17 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

13

મેષ

વૈભવી મોજશોખ પુરા થાય તેવું બને. ઘર પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ કે ખટરાગ ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વ્યવહારિક ખર્ચને લીધે નાણાભીડ રહેવા સંભવ. તમારા લક્ષ્ય કે ધ્યેયને મેળવવા માટેસખ્તપરિશ્રમ માંગી લે તેવું બની શકે.

વૃષભ

વિજાતીય આકર્ષણમાં ક્યાંક ખોટા ફસાઈ શકો છો સાવચેત રહેવું તમારા માટે હિતાવહ. વેપાર કે ધંધામાં આર્થિક લાભ જોવા મળે. તમારે કોઇપણ નવા કાર્ય કરવાને બદલે તમારા ચાલુ કાર્યમાં ખાસ ધ્યાન આપવું જરૂરી બને.

મિથુન

શેર સટ્ટાકીય બાબતમાં કઈપણ નવું કરતા પહેલા ખાસ વિચારવું અને સાવધાની રાખવી જરૂરી. જાહેર ક્ષેત્રમાં તેમજ સામાજિક કાર્યક્ષેત્રમાં જવાબદારીમાં વધારો થતો જોવા મળે.ધંધાકીય બાબતે પ્રવાસ થવાનું શક્ય બને.

કર્ક

ઘર બહારની ચીજ વસ્તુઓ ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી. આજના દિવસે તમે કોઈના લાગણીના પ્રવાહમાં આવી જઈભોળવાઈને આર્થિક નુકશાન ભોગવો તેવું બનવાની શક્યતાને નકારી શકાય નહિ. અન્ય કોઈનું વાહન ભટકાવાથી સામાન્ય ઈજા થવાની શક્યતા જણાય.

સિંહ

છાતીમાં દુ:ખાવો થવો એસીડીટી હાથ પગના સ્નાયુઓમાં તૂટ કળતર રહે તેવું બની શકે. કોઈ કારણોસર તમારી લાગણી દુભાય તેવું બની શકે. નવું કામ કરવામાં તમને જોમ અને જુસ્સો રહે. આકસ્મિક ઘર પરિવાર સાથે બહારગામ જવાનું શક્ય બને.

કન્યા

ધંધાકીય પ્રવૃતિમાં હરીફોનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના કામમાં વિલંબ થતો જોવા મળે. ઈત્તર પ્રવૃતિથી દુર રહી તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવું તમારા લાભમાં રહે. શક્ય હોય ત્યા સુધી શહેર પુરતું પગપાળા આવન જાવન કરવું.

તુલા

અવિવાહિત યુવક યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મેળવવાના સંજોગો ઉભા થાય. વાહનના યોગ તમને ટુકા ગાળામાં વાહનનો લાભ અપાવે તેવું બની શકે. તમારા સારા પર્ફોમન્સ અને વાણી તેમજવિચારથી તમારા સહ કાર્યકરોનો તમને સાથ સહકાર મળી રહે.

વૃશ્ચિક

ઘરમાં કોઈ કારણોસર ઉત્સવ જેવો માહોલ જોવા મળે. મહત્વના દસ્તાવેજો મેળવવામાં વિલંબ થતો જોવા મળે. નોકરી કે ધંધામાં ખટપટ અને ઈર્ષા કરતા લોકોથી મુશ્કેલી ઉભી થઇ શકે છે. તમારા કામકાજને લીધે તમે તમારા પ્રિય પાત્રને કે ઘર પરિવારને યોગ્ય સમય આપી શકો નહિ તેવું બની શકે.

ધન

માનસિક ચિંતા તણાવ લાગણી વગેરેને લીધે તમે શારીરિક અને માનસિક રીતે વ્યગ્રતા અને અસ્વસ્થતાનો અનુભવ કરો તેવું બની શકે છે.ભાગીદારીના ધંધામાં લાભ જોવા મળે. ઋતુગત ફેરફારોને લીધે શરદી કફ સામાન્ય તાવ જેવી બીમારી થવાની શક્યતા રહે.

મકર

કોઈને કોઈ કારણોસર અજંપો અનિન્દ્રા ટેન્શન અને ગંભીર બીમારીની આશંકા વગેરેને લીધે તમારા આરોગ્ય પર વિપરીત અસર થતી જોવા મળે. આજના દિવસે તમને શરીરમાં થાક આળસ માનસિક ચિતા જોવા મળે.

કુંભ

નાણાકીય સ્થિતિમાં ચડ ઉતર થાય તેવું બની શકે છે.તમારી ઉમર ઋતુનો બદલાવ કામનો બોજો ઘરની બહારનું ખાવા પીવાની આદત અને અનિયમિતતા તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે અને તમને અસ્વસ્થ બનાવી શકે છે.

મીન

ધંધાકીય ક્ષેત્રે સારી સુજબુજથી અને ધીરજથી આગળ વધી શકશો. પ્રેમ સંબંધો બાબતે તમે કટિબદ્ધ રહો તેવું બની શકે. સ્થાવર મિલકત યંત્ર કે મશીનરી પાછળ કરેલ ખર્ચ તમનેલાભ અપાવે.યશ કીર્તિ અને ધન લાભની  પ્રાપ્તિ માટે તમારા માટે સમય અને સંજોગો સારા રહે તેવું જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment