૧૬/૧૨/૨૦૧૮ આજનું રાશીફળ

69

મેષ:

આજે તમને કેટલાક સારા અને નવા અનુભવ થઈ શકે છે. કેટલાક લોકો તમારી સાથે અચાનક મિત્રતા કરી શકે છે. મિત્રો તમારા માટે ખૂબજ મદદરૂપ રહેશે. કામધંધો સારો ચાલશે. કોઇ નવી અને સારી આદત શરૂ થઈ શકે છે. અચાનક યાત્રાના યોગ બની રહ્યા છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. શરૂ કરેલ મોટા ભાગનાં કામ પૂરાં થઈ શકે છે. કોઇ ખરાબ આદતથી નુકસાન પણ થઈ શકે છે. માન હાનિના યોગ બની રહ્યા છે. કામકાજમાં બદલાવની ઇચ્છા થશે. ભણવામાં મન ઓછું લાગશે. જૂની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની તકલીફો દૂર થશે.

વૃષભ:

મહત્વાકાંક્ષાઓ ચરણસીમાએ રહેશે. એકવાર કામ શરૂ કરી દો, પરિસ્થિતિ ધીરે ધીરે તમારા કંટ્રોલમાં આવી જશે. ધન સંબંધિત બાબતોમાં લોકોની સલાહ લેવાની જગ્યાએ મનની વાત સાંભળવી. નજીકની કોઇ વ્યક્તિ તમારી ભાવનાઓ સમજશે અને તમારી મદદ કરશે. ખાસ કામમાં થોડું મોડું થઈ શકે છે. નકામો ખર્ચ થઇ શકે છે. અટકેલું ધન પાછું મળી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે આજનો  દિવસ સામાન્ય રહેશે. જૂના રોગ મટી શકે છે.

મિથુન:

તમારામાં સકારાત્મકતા અને જોશ રહેશે. તમને મળેલા લોકો પ્રભાવિત થશે. સંબંધોમાં સુધારો થઇ શકે છે. કામ સરળતાથી પૂરાં થશે. જૂની સમસ્યાઓનું સમાધાન થશે. દુશ્મનો પર તમને જીત મળી શકે છે. રોજિંદાં કામમાં અડચણો આવી શકે છે. કોઇ અનિચ્છીત ઘટનાનો યોગ છે. આળસના કારણે ઘણાં કામ બગડી શકે છે. ઓફિસમાં મહેનત વધારે કરવી પડશે. તમને કોઇ નવું કામ મળી શકે. આળસ છોડવી નહીંતર નુકસાન ભોગવવું પડી છે.

કર્ક:

તમે જે પણ નવું કામ શરૂ કર્યું હોય તેમાં વ્યવસ્થિતપણે રહેવું. તમારા માટે ધનની સ્થિતિ મજબુત બનશે. કોઇ સમસ્યાનું સકારાત્મક અને સંતોષજનક સમાધાન મળી શકે છે પણ ધ્યાન રાખવું. ધન સંબંધિત બાબતોમાં કોઇ નિર્ણય આજે ન લેવો. રોકાણની બાબતમાં થોડી ધીરજ રાખવી. ધ્યાન રાખવું કારણ કે ઓફિસમાં પોલીટીક્સનો શિકાર થઈ શકો છો. નોકરીમાં તમારા પ્રેજ્નટેન્સન પર ધ્યાન આપવું. ઓફિસનું વાતાવરણ તમને ટેન્સન આપી શકે છે. સીઝનલ બીમારીઓ તમને થઇ શકે છે.

સિંહ:

બેરોજગાર લોકો નોકરીની શોધ માટે દિશા બદલી શકે છે. આજે તમારી સાથે સુખદ ઘટના પણ થઈ શકે છે. કોઇ અંગત તમને સારી સલાહ આપે તો તેને માની લેવી. પરિવાર સાથે સારા સમયનો યોગ છે. જાત પર નિયંત્રણ અને સંયમ રાખવું. પોતાના કામ પર નિયંત્રણ અને ધીરજ રાખવી. કોઇ કામમાં અતિરેક ન કરવો. તેનાથી નુકસાન પણ થઈ શકે છે. પૈસા ઉધાર ન આપવા. કોઇ કામ ઉતાવળમાં ન કરવું. બેરોજગાર લોકો નવી દિશામાં રોજગાર માટે પ્રયત્ન કરે અને હિંમત રાખે. સફળતા મળી શકે છે. આખો દિવસ દોડ ભાગ અને કામના ભારણના કારણે થાક અનુભવાશે.

કન્યા:

કોઇ સાથે મનની વાત શેર કરવા ઇચ્છતા હોય તો કરી લો. તેનાથી તમને જ ફાયદો થશે. દિવસ બહુ સારી રીતે પસાર થશે. કોઇપણ પ્રકારની ખરીદીમાં સાવધાન રહેવું. આજે તમારી મુશ્કેલી વધી શકે છે. ખર્ચ વધી શકે છે. નોકરીધંધામાં અનિચ્છિત બદલાવ આવવાના યોગ છે. ભણવામાં મન ઓછું લાગશે. આજે કામનું ભારણ વધારે રહેશે. પેટના રોગ અને માનસિક તણાવ રહેશે. ખાવાપીવામાં સાવધાની રાખવી.

તુલા:

આત્મવિશ્વાસ રાખવો, પરંતુ વિનમ્રતાથી આગળ વધવું. મોટાભાગની સમસ્યાઓનું જલદી સમાધાન મળશે. કેટલાંક કામ સમયસર પૂરાં થઈ જશે. પૈસા બાબતે મિત્રોની સહાય મળી રહેશે. ફાયદાની તક મળી રહેશે. કેટલાંક કામમાં કેટલાક લોકોના વિરોધનો સામનો કરવો પડશે. મહત્વનાં કામમાં અડચણો આવી શકે છે. આજે કરિયર માટે કોઇ નવી તક મળી શકે છે, જેને જવા ન દેવી.  બિઝનેસમાં નવી યોજનાઓ આવી શકે છે. અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી. નાની નાની તકલીફોને હળવાશથી ન લેવી, જેનાથી મુશ્કેલીઓ વધી શકે છે.

વૃશ્ચિક:

નવા રોકાણમાં નસીબનો સાથ મળી રહેશે. ધન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમારી ક્ષમતાઓ પર તમારો વિશ્વાસ વધશે. મહત્વનાં કામ પૂરાં થવાના યોગ છે. નસીબનો સાથ મળશે અને સફળતા મળશે. કેટલાક લોકો તમારી ઇર્ષા કરી શકે છે. નોકરી અને બિઝનેસમાં ફાયદાની તક હાથમાંથી નીકળી શકે છે. વધારે કમાવાની લાલચમાં શેર-સટ્ટામાં પૈસા ન લગાવવા. નોકરી કે બિઝનેસમાં કોઇપણ પ્રકારનો શોર્ટકટ ન લેવો. અપૂરતી ઊંઘ અને થાકના કારણે આંખની સમસ્યા થઈ શકે છે.

ધન:

પ્રયત્ન કરતા રહેશો તો મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરું થશે. કેટલીક મહત્વની રસપ્રદ તક મળી શકે છે. બીજા લોકોની મુલાકાતથી નવી વાત સમજવાની તક મળશે. મિત્રો સહયોગથી વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. કેટલાંક કામમાં બદલાવ આવી શકે છે. ભવિષ્યમાં થનાર શક્યતાઓથી ટેન્શન થઈ સકે છે. અજાણી વ્યક્તિની વાતોમાં ન આવવું. ધન સંબંધિત કોઇ બાબતમાં જોખમ ન લેવું. પૈસાનું ધ્યાન રાખવું. બિઝનેસ કરતા લોકોના પૈસા અટવાઇ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મકર:

આજે કામ પર ઝીણવટતાથી ધ્યાન આપવું. કોઇ અનુભવીની સલાહથી મહત્વનું કામ પૂરું થઈ શકે છે. કોઇ કામ ગુપ્ત રીતે પૂરું કરવામાં સફળતા મળશે. આજે તમે વધારે જ ભાવુક બની શકો છો. સમય વધારે મહેનત કરવાનો છે. દરેક કામ સાવધાનીથી કરવું. કોઇને વણમાંગી સલાહ ન આપવી. નકામા ખર્ચ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાના યોગ છે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ અનુકૂળ છે. ભૂખ ન લાગવાથી અને અપૂરતી ઊંઘના કારણે અશક્તિ વર્તાય.

કુંભ:

કામની ઇચ્છા નહીં હોય તો પણ કામ કરશો. આજે કામ આત્મવિશ્વાસ સાથે કરશો. જેનો ફાયદો તમને આગામી દિવસોમાં થશે. મિત્રો દ્વારા કોઇ સારા સમાચાર મળી શકે છે. કોઇ સામાજીક કાર્યક્રમમાં જવાની તક મળી શકે છે. કોઇ ખાસ બાબતે તમારી વિચારસરણી બદલાઇ શકે છે. ભૂતકાળમાં કરેલ પ્લાનિંગથી ધનલાભ થઈ શકે છે. સમયનો બગાડ થશે. દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે. સાવધાન રહેવું. તમારું પ્લાનિંગ કોઇ સાથે શેર ન કરવું કેટલાંક કામની ઇચ્છા ન હોવા છતાં કરવાં પડે. નોકરીમાં દુશ્મનો સતાવી શકે છે. જૂના રોગ સતાવી શકે છે.

મીન:

ઘણી બાબતોનાં પરિણામ તમારા પક્ષે આવશે. આજે જે પણ કામ કરશો તેનો ભવિષ્યમાં ફાયદો મળી રહેશે. બીજાંની વાત સમજવાનો પ્રયત્ન કરવો. ઓળખીતા લોકો તમારી મદદ કરી સકે છે. સમસ્યાઓનું સમાધાન લાવવામાં સફળતા મળશે. કોર્ટ-કચેરીનાં કામમાં જીત થશે. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. અટકેલું ધન મળી જશે. કામનું ભારણ વધી શકે છે. કોઇ મહત્વનું કામ પૂરું કરવા માટે સમય ખૂટી શકે છે. કેટલાક નિર્ણયથી ફાયદો અને વિકાસ થઈ સકે છે. નવી નોકરી મળી શકે છે. તમને કોઇ એવી જવાબદારી અપાઇ શકે છે, જે તમારાથી પૂરી ન પણ થઈ શકે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મોસમી બીમારીઓ સતાવી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment