16 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

24

આજના બાળકની જન્મ રાશી રાતના ૮ કલાક ૩૭ મિનીટ સુધી મિથુન રાશી (નામાક્ષર: ક, છ, ઘ) ત્યારબાદ કર્ક રાશી (નામાક્ષર: ડ, હ)

મેષ

નોકરીયાત વર્ગને તેમના ઉપરી અધિકારીનું વર્તન તેમના પ્રત્યે સારું જોવા મળે. ધંધામાં આડખીલી રૂપ થતા દુશ્મનોનો પરાજય થાય.વિચારોની અસ્થિરતા તમને તમને મુન્જવ્નમાં મૂકી શકે. આજના દિવસે કોઈ મહત્વના નિર્ણયો ન લેવા તમારા લાભમાં રહે.

વૃષભ

ઋતુ પરિવર્તનની અસરથી સીઝનલ ધંધામાં આવકમાં વધારો થાય. જમીન મકાનની લે વેચમાં ખાસ ધ્યાન રાખવું. વડીલોના તેમજ પૂત્રના સાથ સહકારથી તમારા કાર્યક્ષેત્રમાં રાહત જોવા મળે. તમારા અકળ અને જક્કી વ્યવહારને કારણે તમે હાથમાં આવેલું તક ગુમાવશો તેવું બને.

મિથુન

કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા વડીલોનું તેમજ જાણકારોનું માર્ગદર્શન લેવું તમારા હિતમાં સાબિત થાય. જાહેર સંસ્થાકીય તેમજ સામાજિક કામકાજ અંગે બહારગામ જવાનું થાય. તમારા વાક્ચાતુરતાથી તમે બીજાના રોકાયેલા કામમાં મદદરૂપ થઇ શકશો.

કર્ક

કોઈ લેભાગુ કંપનીઓની ભ્રામક જાહેરાતોમાં ભોળવાઈ જઈ સમજ્યા વિચાર્યા વગર આંધળુકિયા કુદી ના પડવું, અન્યથા નુકશાન જવાની શક્યતા નકારી શકાય નહિ. કોઈ અણગમતી ઘટના બનાવથી માનસિક ચિંતા જોવા મળે.

સિંહ

કોઈ કારણોસર આજના દિવસે આર્થિક નાણાકીય મુશ્કેલી જણાય.કોઇપણ બાબતની વાત-ચિત્તમાં આવેશમાં આવી જઈ ઉગ્ર ન થવું. જીવનસાથી સાથે વધારે ઘનિષ્ઠતા જોવા મળે. વિચારોમાં આવેલ પરિવર્તનથી નુકશાનીના ચાન્સ વધુ જોવા મળે.

કન્યા

આપની મહેનત, ધગશ,અનુભવ અને કામ કરવાની ક્ષમતાથી તમારા કાર્યક્ષેત્રમાં વધારે પ્રગતી કરી શકો તેવું જોવા મળે.શરીરમાં થાક જણાય અને માનસિક બેચેનીનો અનુભવ થાય. કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવાની ભલામણ તમારા હિતમાં રહે.

તુલા

આજનો દિવસ તમારા માટે પ્રવૃતિમય જણાય. નિષ્ઠા પૂર્વક કરેલી મહેનતનું ફળ મળતું જણાય. તમારા રોકાયેલા કાર્યનો સરળતાથી ઉકેલ આવતો જોવા મળે. ભાગીદારીના ધંધામાં લાભ જોવા મળે. અપચો થવાનું કે પેટના કોઇપણ દર્દની ફરિયાદ જોવા મળે.

વૃશ્ચિક

વિચારની અને નિર્ણયની મુશ્કેલી ઉભી થવાથીઆજના દિવસે કોઈ ચોક્કસ નિર્ણય પર આવી ન શકો તેવું બની શકે. મગજ પરનો ગુસ્સો અને અનૈતિક સંબંધો તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આજના દિવસે તમને જુદા જુદા કોઇપણ લાભ મળવાની શક્યતા જણાય.

ધન

આજના દિવસે બેચેની, માનસિક પરિતાપ જોવા મળે. કામની ચિંતાનું ભારણ રહે.બેંક કે વીમા કંપનીને લગતા કામકાજમાં સાવચેતી રાખવી.આકસ્મિક કોઈ શુભ સમાચાર મળવાની શક્યતાને નકારી શકાય નહિ.

મકર

જુના મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત થાય. આકસ્મિકજાણ થતા શરીર સ્વાસ્થ્ય બાબતે ચિંતા જોવા મળે. કોઈ નવા કાર્ય કરવાનો તમારો પ્રયત્ન સફળ થતો જોવા મળે. ગુનાહિત પ્રવૃતિથી દુર રહેવું. પ્રતિસ્પર્ધી સાથે  કે દુશ્મનો સાથે ખોટા વાદ વિવાદમાં ન ઉતરવું.

કુંભ

શારીરિક તેમજ માનસિક બેચેની વ્યગ્રતા, પરિતાપ, ચિંતા રહેવાની શક્યતાને નકારી શકાય નહિ.આકસ્મિક કોઈ કારણોસર ખર્ચમાં વધારો થવાથી નાણાકીય મુશ્કેલી ઉભી થાયતેવું બની શકે. સીનીયર સિટીઝનો માટે આજનો દિવસ આનંદથી પસાર થાય.

મીન

ધંધાકીય કામ કાજ અંગે મિલન મુલાકાત ગોઠવાય. નવા ધંધાની શરૂઆત કરવામાં દોડધામ વધી જાય. કોઇપણ વાદ વિવાદથી દુર રહેવું તમારા હિતમાં રહે. તમારૂ વર્તન અને વાણીની મીઠાસથી બીજાના દિલને આસાનાથી જીતી શકો.નવા ધંધાની શરૂઆત કરવા માટે નક્કી કરેલી યોજનાઓને અમલમાં મુકો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment