16 દેશોમાં 3 દિવસ સુધી ખરાબ વિડીયો ચાલતા રહ્યા અને બધા જોતા પણ રહ્યા, ન સમજી શક્યા કોઈ કે ના રોકી શક્યા…

18

બાળકોના સૌથી ફેવરીટ કાર્ટુન નેટવર્ક વેબસાઈટ પણ હવે હૈકરોના નિશાના પર આવી ગયા છે. જો તમારું બાળક પણ કાર્ટૂન જોવાનું શોખીન છે તો આ ખબર તમારા માટે બહુ જરૂરી છે.

વાત એવી છે કે, કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ ઘણા દેશોમાં હૈક થઇ છે. બ્રાઝીલના રહેનારા બે હૈકર્સએ મળીને આ કાંડ કર્યું છે. મીડિયા રીપોર્ટ અનુસાર, કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ ૧૬ દેશોમાં હૈક કરવામાં આવી છે.

હૈકર્સઅએ કાર્ટૂન નેટવર્કના વિડીયોના બદલે અરેબિક મીમ્સ, બ્રાઝીલીયન હીપ હોપ સોંગ ત્યાં સુધી કે બ્રાઝીલીયન મેલ સ્ટ્રીપર્સ વિડીયોને પણ પ્રસારિત કરી દીધા છે. કાર્ટૂન નેટવર્ક પર એડલ્ટ વિડીયો જોઇને બાળકોના માતા પિતા પણ ગુસ્સામાં છે. તમને જણાવી દઈએ કે, યૂકે અને રૂસમાં કાર્ટૂન નેટવર્ક આખું અઠવાડિયું હૈક રહ્યું. ત્યાંના કાર્ટૂન નેટવર્કના રીજનએ એના પર કઈ પણ કહ્યું નથી.

રીપોર્ટ અનુસાર, બે હૈકર્સએ આફ્રિકા, અરબ, બ્રાઝીલ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, હંગરી, ઇટલી, મેક્સિકો, નીદરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, રૂસ અને તુર્કીમાં કાર્ટૂન નેટવર્કને હૈક કરી છે. એનો ખુલ્લાસો ગઈ ૨૫ એપ્રિલે થયો છે.

જો કે, પછી કાર્ટૂન નેટવર્કએ વેબસાઈટને બંધ કરી દીધી અને નવું વ્રજન અપલોડ કર્યું છે. જો કે ટ્વીટર પર લોકોએ સ્ક્રીનશોર્ટ શેર કર્યા છે અને જણાવ્યું છે કે કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ પર એડલ્ટ વિડીયો  દેખાય રહ્યા છે.

ટ્વીટમાં હૈકર્સએ દાવો કર્યો કે કાર્ટૂન નેટવર્કની બાકી વેબસાઈટનું એક્સેસ પણ છે, પરંતુ એમને માત્ર આ જ છેડછાડ કરી છે. કાર્ટૂન નેટવર્ક યૂકે અને કાર્ટૂન નેટવર્ક રૂસ સિવાય કોઈ વેબસાઈટના હૈક થવાના સમાચાર આવ્યા નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment