૧૯ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

54

આજના બાળકની જન્મરાશી મિથુન (નામાંક્ષર : ક,છ,ઘ)

મેષ

આજના દિવસે કોઈપણ નવા કામની શરૂઆત કરવાની જરા પણ ઉતાવળ કરવી નહિ. કોઇપણ વ્યક્તિ સાથે ધંધાકીય કે અન્ય બાબતની ચર્ચા વિચારણા શક્ય હોય ત્યાં સુધી ટાળવી. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી.

વૃષભ

નોકરિયાત તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓએ આજના કામ કાજને બીજા દિવસ પર મુલતવી રાખવું નહિ. આજનો દિવસ ઘર પરિવાર અને કુટુંબના કામમાં વ્યસ્ત રહો. શરીર અને મનની સ્વસ્થતા જાળવવી.

મિથુન

આજનો દિવસ તમારો ચિંતામાં વ્યાકુળતામાં પસાર થાય. નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોની પોતાના વિચારોની સ્થિરતા અને કામની એકાગ્રતા જળવાય નહિ. અકળાયેલા અને ચિંતામાં રહો.

કર્ક

આજના દિવસે જવાબદારીવાળા કામ કાજને લીધે બીજા અન્ય કામ થઇ શકે નહિ. નુકશાનીના ડરથી ચિંતામાં રહો તેવું લાગે. માનસિક સ્વસ્થતા ગુમાવવી નહિ. ધીરજ રાખવી.

સિંહ

આજના દિવસે કોઇપણ કામમાં સામાન્ય કે ગંભીર ભૂલ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી મુશ્કેલીમાં મુકાવાથી દિવસ ચિંતામાં પસાર થાય. યાત્રા કે પ્રવાસમાં તેમજ કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાતના સમયે ધીરજ અને શાંતિ રાખવી જરા પણ ઉતાવળ કરવી નહિ. કોઇપણ પરિસ્થિતિ ઉભી થાય તેમાં સ્વસ્થતા જાળવી રાખવી.

કન્યા

નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને પોતાના કામકાજ અંગે દોડધામ રહે, જેથી શ્રમ કે થાકનો અનુભવ થાય. સગા સંબંધી કે મિત્ર સર્કલના કામથી ખર્ચમાં વધારો થવાની શક્યતા.

તુલા

આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે કોઈ સાથે ચર્ચા વિચારણામાં કે મુલાકાતમાં આપે શાંતિથી કામ લેવું. મન સ્વસ્થ રાખવું. ધીરજથીકામ લેવું. યાત્રા કે પ્રવાસમાં વાહન અકસ્માતથી કે ખિસ્સા કાતરુથી સાવચેત રહેવું.

વૃશ્ચિક

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકનો આધીવ્યાધી અને ઉપાધિમાં પસાર થાય. વાહન સંભાળીને ધીમેથી ચલાવવું. આરોગ્ય બાબતે ખાસ સાવચેત રહેવું. કાર્યમાં આકસ્મિક અડચણો ઉભી થાય.

ધન

તમને ખુદને માનસિક ચિંતા હોવા છતાં તમારે બીજાના કામ ઈચ્છા ન હોવા છતાં કરવા પડે. અનીન્દ્રમાં ખાસ કાળજી રાખવી. આજનો દિવસ માનસિક પરીતાપમાં પસાર થાય.

મકર

તમારા રોજીંદા કામ ઉપરાંત બીજા વધારાના કામની જવાબદારી આવી પડવાથી તમારું રોજિંદુ કામ તમે સમયસર પૂરું કરી શકો નહિ. માનસિક અસ્વસ્થતા અનુભવો.

કુંભ

તમારા વાણી, વ્યવહાર અને વર્તનના કારણે સામેવાળાને કે બીજાઓને તકલીફ થાય, ચિંતા રહે. ઘરપરિવાર, પુત્ર પૌત્રાદિ કોના કામમાં વ્યસ્તર હો તેવું બને.

મીન

સગા સંબંધી કે મિત્ર સર્કલના પ્રશ્ને ચિંતા રહે. માનસિક સ્વસ્થતા જળવાય નહિ. હૃદયને થતી તકલીફોથી ખાસ સાવચેત રહેવું. ઋતુગત બીમારીથી સંભાળવું. યાત્રા પ્રવાસમાં ખાસ કાળજી રાખવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment