14 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

29

આજના બાળકની જન્મ રાશી બપોરના ૨ કલાક ૩૦ મિનીટ સુધી સિંહ (નામાક્ષર: મ, ટ) ત્યારબાદ કન્યા રાશી (નામાંક્ષર: પ, ઠ, ણ)

મેષ

ઘર પરિવારમાં નાની નાની બાબતોમાં કજિયા કંકાસ જોવા મળે. આજનો દિવસ બેંક અથવા હોસ્પીટલના કામકાજમાં પસાર થાય તેવું બની શકે. સીઝનલ ધંધામાં આવકમાં વધારો થાય.

વૃષભ

વારસાઈ મિલકતના અટકેલા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. ઋતુઓના ફેરફારની અસર આરોગ્ય પર થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તમારા હિતમાં રહે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી શક્ય બને. આજનો દિવસ નકારાત્મક વિચારોમાં પસાર થાય તેવું બની શકે.

કર્ક

ધાર્મિક પ્રવૃત્તિમાં રસ અને રૂચિમાં વધારો જોવા મળે. રોજગારીની નવી તકો ખુલતી જોવા મળે. ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. આકસ્મિક બીમારી પાછળ ફિજુલ ખર્ચ કરવાનું તમારા ભાગે આવી શકે છે.

સિંહ

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. લગ્ન જીવનમાં ઉભી થયેલી મુશ્કેલીઓ ધીરે ધીરે દુર થતી જણાય. આજના દિવસે શારીરિક ઈજા થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કન્યા

કોઈ ખરાબ માનસિક વિચારો તમારા મગજને ઘેરી વળે તેવું બની શકે. શેર સટ્ટાકીય બાબતોની લે વેચમાં ખાસ કાળજી રાખવી તમારા હિતમાં સાબિત થાય.લાંબા ગાળાનું રોકાણ લાભ અપાવે.

તુલા

તમારા મનમાં રહેલી શુભ મનોકામના કે મનની ધારણા ફળીભૂત થતી જોવા મળે. આર્થિક નાણાભીડ કે તંગી હળવી થવાની શક્યતાને નકારી શકાય નહિ.ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે.

વૃશ્ચિક

કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. કોર્ટ કચેરીને લગતા કે કાયદાકીય બાબતોમાં વિલંબ થતો જોવા મળે તેવું બની શકે. ભાઈઓ સાથે અણબનાવ રહે.ધંધાકીયક્ષેત્રમાં સમજી વિચાતીને આગળ વધવું હિતાવહ.

ધન

શરીર સ્વાસ્થ્ય બાબતે શરીરના સાંધાઓની તકલીફ યથાવત રહે સુધારો જોવા મળે નહિ. મિત્ર વર્ગ સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. તમારા કાર્યની પ્રશંશા અને કદર થાય.

મકર

લાંબી મુસાફરીના યોગ જણાય પણ મુસાફરીમાં હેરાનગતિ જોવા મળે. પુત્ર પૌત્રાદિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. આર્થિક મુશ્કેલીઓ દુર થઇ શકે છે. લગ્ન જીવન સફળ રહે.

કુંભ

સીનીયર સીટીઝનોએ આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી રહે. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહે. વાહન ચલાવતી અખતે ખાસ સાવચેતી રાખવી હિતાવહ.

મીન

આજના દિવસે શારીરિક શ્રમ વધુ પડતો જોવા મળે અલબત કરેલી મહેનતનું ફળ ચોક્કસ મળે તેવી સંભાવના. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય. તમારી કાર્યશૈલીની અન્ય લોકો નોધ લેતા થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment