14 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

22

આજના બાળકની જન્મ રાશી વૃષભ ( નામાંક્ષર: બ, વ, ઉ)

મેષ

રાજકીયક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. આજે દિવસ પસાર થતો જાય તેમ તમારા કાર્યમાં ચિંતા કે મુશ્કેલીમાં રાહત થતી જોવા મળે. આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા નકારી શકાય નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

વૃષભ

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના. માનસિક ઉદ્વેગ રહેવા છતાં તમે તમારા કામમાં વ્યસ્ત રહો. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનો ખ્યાલ રાખવો.

મિથુન

કામમાં શ્રમ થાક લાગે કંટાળો આવે કામમાં ચિત્ત લાગે નહિ.કોઈ અગત્યના કે મહત્વના નિર્ણય લેતા પહેલા અનેકવાર વાચી, વિચારી કે સમજી લેવું. નોકરીયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કામમાં બીજાનો સાથ સહકાર મળી રહે.

કર્ક

આર્થિક નાણાકીય મુશ્કેલી ઓછી થવાની શક્યતા રહેલી છે. કોર્ટ કચેરી કે કાયદાકીય કામકાજમાં દિવસ પસાર થાય. બિનજરૂરીયાત ખર્ચાઓને લીધે આકસ્મિક નાણા ભીડ કે તંગી વર્તાય. પુત્ર પૌત્રાદિકના કામની ચિંતા હળવી થતી જોવા મળે.

સિંહ

લગ્ન જીવન સુખમય બની રહે. વેપાર અર્થે કરેલ પ્રવાસનું ફળ સમય વીત્યે લાભ અપાવે. પ્રવાસમાં કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાતથી તમારા ધંધાની આવકમાં વધારો કરે તેવું બની શકે. શરીર સ્વાસ્થ્યમાં કોઈ નાના મોટા ફેરફાર જણાય નહિ.

કન્યા

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારી  ચિંતા કે મુશ્કેલીમાં સતત ઘટાડો થતો જોવા મળે. ભાઈઓ કે સગા સંબંધી સાથેના સયુંકત ભાગીદારીના ધંધામાં વાદ, વિવાદ, વિખવાદ, મતભેદકે મનભેદમાં શાંતિથી નિરાકરણ લાવવું. આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા રહેલી જણાય છે.

તુલા

આવકના સ્ત્રોતમાં આકસ્મિકવધારો થઇ શકે છે.કોઇપણ કામકાજમાં જરા પણ ઉતાવળ કરવી નહિ કે ગાફેલ રહેવી નહિ. આજના દિવસે પત્ની, પુત્ર પૌત્રાદિક  કે ઘર પરિવાર માટે ફરજીયાત સમય આપવાનું થાય.

વૃશ્ચિક

કોર્ટ કચેરીના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જમીન મકાનની લે વેચમાં આર્થિક નુકશાન જવાની શક્યતા રહેલી છે જેથી ખાસ સાવચેત રહેવું. ઘાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.

ધન

ભાગ્યોદયની તક સામેથી આવતી જણાય છે. નોકરિયાત વર્ગને પદમાં બઢતી, બદલીકે પરિવર્તન થવાના સંજોગો ઉજળા દેખાય છે. આજના દિવસે તમારા હાથે કોઈ ધાર્મિક માંગલિક કાર્ય થવાની શક્યતા જણાય. વાહન વેચાણમાં આર્થિક નુકશાન આવવાની શક્યતાને નકારી શકાય નહિ.

મકર

અટવાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહી. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની સંભાવના નકારી શકાય નહિ. પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

કુંભ

નોકરી કે ધંધાનું કામ કરતા કરતા શરીરમાં થાક લાગે. મન અસ્વસ્થ રહે. પુત્ર પૌત્રાદિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં આજનો દિવસ આનંદથી પસાર થાય.આજના દિવસે નોકરી કે ધંધાના કામકાજમાં ચિંતા કે મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહેલી છે.

મીન

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ હળવાસ અને રાહતનો અનુભવ જોવા મળે. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કામ થાય. વણ નોતર્યા કે અણધાર્યા અતિથી દ્વારા તમારા કામમાં રુકાવટ લાવવાની શક્યતા જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment