19 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

25

આજના બાળકની જન્મ રાશી સવારના ૮ કલાક ૨૭ મિનીટ સુધી કન્યા (નામાક્ષર: પ, ઠ, ણ)ત્યારબાદ તુલા રાશી (નામાક્ષર: ર, ત)

મેષ

આજના દિવસે વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરી કે ધંધાના કામ સબબ બહાર જવાનું થાય. પૂત્ર કે પૌત્રના કામનીચિંતા કે પરેશાની ઓછી થતી જણાય.આજના દિવસે નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનની શક્યતા. ઋતુગત બીમારીથી ખાસ સંભાળવું.

વૃષભ

જુની યાદો તાજી થાય. સ્વજન સ્નેહી કે મિત્ર વર્ગની મુલાકાતથી આનંદ ઉત્સાહમાં વધારો થાય.વાણી વિલાસ પર સંયમ રાખવો ખાસ જરૂરી. આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા ન થાય તેનું ધ્યાન રાખવું. ગેર સમજ તેમજ મન દુ:ખ ટાળવા પ્રયત્ન કરવો. કોર્ટ કચેરીના કામ કાજમાં ઉતાવળ કરવી નહિ.

મિથુન

મિત્ર વર્ગથી સાનુકુળ પરિસ્થિતિ રહે. રાજકીય ક્ષેત્રે પ્રવૃત્તિ કરનારે આજે હિત શત્રુઓથી ખાસ સાવધાની રાખવી. તમારા દૈનિક રૂટીન કામ સિવાય ઘર પરિવારના કામકાજ માટે આપ વ્યસ્ત રહો. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ.

કર્ક

જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા. જુના મિત્રો સ્નેહીજનોને  આકસ્મિક મળવાનું થાય. કામમાં કે હરવા ફરવામાં ચિત્ત લાગે નહિ. રોકાયેલા કે અટકેલા નાણા પાછા મળવાની શક્યતા. તમારા કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સાવચેત રહેવું. આર્થિક મુશ્કેલી દૂર થતી જણાય.

સિંહ

આજના દિવસે તમારું મન હૃદય વ્યગ્રતા બેચેની અનુભવે. આકસ્મિક ખર્ચમાં વધારો થવા સંભવ. જેથી આર્થિક ખેંચ ઉભી થાય. પરદેશના કામમાં સાનુકુળ વાતાવરણ જણાય. લગ્ન ઉત્સુકો માટે સમય સાનુકુળ છે. યાત્રા પ્રવાસનું આયોજન થાય. સામાજિક જવાબદારીમાં વધારો થાયઆજના દિવસે ધાર્યા મુજબના કામ કરવા માટે જરૂર કરતા વધારે મહેનત કરવી પડે.

કન્યા

માનસિક ચિંતા હોવા છતાં તમારા કામમાં વ્યસ્ત રહો. સીઝનલ ધંધામાં હરીફોનો સામનો કરવાનો થાય. બેન્કને લગતા કામકાજમાં ખાસ સંભાળવું, સાવચેતી રાખવી. ધંધાકીય બાબતે મહત્વના નિર્ણયો લઇ શકાય. રાજકીય તેમજ સરકારી કામમાં સાવચેત રહેવું. ઉતાવળથી નિર્ણયો લેવા નહિ.

તુલા

ભૌતિક સુખ સગવડતામાં વધારો થાય. સામાજિક જવાબદારી વધે. તમારા નોકરી ધંધાના કામ સબબ કે ઘર પરિવાર માટે દોડ ધામ વધી જાય. આજના દિવસે આકસ્મિકધન પ્રાપ્તિ થવાની શક્યતા અથવા તોરોકાયેલા નાણાં પરત મળવાની શક્યતા જણાય. જમીનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ

વૃશ્ચિક

કોઈ આકસ્મિક મુલાકાત થવાનો સંભવ. આપની બુદ્ધિ, અનુભવ, અને આવડતથી કામનો ઉકેલ લાવી શકો. તમારા શરીર સ્વાસ્થ્ય કે આરોગ્ય સંબંધે અસ્વસ્થતા ઉભી થતા વ્યગ્રતા કે બેચેની રહ્યા કરે.વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવવા સંભવ. ભૌતિકસુખ સગવડતામાં વધારો થાય. કોઇપણ કાર્યમાં ધીરજ અને માનસિક શાંતિ રાખવી.

ધન

નોકરી ધંધાના કામમાં રૂકાવટ આવે મુશ્કેલી ઊભી થાય. જાહેર કે સંસ્થાકીય કામ સબબ બહારગામ જવાનું થાય. નોકરીયાત વ્યક્તિઓને આજના દિવસે તેમના સ્થાનમાં બઢતી મળવાના સંજોગ જણાય. આજના દિવસે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ ન હોવાથી કોઇપણ કામમાં ચિત્ત લાગે નહિ.

મકર

તમે ધારેલું કામ પૂર્ણ થાય નહિ. રાજકીય કે સરકારી કામ માટે દોડધામ થાય. આર્થિક ખર્ચમાં વધારો થાય. ઘર પરિવાર માટે તેના કામ સબબ દોડધામ વધી જાય. નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ. તમારી જાત મહેનતથી અને અનુભવથી અટવાયેલા કામનો ઉકેલ લાવી શકો.

કુંભ

વિદેશથી શુભ સમાચાર મળે. આજના દિવસે સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી. ધંધાકીય અર્થે કરેલો પ્રવાસ લાભદાયી નીવડે. ધંધામાં લાભ થાય. આવકનું પ્રમાણ વધે. નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ.

મીન

વારસાગત મિલકતોનો ઉકેલ આવે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રૂચિમાં વધારો થાય. સાથે કામ કરતા સહ કાર્યકરોનો કે નોકર ચાકર વર્ગના સાથ સહકારથી તમારા કામનો ઉકેલ આવી શકે. વેપાર ક્ષેત્રે નવા કાર્યનો પ્રારંભ થાય. બપોર પછીથી સારા સમાચાર મળવાની શક્યતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment