17 વર્ષ પછી કાજોલે ખોલ્યું રાઝ, અજય દેવગણ સાથે લગ્નનો નિર્ણય શા માટે લીધો હતો…

381

કાજોલે પોતાના કરિયરના ચરમ પર અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. કાજોલનું જણાવવાનું કે તેઓએ આવું એટલા માટે કર્યું, કારણ કે તે પોતાના જીવન અને ઝડપી ભાગતા કરિયરમાં થોડું શુકુન ઈચ્છતી હતી.

કાજોલ અને અજય દેવગને 1999માં લગ્ન કર્યા હતા અને તેના બી બાળકો ન્યાસા અને યુગ છે. 2003 માં દીકરીના જન્મ બાદ તેઓએ થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું. જેવા કે ‘ફના’, ‘યુ મી ઓર હમ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘વી આર ફેમીલી’, ‘રાજુચાચા’ અને ‘ટુનપુર ક સુપરહીરો’. તેની છેલ્લી ફિલ્મ શાહરુખ ખાનની સાથે ‘દિલવાલે’ હતી. બંનેના લગ્નના 17 વર્ષ થઇ ચુક્યા છે.

કાજોલનું જણાવવાનું કે તે આ મામલે બિલકુલ સ્પષ્ટ હતી કે તેને લગ્ન બાદ વરસમાં એક જ ફિલ્મ કરવી છે.

કાજોળે એક બયાનમાં જણાવ્યું કે તે સમયમાં આ મારા માટે બિલકુલ સારો નિર્ણય હતો. મારાથી કામ કરતા કરતા લગભગ સાડા આઠ થી નવ વર્ષ થઇ ચુક્યા હતા. શોમાં કામના તબક્કા પર એક રીતે શાંતિ અને વસ્તુને સહેલી કરવા માટે તૈયાર હતી.

કાજોલના જણવ્યા અનુસાર, હું એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મ કરી રહી હતી. હું ફક્ત આ જ કરવા ઈચ્છતી ન હતી અને ન ફક્ત આવું જીવવા ઈચ્છતી હતી. અને તેમાંથી બહાર આવવા અને વધારે ખુશ રહેવા માટે મેં લગ્ન કરવાનો અને વર્ષમાં એક જ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો.

કાજોલે 5 ઓગસ્ટે જ પોતાનો 41 મો જન્મદિવસ મનાવ્યો છે. કાજોલ બાળપણથી જ બુક્સ વાંચવાની શોખીન છે. કાજોલે બોલીવુડમાં બેખુદી સાથે પગલું માંડ્યું. પણ ઓળખાણ તેને બાઝીગરથી મળી.

શાહરૂખની સાથે તેની જોડી બોલીવુડની સુપરહિટ જોડીઓ માંથી એક છે. તેઓએ ‘દિલવાલે દુલ્હનિયા ળે જાયેગે’, ‘કરણ-અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’ જેવી સફળ ફિલ્મો આ જોડિએ કરી છે. શાહરૂખની સાથે તેની છેલ્લી ફિલ્મ ‘દિલવાલે’ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment