૧૮ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

85

આજના બાળકની જન્મરાશી રાત્રે ૧૧ કલાક ૩૧ મિનીટ સુધી વૃષભ (નામાંક્ષર: બ,વ,ઉ) ત્યાર બાદ મિથુન (નામાંક્ષર: ક,છ,ઘ)

મેષ

આજે સવારથી બપોર સુધી કામની વ્યસ્તતા રહે. ત્યાર બાદ કામ કાજમાં સાનુકુળતા જણાય. દિવસ દરમ્યાન વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી. ઋતુગત સામાન્ય બીમારી થવાની શક્યતા નકારી શકાય નહિ.

વૃષભ

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. પેટની તેમજ પગની બીમારીમાં સુધારો થવાની શક્યતા. આમ છતાં સંભાળવું ખાસ જરૂરી.

મિથુન

નાણાકીય ઉઘરાણીથી ચિંતામાં વધારો થવાની શક્યતા. સરકારી કે રાજકીય હસ્તક્ષેપથી કામ કાજમાં મુશ્કેલી ઉભી થાય. ખાતાકીય કામગીરીમાં કારણ વિના હેરાન થવું પડે. બેન્કને લગતા કામકાજમાં દોડધામ રહે.

કર્ક

જમીન મકાનના તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ થોડા વાદ વિવાદ અને રકઝક બાદ આવવાની શક્યતા. આર્થિક નાણાકીય મુશ્કેલી અને માનસિક ચિંતામાં રાહત અનુભવાય. કૌટુંબિક વિખવાદોનો અંત આવે.

સિંહ

જો કોઈ આકસ્મિક વિઘ્નો ઉભા ન થાય તો લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને મન પસંદ અને યોગ્ય જીવનસાથીની પસંદગીની પૂરેપૂરી શક્યતા જણાય છે. સવારના કાર્યમાં રુકાવટ આવેતેવું જણાય. વાહન તેમજ પશુઓથી થતા અકસ્માતથી સંભાળવું.

કન્યા

આજના દિવસે વિઘ્નહર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીનું સ્મરણ કરવું. કાર્યની શરૂઆત કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા. કોઇપણ નવું કાર્ય કે સાહસ કરતા પહેલા વડીલોનું માર્ગદર્શન લેવું ખાસ આવશ્યક છે. આકસ્મિક ધન લાભ થવાની શક્યતા.

તુલા

આજના દિવસે કરેલું લાંબા ગાળાનું આયોજન સરવાળે લાભદાઈ નીવડે. જો કે કોઈ આકસ્મિક આવી પડેલ ચિંતા કે ઉપાધિના કારણે દિવસ વ્યાકુળતાથી પસાર થવાની શક્યતા. વાહનથી સંભાળવું. ખર્ચમાં વધારો થવાની શક્યતા.

વૃશ્ચિક

આર્થિક નાણાકીય સ્થિતિ સારી બનવાની શક્યતા. સામાજિક કે રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. માથાના અને કમરના દુ:ખાવામાં ખાસ કાળજી લેવી.

ધન

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે તમારા હાથે નવા કાર્યો થવાની શક્યતા તેમજ તેમાં રસ અને રૂચિમાં વધારો થાય.જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. આજનો દિવસ અનીન્દ્રમાં પસાર થાય.

મકર

શેર સટ્ટાકીય બાબતનું કોઇપણ કાર્ય આજના દિવસે કરવું નહિ. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયાની નોબત ન આવે તેની ખાસ કાળજી રાખવી. નોકરીમાં પદ પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા જણાય. ઋતુગતબીમારીથી સાવધ રહેવું.

કુંભ

આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા.પદ પ્રતિષ્ઠામાં વધારો થાય.. આજે હૃદયની અને મનની વ્યગ્રતા અને અશાંતિનો અનુભવ થાય. સગા સંબંધી અને મિત્ર સર્કલના કામની વ્યસ્તતામાં દિવસ પસાર થાય.

મીન

નોકરી કરતા લોકોને પોતાના સ્થાન કે જગ્યામાં પરિવર્તનની શક્યતા નકારી શકાય નહિ.રસ્તે ચાલતા કે જતા સમયે વાહનથી અને પશુઓથી સંભાળીને જવું. પૈસાની આવકમાં આકસ્મિક વધારો થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment