18 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

21

આજના બાળકની જન્મ રાશી કર્ક (નામાક્ષર: ડ, હ)

મેષ

આજના દિવસે મેષ રાશિના જાતકનું દિલ અને મન બેચેની, વ્યગ્રતા, ઉદ્વેગ અનુભવ્યા કરે તેવું બની શકે. કોર્ટ કચેરીના અને કાયદાકીય કામકાજના કાર્યમાં મનની શાંતિ રાખવી.

વૃષભ

તમારી કામ કરવાની મહેનત, ધગસ, જોશ, આવડતની કદર અને પ્રશંસા થાય. લાભ મળે. નોકરીયાત વર્ગને ઉપરી અધીકારીનો તેમજ સાથી કાર્યકરોનો સાથ સકાકાર મળવાની શક્યતા જણાય.

મિથુન

સીઝનલ ધંધાર્થીઓને આવકમાં વધારો જોવા મળે. ધંધાકીય પ્રવૃત્તિ કરતા વેપારી વર્ગને તેમના કામ કાજ અંગે બહારગામ જવાનું શક્ય બને. નાણાકીય વ્યવહાર શક્ય બને.

કર્ક

માનસિક બેચેની, પરિતાપ, ઉદ્વેગ, વ્યગ્રતા રહેવાથી કામ કાજમાં ચિત્ત રહે નહિ. સામાજિક સંસ્થા સાથે સંકળાયેલ વ્યક્તિઓને જવાબદારીમાં વધારો થતો જોવા મળે.

સિંહ

કોર્ટ કચેરીના કામમાં રાહત થતી જોવા મળે. આજના દિવસે નાણાકીય વ્યવહાર કરવામાં સાવચેતી રાખવી. આવક કરતા ખર્ચમાં વધારો થવાથી નાણાકીય તંગી અનુભવાય.

કન્યા

પુત્ર પૌત્રાદિકના કામ થવાથી માનસિક શાંતિ જણાય. આજના દિવસે અટવાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. શરીર સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી.

તુલા

ઘર તેમજ કૌટુંબિક પરિવાર માટે તમારા રૂટીન કામ ઉપરાંત વધારાનો સમય આપવો પડે તેવું બની શકે. કામની દોડાદોડીમાં અગત્યના કે અતિ મહત્વના કામ વિસરાઈ જવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

યાત્રા પ્રવાસમાં કે ધંધાકીય બાબતે કરેલ મુસાફરીમાં થયેલ કોઈ વ્યક્તિની આકસ્મિક મુલાકાત લાભદાઈ બને. સામાન્ય બાબતે કૌટુંબિક વાદ વિવાદ વિખવાદ ઉભા થવાની શક્યતાને નકારી શકાય નહિ.

ધન

ધન રાશિના જાતકોએ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન લેવું તેમના હિતમાં જણાય. જમીન મકાનની લે-વેચમાં ફાયદો રહે. વાહન અકસ્માતથી સાવચેત રહેવું તમારા હિતમાં રહેશે.

મકર

સીઝનલ ધંધામાં આકસ્મિક ગ્રાહક વધવાથી આર્થિક આવકમાં વધારો થાય. નાણાકીયતંગી હળવી થાય.સોમ એટલે ચંદ્ર, જેથી ચંદ્રની માફક માનસિક અને શારિરીક શીતળતા રહે.

કુંભ

શેર-સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી તમારા હિતમાં જણાય. શરીરની તબિયત બાબતે જાળવવું. ભાગ્યોદયની નવી તકો સામેથી આવી મળે. ગાયને રોટલી સાથે ગોળ ખવડાવશો તો ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે.

મીન

યાત્રા-પ્રવાસમાં કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત ફળદાયી બની શકે. તમારી બુદ્ધિ અનુભવ આવડત મહેનત કામ કરવાની ધગશ વગેરેને લીધે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બની શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment