૧૭ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

99

આજના બાળકની જન્મરાશી વૃષભ (નામાંક્ષર: બ,વ,ઉ)

મેષ

આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થઇ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. જમીન મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના. સામાન્ય ઈજા અકસ્માતથી બચવું.

વૃષભ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. આર્થિક નાણાકીય મુશ્કેલીમાં મિત્ર સર્કલ તરફથી મદદ સહકાર મળી રહે. કોર્ટ કચેરીમાં રાહત મળે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું.

મિથુન

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક તેમ જ માનસિક ચિંતામાં સુધારો થતો જણાય. સામાજિકક્ષેત્રે જવાબદારીમાં વધારો થવાની સાથે પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ.

કર્ક

જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. સીઝનલી ધંધો કરતા વેપારી વર્ગને આવકમાં વધારો થવાની શક્યતા.કીડનીને લગતી શારીરિક બીમારીમાં ખાસ સાવચેતી રાખવી. અન્યથા ઇન્ફેકશન લાગવાની શક્યતા નકારી શકાય નહિ. જે પાછળથી મુશ્કેલી ઊભી કરે તેવું જણાય.

સિંહ

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. કૌટુંબિક ચાલ્યા આવતા ઝગડા વિખવાદનું નિરાકરણ આવવાની શક્યતા. ઋતુગત બીમારી થવાની શક્યતા નકારી શકાય નહિ. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે નવા વિચારોનો ઉદ્ભવ થાય. કાર્યો થાય.

કન્યા

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની પૂર્ણ સંભાવના. ભૌતિક સુખ સુવિધામાં વધારો થવાની પૂરી શક્યતા. આર્થિક નાણાકીય માનસિક ચિંતામાં ઘટાડો થાય. હૃદયને લગતી બીમાર વ્યક્તિઓએ ખાસ સંભાળીને રહેવું.

તુલા

કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની પૂરેપૂરી શક્યતા. યાત્રા પ્રવાસનું આયોજન નકારી શકાય નહિ. જેનાથી લાભ થવાની શક્યતા. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે. વાહન અકસ્માતથી સાવચેત રહેવું.

વૃશ્ચિક

જીવન સાથીની પસંદગીમાં યોગ્ય પાત્ર મળી રહે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું શાંતિથી નિરાકરણ આવે. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. નાની મોટી ઈજાઓ થવાની શક્યતા નકારી શકાય નહિ.

ધન

વ્યાપાર માટે કરેલો પ્રવાસ નિરર્થક ન જાય. લાભ થાય. જમીન મકાનને તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા રહેલી જણાય છે. કોઈ મહત્વની વ્યક્તિ સાથેની મુલાકાત તમને સારું ફળ અપાવે.

મકર

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની પૂર્ણ સંભાવના. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓ માટે સમય સાનુકુળ છે. આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આર્થિક નાણાકીય મુશ્કેલીમાં પત્નીનો સાથ સહકાર મળી રહે. ચિંતા હળવી થાય.

કુંભ

કોઈ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લેવાનું શક્ય બને. ભાગ્યોદય ખુલવાની શક્યતા નકારી શકાય નહિ. કોઇપણ કાર્યનો શુભારંભ કરતા પહેલા વડીલોના આશીર્વાદ અને સલાહ સૂચન સાથે જીવનસાથીની વાતને પણ અગ્રતાક્રમ આપવો. વાતને નકારી શકાય નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. મળેલી તકનો સદ્દઉપયોગ કરવો. વાહન તેમ જ પશુઓથી થતી નાની મોટી ઈજાઓથી સાવચેત રહેવું.

મીન

જમીન મકાનને તેમજ વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય છે. કૌટુંબિક ચાલ્યા આવતા વિખવાદોનો શાંતિથી ચર્ચા વિચારણાથી અંત આવે. દિવસ સુખમય અને શાંતિથી પસાર થાય. માનસિક શાંતિ જાળવી રાખવી લાભદાઈ રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment