18 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

23

મેષ

વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહે. રૂટીન કામ ઉપરાંત વધારાના કામની જવાબદારી આવી પડે તેવું બને. શરીર તથા મનની પ્રફુલ્લિતતા તમારામાં ઉત્સાહનો વધારો કરશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું.

વૃષભ

આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં હલવાસ રહે. માનસિક બેચેની ચિંતા રહે. મકાન, ઓફીસ, દુકાનખરીદતા સમયે કે ભાડે રાખતી વખતે સાવચેતી રાખવી લાભમાં રહે. મકાન જમીન અને વાહનને લગતા પ્રશ્ન હાલ થતા જોવા મળે.

મિથુન

આવક કરતા ખર્ચમાં વધારો થવાની શક્યતા જણાય. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા. અટવાયેલા કે રોકાયેલા કામમાં પ્રગતી જણાય કે પૂરાથતા જોવા મળે.

કર્ક

નોકરી ધંધા અંગે કામની વ્યસ્તતા રહે.ધંધાકીય બાબતે ધાર્યા મુજબનું કામ થવાથી ઉત્સાહમાં વધારો જોવા મળે. કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે.

સિંહ

અટકેલા કામનું નિરાકરણ આવવાની શક્યતા રહેલી છે. બેન્કીન્ગને લગતા કામકાજમાં સાવચેતી રાખવી. વાણીની મીઠાસ અને વ્યવહારમાં સારું વર્તન લાભ અપાવે.

કન્યા

આજના દિવસે મગજને શાંત રાખી તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવું. ધંધાકીય બાબતે અન્ય સાથે મીટીંગ, મુલાકાત, ચર્ચા વિચારણાનું આયોજન થવાની શક્યતા રહે. નાણાકીય આપ લે આજના દિવસે સમજી વિચારીને કરવા.

તુલા

વ્યવહારિક સંબંધો સાચવવા માટે છુટા હાથે ખર્ચમાં વધારો થાય. બેન્કના કામ કાજમાં અને સરકારી, રાજકીય અને ખાતાકીય કામ બાબતે સંભાળીને રહેવું

વૃશ્ચિક

હૃદય મનની પ્રસન્નતા જોવા મળે જેથી દિવસ આનંદથી પસાર થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં રાહત જોવા મળે. ધંધાકીય પ્રવૃતિમાં રાજકીય હસ્તક્ષેપ વધે તેવું બને. લોભામણી સ્કીમની જાહેરાતથી લલચાઈકોઈ લેભાગુ સ્કીમની ઝપટમાં આવી જાવ તેવું બની શકે.

ધન

આજના દિવસે કોઇપણકાર્યમાં મજબુરીથી કામ કરવાનું થતા થાક, કંટાળો,ચિંતા, બેચેની જોવા મળે. સહકાર્યકરની ગેરહાજરી આપના કાર્યમાં વધારો કરી શકે. પૈસાનું વોલેટ, મોબાઈલ, હેન્ડ બેગ વગેરેનું સમડીની ચીલ ઝડપ સામે સાવચેત રહેવું.

મકર

શરીરમાં સ્નાયુની તકલીફથી કામ કરવામાં મુશ્કેલી જણાય. પુત્રના કોઈ અવિચારી પગલાથી સમાજમાં તમારી બદનામી થવાની શક્યતાને નકારી શકાય નહિ. ઘરની બહારનું ખાવાથી શરીરના આરોગ્ય પર અસર થવાની શક્યતા રહે.

કુંભ

ધંધાકીય પ્રવૃતિમાં માંગ વધતા કામ કરવાની ક્ષમતામાં વધારો જોવા મળે.તમારા કાર્યક્ષેત્રમાં પુત્ર પૌત્રાદિકનો તેમજ ભાઈઓનો સાથ સહકાર મળી રહે.

મીન

સ્નેહી જનોના હિતાર્થે આજનો દિવસ દોડધામ વધી જાય તેવું બને.કામમાં રુકાવટ જણાય તેવું બની શકે. ટૂંકા ગાળાનું રોકાણ આર્થિક લાભ અપાવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment