19 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

17

આજના બાળકની જન્મ રાશી કર્ક (નામાક્ષર: ડ, હ)

મેષ

મેષ રાશિના જાતકે આજના દિવસે બહારની ચીઝ વસ્તુઓ ખાવામાં ખાસ ધ્યાન રાખવું. અન્યથા આરોગ્યને નુકશાન થવા સંભવ છે. નાની નાની ઈજાઓથી બચવું. શેરની લે વેંચમાં અને બેન્કિંગ ક્ષેત્રના કામકાજમાં ખાસ ધ્યાન રાખવું. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે આજના દિવસે તમે કોઈની સામે તમારી વાતને રજુ કરો ત્યારે જરા પણ ઉતાવળ ન કરવી.

વૃષભ

આજના દિવસમાં બપોર પછીથી તમારા અધૂરા કામ પૂરા થતા જણાય. ઘર પરિવારમાં શાંતિ રહેશે. જોકે તેમ છતાં આજના દરેક કામ કાજમાં થોડી ચિંતા જરૂર જણાય.

મિથુન

કામનું ભારણ વધવાની શક્યતા રહેલી છે. કોઇપણ બાબતમાં આજના દિવસે તમારે સકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી જણાય. જૂની સમસ્યાઓ ફરીથી સામે આવીને ઊભી રહેવાના સંકેત છે. આરોગ્ય બાબતે ખાસ સંભાળવું. ઉતાવળિયું પગલું ભરવું નહિ. ધીરજ રાખવી.

કર્ક

તમારી કૌટુંબિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળે. આર્થિક નાણાકીય કે બેન્કિંગ ક્ષેત્રે કામ કાજમાં સંભાળવું. કાર્યમાં તાત્કાલિક સફળતા ન પણ મળે. આજના દિવસે તમારા આરોગ્ય બાબતે ખાસ સંભાળવું. એન.આર.આઈ. લોકોએ કોઇપણ કામ કાજમાં ખાસ સાવચેત રહેવું.

સિંહ

કોઇપણ જગ્યાએ આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે. કરેલી મહેનતનું ફળ મળવાના યોગ છે. આજના દિવસે એકાગ્રતા જાળવી રાખવી.

કન્યા

તમારા કામમાં સ્નેહીજનોની મદદ મળી રહે. નોકરીમાં, ધંધામાં કે રાજકીય પ્રવૃતિમાં દાવપેચ કે કાવા દાવામાં તમારા હરીફ વર્ગની તેજસ્વિતાથી તમારી ચિંતામાં વધારો થાય. આજના દિવસે અંગત સંબંધોમાં વિક્ષેપ ઉભો થવાની શક્યત છે.

તુલા

તુલા રાશિના અક્ષરથી શરુ થતા નામ વાળી વ્યક્તિએ આજના દિવસે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો. ઉતાવળમાં લીધેલો નિર્ણય આજના દિવસ માટે તમારા માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. સાસરીયા પક્ષના કામ કાજથી ચિંતામાં વધારો થાય. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નાની મોટી ઈજા થવાનો સંભવ છે.

વૃશ્ચિક

આજના દિવસે કોઇપણ કામ કાજમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો આવશ્યક છે. ભૂલાયેલા સંબંધો ફરીથી તાજા થાય. નોકરી ધંધામાં કાનૂની વાદ-વિવાદથી સંભાળવું. કામ કાજનું ભારણ રહે.

ધન

ધન રાશિના જાતક માટે ઘર પરિવારનું વાતાવરણ સાનુકુળ રહેવા સંભવ છે. જો કે તમારા કામ કાજના ક્ષેત્રમાં સામાન્ય અવરોધ ઊભા થાય. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી ખાસ જરૂરી છે.

મકર

ખ અને જ અક્ષરથી શરૂ થતા જાતકે કોઇપણ જગ્યાએ આર્થિક મૂડી રોકાણ કરતા પહેલા પૂર્વ આયોજન અને આર્થિક નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને ધારેલી સફળતા મળવાના ચાન્સ છે. સંબંધ કે વ્યવહારમાં આજના દિવસે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો નહિ.

કુંભ

બહારની ચીઝ વસ્તુઓ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. નોકરી કે ધંધાના કામમાં ઉતાવળ કરવી નહિ કે ખોટું જોખમ લેવું નહિ. આર્થિક નવી તકો ઊભી થાય. જુના વાદ વિવાદ કે મન દુ:ખમાં પૂર્ણ વિરામ આવે.

મીન

નોકરી કે ધંધાના કામ સબબ કોઈ સારી વ્યક્તિને મળવાનું થાય. તમારા દુશ્મનો સામે કે વિરોધીઓ સામે તમને સફળતા મળે. ટેકનીકલ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ ઘણોજ સારો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment