માનસિક શાંતિ જાળવી રાખવી આવશ્યક છે. એકંદરે આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નોકરિયાત વર્ગને તેમજ ધંધો કરતી વ્યક્તિને થોડી ચિંતા રહે. ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ.

વૃષભ

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી તમારા ફાયદામાં રહેશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ નવા કાર્યો થવાના યોગ. નોકરી ધંધાનું કામ સરળતાથી થાય.અટકેલા કાર્યો પૂરા થઇ શકે.વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા જણાય.

મિથુન

જમીન મકાન કે વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા.આજના દિવસે તમને કુટુંબ ઘર પરિવારની ચિંતા રહે. નોકરિયાત વર્ગને તેમજ ધંધો કરતી વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં મન લાગે નહિ, ચિંતા રહે. સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

આજના દિવસે મનથી શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખવી. માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બને. આકસ્મિક કોઈ તકલીફ સમસ્યા કે મુશ્કેલી ઉભી થાય. આમ છતાં આકસ્મિક ધન લાભના યોગ.

સિંહ

આજના દિવસે આપ કોઇપણ બંધનમાં ન હોવા છતાં તમે બંધનયુક્ત પરિસ્થિતિમાં હો તેમ અટવાયેલા રહો. નોકરી ધંધાના કામમાં ખાસ સાવચેતી રાખવી. કોર્ટકચેરી તેમજ કાનૂની પ્રશ્નોમાં સાવધાની વર્તવી.

કન્યા

આજનો દિવસ નોકરિયાત વર્ગને તેમજ ધંધો કરતી વ્યક્તિને તેમના કાર્ય ક્ષેત્રમાં તેમજ અન્ય કામ કાજમાં સાનુકુળ રહે. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓને આવકમાં વધારો થવાની શક્યતા. વધારાનું કોઈ સારું કાર્ય થવાની શક્યતાને નકારી શકાય નહિ.

તુલા

આજનો દિવસ આપના માટે શુભ છે. આપના હાથે કોઈ શુભ ધાર્મિક કાર્ય થવાની શક્યતા રહેલી છે. આમ છતાં નોકરી ધંધાના કામકાજમાં જરા પણ ઉતાવળ કરવી નહિ. માનસિક શાંતિ રાખવી.

વૃશ્ચિક

એકમનો ક્ષય છે જેથી કોઈ નવા કામની શરૂઆત કરવી નહિ. અન્યથા નુકશાની જવાની સંભાવના. આજના દિવસે કોઈ શુભ ધાર્મિક કાર્ય થવાની શક્યતા રહેલી છે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.

ધન

આજના દિવસે આપ આધી વ્યાધી અને ખોટી ઉપાધિમાં અટવાયેલા ખોવાયેલા રહો. આકસ્મિક ખર્ચ થવાની સંભાવના રહેલી છે. સાવચેત રહેવું. વેપાર માટે કરેલો પ્રવાસ આર્થિક લાભ અપાવે.

મકર

દિલથી અને મનથી શાંતિ જાળવી રાખવી. માનસિક અસ્વસ્થતા અને નકારાત્મક વલણને કારણે ધાર્યા કામ થઇ શકે નહિ. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ સંભાળવું. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રેરસ અને રૂચિમાં વધારો જોવા મળે.

કુંભ

સરકારી કે ખાતાકીય કામ કાજમાં ખોટી ઉતાવળ કરવી નહી. ભૌતિક સુખ સુવિધામાં વધારોથઇ શકે છે. કાનૂની પ્રશ્નમાં મન વ્યગ્રતા અનુભવે. બેન્કના કામમાં તેમજ નોકરી ધંધાના કાર્ય ક્ષેત્રમાં એકાગ્રતા જાળવી રાખવી ખાસ જરૂરી.

મીન

આજના દિવસે આપના હાથે કોઈ શુભ ધાર્મિક કાર્ય થવાની શક્યતા નકારી શકાય નહિ. નોકરિયાત વર્ગને પગારની આવકમાં વધારો થવાની શકતા. ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને આવકમાં આકસ્મિક વધારો થાય. જમીન મકાન કે વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment