14 વર્ષ પહેલા સળગીને મરી ચુકી હતી મહિલા, પછી જે થયું સાંભળીને દિલ દ્રવી ઉઠશે તમારું, જાણો સંપૂર્ણ રહસ્ય…

81

આપણે બધા જાણીએ છીએ કે મરેલા લોકો ફરી આવતા નથી. એવું બસ ફિલ્મોમાં થાય છે કે મરેલા લોકો ફરી આવી જાય છે. પરંતુ ગુજરાતમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમાર પગ નીચેથી જમીન ખસકી જશે. કેમકે ૧૪ વર્ષ પહેલા જે મહિલાનું મૃત્યુ થઇ ગયું હતું તે જીવિત મળી છે અને હવે તેણી પોલીસની ગિરફતમાં છે. આ ઘટનાથી ગુજરાતના પાટણ શહેરના બગલા ગામની પોલીસની ઊંઘ ખરાબ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે પકડાયેલી મહિલા હત્યાના મામલામાં સંદિગ્ધ છે.

હકીકતમાં, પ્રકાશ અમૃતભાઈ પાંચાલના લગ્ન ૧૭ વર્ષ પહેલા ભીખિબેન સાથે થયા હતા. જો કે, થોડા સમય પછી ભીખિબેનએ બીજા માણસ એટલે કે વિજુભા રાઠૌડ નામના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને પ્રકાશથી અલગ થઇ ગયા. બધા એક જ ગામમાં રહેતા હતા. ભીખિબેન પહેલાથી જ પ્રકાશ અમૃતભાઈ પાંચાલ સાથે લગ્ન કરી ચુક્યા હતા આ કારણ વિજુભા મહિલા સાથે લગ્ન કરી શકતા નહતા. ભીખિબેનને પહેલેથી જ એક દીકરો હતો. આ કારણે પોતાના પ્રેમને છુપાવી રાખવા માટે વિભુભા અને ભીખિબેનએ એક ખતરનાક પ્લાન તૈયાર કર્યો.

મીડિયા રીપોર્ટસ અનુસાર વર્ષ ૨૦૦૫માં ૬ ફેબ્રુઆરીના દિવસે ભીખિબેન અને પ્રકાશ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઇ. બોલાચાલી પછી ભીખિબેન પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા, પરંતુ ભીખિબેન રાતના સમયે પોતાના રૂમમાં ન મળ્યા. પરિવારના લોકોએ ઘણી શોધ કરી પરંતુ તે મળ્યા નહિ. આ દરમ્યાન ઘરની પાછળ એક મહિલાની લાશ મળી પરંતુ પરિવારના લોકો  શવને ઓળખવામાં અસફળ રહ્યા. જો કે, મૃત મહિલાના શવ પર ભીખિબેનના કપડા હતા. એનાથી પરિવારના સભ્યોને લાગ્યો કે ભીખિબેનએ ખુદને આગના હવાલે કરી આત્મહત્યા કરી લીધી.

પોલીસે આત્મહત્યાનો મામલો નોંધી લીધો. પરંતુ ૧૪ વર્ષ પછી ભીખિબેન જીવતા મળ્યા. પ્રકાશ અમૃતભાઈ પાંચાલના મીટર કઈક કામ માટે ગુજરાતના મહેસાણા ગયા હતા. જ્યાં એમણે ૧૪ વર્ષ પછી ભીખિબેનને જોયા. જયારે મિત્રએ ભીખિબેન વિશે વધારે તપાસ કરી તો ખબર પડી કે એ વિજુભા સાથે લગ્ન કરી લીધા છે. પોતાની ઓળખને છુપાવવા માટે ભીખિબેન મહેસાણામાં રહેતી હતી. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી.

પુછપરછમાં ભીખિબેનએ જણાવ્યું કે એણે અને વિજુભા તેમજ તેના મિત્રોએ મળીને ભાગી જવાની તૈયારી કરી. ભીખિબેનએ પોલીસને જણાવ્યું કે એણે, વિજુભા અને એના મિત્રોએ માનસિક રૂપથી વિક્ષિપ્ત મહિલાનું અપહરણ કર્યું અને એની હત્યા કરી નાખી. એ દરમ્યાન મૃત મહિલા પર ભીખિબેનના કપડા નાખી દીધા અને એના ચહેરાને આગ લગાવી દીધી હતી જેથી એને ઓળખી ન શકે. પોલીસએ મામલામાં ભીખિબેન અને વિજુભા સાથે અમુક લોકોએ ગિરફ્તાર કર્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment