18 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

14

આજના બાળકની જન્મ રાશી સાંજના ૮ કલાક 31 મિનીટ સુધી તુલારાશી (નામાક્ષર: ર, ત) ત્યાર બાદ વૃશ્ચિકરાશી (નામાક્ષર: ન, ય)           

મેષ

રાજકીય ક્ષેત્રે હિત શત્રુઓની રાજકીય ગેમથી નુકશાન થવાની નોબત આવી શકે તેવું બનવાની શક્યતાને નકારી શકાય નહિ. તમારા ઘરખર્ચના બજેટમાં વધારો થાય તેવું બની શકે છે. આજના દિવસે ઘરમાં આનંદભર્યું વાતાવરણ જોવા મળશે.

વૃષભ

વંશ પરંપરાગત ઉણપ કે ખામીના લક્ષણો ઉમર વધત જોવા મળે તેવું બની શકે. આંખે મોતિયો આવવાની શક્યતા જણાય જેથી દ્રષ્ટિ વિઝન ઝાંખું થાય તેવું બની શકે. તમારા કાર્યક્ષેત્રમાં વધારો જોવા મળે. કામની જવાબદારીમાં વધારો થાય.

મિથુન

આજના દિવસે વધુ પડતા સાહસિક અને આત્મ વિશ્વાસી ન થવું તમારા લાભમાં સાબિત થાય. મિલકતની ખરીદી બાબતે આવેલી તકને વિચાર વિમર્શમાં સમય ન ગુમાવવો તમારા હિતમાં સાબિત થાય. નોકરિયાત વર્ગને નોકરીમાં તેમની ધારણા મુજબનું કોઈ પરિવર્તન જોવા મળે.

કર્ક

ઘરમાં રહેલ અલ્જાઈમર એટલે કે યાદ શક્તિની કે સ્મરણ શક્તિની વિસ્મૃતિ ધરાવતી વ્યક્તિ સાથે મૃદુ વ્યવહાર કરો. કોઈ નિર્ણાયક ઘડી આવે તો સમજદારીથી કામ લેવું. બીજાના હૃદય સુધી પહોંચવા માટે તમારા હૃદયની લાગણીને બીજા સામે વ્યક્ત કરો.

સિંહ

જુના રહેણાંક મકાનમાં નવા સુધાર વધારા સાથેનું રીનોવેશન થવાની શક્યતાને નકારી શકાય નહિ. ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા કાર્યમાં સકારાત્મક નોંધપાત્ર નિર્ણયો લેવાનું થાય. કારણ વિના ઘર પરિવાર કે અન્ય લોકો દ્વારા તમારી લાગણીને ઠેસ પહોંચી શકે તેવું બને.

કન્યા

ભાગીદારીના ધંધામાં નાની નાની બાબતોને પણ નજર અંદાજ ન કરો અન્યથા પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. આંખ કાન નાક જીભ ત્વચા કે સ્પર્શ જેવી કોઇપણ ઇન્દ્રિયમાં ખામી ઉભી  થતી હોય તેવું બનવાની શક્યતાને નકારી શકાય નહિ.

તુલા

વડીલો કે અન્ય બીજકોઈ સાથે દલીલબાજીથી દુર રહેવું. તમારી આવડતને લોકો બિરદાવે વખાણ થાય કદર થાય તેવું જોવા મળે. શક્ય છે તમને પરિણામ પડકાર જનક લાગે પણ તેને પ્રાપ્ત કરવા માટે સખ્ત પરિશ્રમ કરો ચોક્કસ સફળ થશો.

વૃશ્ચિક

કોઇપણ ડોક્યુમેન્ટ્સ લખાણ કે દસ્તાવેજ પર સહી સિક્કા કરતા પહેલા વિશ્વાસમાં ન રહી તેની ચકાસણી કે ખરાઈ કરી લેવી તમારા લાભમાં રહે. ઘરમાં તંગ ભર્યા વાતાવરણને હળવુફૂલ કરવા માટે વ્યંગાત્મક અને હાસ્ય શૈલીમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરો

ધન

જો તમે બેધ્યાન રહેશો અને સાચો રસ્તો ચુકી જશો તો તમારી લાઈફની દિશા અને દશા બંને બદલાઈ જશે. આજના દિવસે આંખ કાન ખુલ્લા રાખો પણ બોલવાનું શક્ય તેટલું ટાળો અથવા ઓછું બોલવાનું રાખો જે તમારા લાભમાં સાબિત થાય.

મકર

કોઈ લગ્ન સમારંભ મેળાવડા કે યાત્રા પ્રવાસમાં થયેલ મુલાકાત બંને પક્ષે લાભદાયક પૂરવાર થાય.ભાઈઓ સાથે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા અણબનાવ વિખવાદ કે ખટરાગમાં કોઈ વેવાઈ પક્ષ તરફની મહેનતથી સુધારો જોવા મળે

કુંભ

તમારા સાસરિય પક્ષ તરફથી તમને તમારા ધંધામાં પૂરતો સાથ સહકાર મળી રહે. ઘર પરિવાર તેમજ લગ્ન જીવનમાં ઉદ્ભવેલી ગેરસમજો આકસ્મિક દુર થવાની શક્યતા રહેલી છે. જિંદગીને સમજવાનો અને માણવાનો પ્રયત્ન કરવો.

મીન

સ્વ પ્રયત્નો દ્વારા કરવામાં આવેલ મહેનતનું ફળ નજર સામે જોવા મળે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી જીવનમાં આગળ વધવાની તક ઉભી થાય. તમારે તમારા કાર્યક્ષેત્રને આગળ વધારવા માટે દ્રઢ સંકલ્પની ખાસ જરૂર જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment