15 વર્ષના બાળકે રોજ 8 કલાક ઓનલાઈન ગેમ રમીને જીત્યા 7.5 કરોડ રૂપિયા…

27

15 વર્ષના જેડન એશમૈનએ ફર્સ્ટ કોર્ટનાઈટ વર્લ્ડકપમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને 7.7 કરોડ રૂપિયા જીતા. કોર્ટ નાઈટ એક ઓનલાઈન બૈટલ ગેમ છે. દુનિયાભરમાં તેને 25 કરોડથી વધારે લોકો રમે છે.

જેડને આ રમત ડચ સહયોગી ડેવે જોન્ગની સાથે રમતો હતો. બંનેને 2.25 મિલિયન ડોલર (15.50 કરોડથી વધારે) ની રાશી મળી જે ભાગમાં વહેચવામાં આવશે. જેડને જણાવ્યું કે, “મારી માં હંમેશા ગુસ્સો કરતી હતી. તેને લાગતું હતું કે, હું રૂમમાં બેસીને 8 – 8 કલાક ગેમ રમુ છું. હું પોતાનો સમય બરબાદ કરી રહ્યો છું. એક વાર માં એ મને ગુસ્સામાં એક્સબોલ માર્યો હતો.”

આ ઓનલાઈન ગેમ અંદાજે ત્રણ દિવસ સુધી ચાલી હતી. તેનું આયોજન ન્યુયોર્કના ટેનીસ સ્ટેડીયમમાં કરવામાં આવ્યું હતું. ફોર્ટનાઈટ વર્લ્ડકપના શરૂઆતી દિવસોમાં અંદાજે 4 કરોડ ગેમર્સે ભાગ લીધો હતો. તેમાં ૩૦ દેશોના 100 ગેમર્સ પસંદ કરવામાં આવ્યા. આ ગેમર 12 વર્ષથી 40 વર્ષની ઉમર સુધીના હતા.

ત્યાં, આટલી મોટી રાશી મળવા પર જેડનની માં ડેલમૈનએ જણાવ્યું કે, “મને ઘણી વાર તેના પર ગુસ્સે આવ્યો. તેનું ભણતર પ્રભાવિત થતું હતું. ઘણી વાર ફરિયાદ પણ મળી, પણ તેને સાબિત કરી દીધું કે તે સાચો હતો. તે એટલી મોટી કમાણી છે જે જિંદગીભર નોકરી કરીને પણ કમાઈ શકતા. હું તેની ઉપલબ્ધી પર ખુશ છું.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment