15 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

30

આજના બાળકની જન્મ રાશી સવારના ૯ કલાક ૩૨ મિનીટ સુધી વૃષભ રાશી (નામાક્ષર: બ, વ, ઉ) ત્યારબાદ મિથુન રાશી (નામાક્ષર: ક, છ, ઘ)

મેષ

આજના દિવસે મેષ રાશિના જાતકે કોઇપણ બાબતની ચેલેન્જ કે શરત ન લગાવવી તમારા હિતમાં સાબિત થશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતી જોવા મળે. આજનો દિવસ આનંદથી પસાર થાય. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃષભ

જમીન, મકાન કે વાહનના વેચાણમાં આર્થિક નાણાકીય લાભ જોવા મળે. સીઝનલ ધંધામાં આવકમાં વૃદ્ધિ જોવા મળે. તમારા કાર્ય ક્ષેત્રમાં કામની વ્યસ્તતા જણાય.

મિથુન

દિવસની શરૂઆતમાં મન બેચેની, વ્યાકુળતા, ઉદ્વેગ અનુભવે પણ જેમ જેમ દિવસ ચઢતો જાય તેમ તેમ ધીરે ધીરે રાહત થતી અનુભવાય. ધંધામાં મોસાળ કે સાસરિય પક્ષ તરફથી આર્થિક નાણાકીય મદદ મળી રહેતા ધંધામાં ખુબજ પ્રગતી જોવા મળે.

કર્ક

કોર્ટ કચેરીને લગતા કામમાં કે કાયદાકીય બાબતોમાં નિરાશા જણાય. કોઈ અગત્યના કે મહત્વના દસ્તાવેજો પર સહી સિક્કા થવાની બાબતને નકારી શકાય નહિ. આકસ્મિક આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવાનું શક્ય બને.

સિંહ

શરીરની બીમારી યથાવત રહે, તેમ છતાં સાવચેત રહેવું આપના હિતમાં સાબિત થાય. નોકરીયાત વર્ગને તેમના સ્થાનમાં બઢતી થવાની શક્યતા રહેલી જોવા મળે. કામની વ્યસ્તતા રહે.

કન્યા

આજના દિવસે કન્યા રાશિના જાતકોએ તુલસીને અને પીપળાને પાણી ચઢાવવું તેમના હિતમાં રહે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં લાભ અપાવે. કામની વ્યસ્તતા અને દોડધામમાં શરીર સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી આપના હિતમાં સાબિત થાય.

તુલા

જમીન મકાનમાં રોકાણ કરવું, લાભ અપાવે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. કોઈ ધાર્મિક સ્થળોની મુલાકાતનું આયોજન શક્ય બને. શુભ માંગલિક પ્રસંગમાં શરીફ થવાનું શક્ય બને.

વૃશ્ચિક

રસ્તે આવતા જતા વાહન અકસ્માતથી અને પશુઓથી ખાસ સાવચેતી રાખવી. નાણાકીય વ્યવહાર કરવામાં ખાસ ધ્યાન રાખવું. માનસિક ચિંતા, બેચેની, વ્યગ્રતા, ઉદ્વેગ, ગભરામણ વગેરેને લીધે તમારા કાર્યક્ષેત્રમાં ચિત્ત લાગે નહિ.

ધન

શરીર સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. પેટને લગતી તકલીફ કે મુશ્કેલી જોવા મળે. જુના ભૂલાયેલા મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત થવાની શક્યતા.

મકર

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ મહત્વના પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને. ધંધામાં કે નોકરીમાં બદલાવ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે.

કુંભ

અટવાયેલા કામો પૂરા થવાની શક્યતા રહેલી છે. સીઝનલ ધંધામાં આવકમાં વધારો જોવા મળે. શેર સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી આપના હિતમાં રહે. કમરના દુ:ખાવામાં રાહત થતી જોવા મળે.

મીન

ઘર પરિવારની ચિંતામાં અને તમારા કાર્યક્ષેત્રના કામમાં માનસિક ખેંચતાણ જોવા મળે. દિવસ વ્યગ્રતામાં પસાર થાય. ધારેલા શુભ મનોવાંછિત કાર્યો પૂરા થતા જોવા મળે. ધંધામાં પ્રગતીના ચાન્સ રહેલા જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment