16 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

34

આજના બાળકની જન્મ રાશી મિથુન (નામાક્ષર: ક, છ, ઘ)

મેષ

સામાન્ય રીતે તમારા માટે આજનો દિવસ ભરપૂર રચનાત્મકત, સકારાત્મક અને ઉત્સાહવાળો રહેશે. ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. તેમ છતાં તમારી પ્રતિષ્ઠાને કારણે તમને આર્થિક તંગી વર્તાય નહિ. ભાવનાત્મક ઉથલ પાથલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અચાનક યાત્રા કે પ્રવાસનું આયોજન થવાથી તમે નાણાકીય બાબતે માનસિક ચિંતા અને તણાવના શિકાર થઇ શકો છો.

વૃષભ

વાહન ચલાવતા સમયે ખાસ સાવચેતી રાખવી.વાહન અકસ્માતથી ખાસ સાવચેત રહેવું. ભૂતકાળમાં છૂટી ગયેલ મિત્ર કે કુટુંબપરિવારની વ્યક્તિ સાથે આકસ્મિક મિલનના યોગ છે. મૂડી રોકાણની કોઈ સારી યોજનામાં આર્થિક રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને સારી આવકનો લાભ થવાની શક્યતા નકારી શકાય નહિ. ખોટા ખર્ચા પર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી જણાય. દરેક કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું આપના હિતમાં જણાય. ભાવનાશીલ થઇ લાગણીના પ્રવાહમાં ન આવી જતા દરેક બાબતમાં બુદ્ધિનો ઉપયોગ કરવો.

મિથુન

નોકરીયાત વ્યક્તિઓએ ઓફિસમાં તેમના બોસના સકારણ આક્રોશનો સહર્ષ સ્વીકાર કરવાથી તમારા ફાયદામાં જણાય. ઘરમાં સૌનો સાથ સૌનો વિકાસ માફક એક બીજાના સાથ સહકારથી કામ કરવાનો પ્રયત્ન કરો. ઘણી બાબતો તમારી મહેનત પર આધારિત છે માટે તમારે અમુક નિર્ણય લેવા માટે તમારો સ્પષ્ટ વિચાર અને અભિપ્રાય જણાવવો ખાસ જરૂરી રહે. આજનો દિવસ બેચેની, હતાશા, ઉદ્વેગ કે ચિંતામાં પસાર થાય. ભાગ્યોદયની નવી તકો સામેથી આવતી જોવા મળે.

કર્ક

માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલતો દરેકથી થઇ શકે છે.પણ કોઈ બુદ્ધિલઠ્ઠાજ તેનું ફરીથી પુનરાવર્તન કરે છે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિની મુલાકાત થાય, જે ભવિષ્યમાં તમારાનીકટના સંબંધી થવાની શક્યતાને નકારી શકાય નહિ. તમારે તમારી જાત પર નિયંત્રણ કાબુ રાખવો. જો કાબુ નહિ રાખો તો નુકશાન થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે.

સિંહ

મિત્રો સાથે મોજ મસ્તીથી સમય પસાર કરવો. આજના દિવસે તમારે સમજી વિચારીને આગળ વધવું. કોઇપણ પ્રતિયોગિતામાં આજે ભાગ લો તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને તેમાં ચોક્કસ જીત અપાવશે. એક તરફી પ્રેમમાં આગળ ન વધવાની સલાહ, અન્યથા ઘર, પરિવાર સમાજની બદનામી જોવા મળે. તમારી મહેનત અને પ્રયત્ન તમને ચોક્કસ સકારાત્મક પરિણામ તરફ લઇ જાય.

કન્યા

ટૂંકાગાળાનું આર્થિક રોકાણ લાભદાયક ન જોવા મળે. કન્યા રાશિના જાતકને તેમનો ચોખ્ખો નફો અથવા જમીન મકાનના વેચાણથી તેમની આર્થિક સ્થિતિ સુધરવાના ચાન્સ જણાય. જયારે તમારો કોઈ વિરોધ કરતા હોય ત્યારે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો. તમારી રહેણી કરણીથી તમારા ઘર પરિવારના સભ્યો તમારાથી નારાજ જણાય. તમારી અંગત બાબતોને કોઈની સાથે શેર કરીને જાહેર ન કરો, કારણ કે નાનું અમથું ટપકું ક્યારે ભમ્મરિયો કુવો બને તે કહી શકાય નહિ.

તુલા

ભાઈઓ સાથે ભાગીદારીમાં ધંધો ન કરવાની સલાહ. છળ કપટ કે છૂપી ચાલાકીવાળી યોજનાઓ હોય તેમાં આર્થિક રોકાણ ન કરવું. તમારો પરિશ્રમ રંગ લાવશે જેથી સફળતા તમારા કદમો ચૂમતી આવશે. મિત્ર વર્તુળમાંથી તમને યોગ્યસાથ સહકાર મળી રહેવાની શક્યતા જણાય. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયા જેવું ન થાય તેનું ધ્યાન રાખવું અન્યથા અમૂહ મહત્વની યોજનાઓ અધવચ્ચે જ લટકી જશે.

વૃશ્ચિક

ઘર પરિવારના કામકાજમાં મુશ્કેલી ઉભી થઈ શકવાની શક્યતાને નકારી શકાય નહિ. તમે અંગત સમજદારીથી તમારા જીવનસાથીને લાગણી સભર ભાવનાત્મક સહારો આપી શકો છો. આકસ્મિક થયેલ કોઈ રોમાંટિક મુલાકાત તમારા માટે લાભદાઈ નીવડે તેવી શક્યતાને નકારી શકાય નહિ. ઘરમાં નાના મોટા ફેરફારથી ઘરની સજાવટમાં ચાર ચાંદ લાગી જશે. આર્થિક નાણાકીય બાબતોમાં સુધારો થતા નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે.

ધન

નાની ઈજા થવાની સંભાવનાને નઝર અંદાઝ ન કરવી. રોકાયેલું નાણાકીય વળતર અંતે તમને સખ્ત પરિશ્રમ બાદ મળવાની સંભાવના રહેલી છે. પ્રારબ્ધ અને પુરુસાર્થ બંનેમાં વિશ્વાસ રાખવો. જેથી ન તો તમારો ફક્ત આત્મ વિશ્વાસ વધશે પણ ડર, ઈર્ષા, નફરત જેવા નકારાત્મક વિચારમાં પણ ઘટાડો થશે. જે લોકો અભ્યાસલક્ષી કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓએ પરીક્ષાનો ભય કે ગભરામણના વિચાર દિલ દિમાગ પર ન લાવવા તેમના હિતમાં જણાય.

મકર

ઘર પરિવારમાં નાનો મોટો તણાવ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે. તમારી ખુશીઓને બીજા સાથે શેર કરો. અમુક બાબતોને નજર અંદાઝ ન કરો. મકર રાશિના જાતકને કોઈ અગત્યનો નિર્ણય લેવામાં દ્વિધાઉભી થઇ શકે છે. કામ કાજમાં મન, જીવ ઉચક રહે. કામમાં મન લાગે નહિ.તમારા સકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ અને સખ્ત પરિશ્રમને કારણે તમારાથી લોકો પ્રભાવિત થતા જોવા મળે.

કુંભ

ધંધાકીય પ્રવૃત્તિ કરતા કુંભરાશિના જાતકને ધંધાના ચોખ્ખા નફાથી તેમની આર્થિક સ્થિતિ મજબુત થવાના ચાન્સ છે. તમારી પાસે રહેલ ફાજલ જમા મુડીને વધુ વળતર મળે તેવા વિશ્વાસ પાત્ર ક્ષેત્રમાં રોકાણ કરો. આંખે જોયેલુ દ્રશ્ય પણ ખોટું સાબિત થઇ શકવાની શક્યતાને નકારી શકાય નહિ. નોકરિયાત વર્ગને બઢતીના અથવા પગારમાં વધારાના ચાન્સ છે. કોઈ અજાણી નવી વ્યક્તિ સાથે ઝડપથી મિત્રાચારી કરવાથી સાવચેત રહેવું. અન્યથા ભવિષ્યમાં છેતરાયાનો કે પસ્તાવાનો વારો આવી શકે છે.

મીન

તમારે એવા લોકોની સાથે સંબંધ વધારવો જોઈએ જે તમારી જેમ સ્પષ્ટ વક્તા હોય. ઘર પરિવારમાં નાનો મોટો તણાવ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે. સાંજ સુધીમાં અચાનક કોઈ સારા સમાચાર મળવાની અપેક્ષા રહે. લાગણીશીલ કે ભાવુકનથતા દિલને બદલે દિમાગથી નિર્ણય લેવા હિતાવહ. શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવા. પ્રયત્ન કે મહેનત કરવાથી નાસીપાસ ન થવું પ્રારબ્ધ અને પુરુસાર્થ તમને ચોક્ક્સ સાથ આપશે. ઘર પરિવારના લોકોની આરોગ્યને લગતી બાબતોની મુશ્કેલીઓથી તમને માનસિક પરેશાની જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment