13 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરીને લખ્યો લવ લેટર, જેને લઈને બાખડી પડ્યા બન્નેના પરિવારો…

21

૧૩ વર્ષના કિશોર દ્વારા ૧૦ વર્ષની છોકરીને ‘આઈ લવ યૂ’ કહેવાના મામલામાં એટલો વધી ગયો કે બંનેના ઘરના લોકો સામે સામે ઝગડી પડ્યા. જોતાજ જોતા ઝગડો હિંસાનું રૂપ લઇ લીધું જેમાં બંને પક્ષોના ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ ગોલિડા આનંદપુરની છે. છોકરા અને છોકરીના પરિવારો એક બીજા પર હુમલાના આરોપ લગાવ્યા છે.

જાણકારી અનુસાર, આરોપ છે કે કિશોર ઘણી વખત છોકરી સાથે છેડછાડ કરતો હતો અને એને આઈ લવ યૂ કહેતો હતો. તે એની સ્કુલ બેગમાં લવ લેટર્સ પણ રાખી દેતો હતો. ગુરુવારે થયેલ આ ઘટનામાં ઘાયલ બધા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા છે.

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું, ‘છોકરીએ કિશોરની હરકતો વિશે પોતાના ઘરના લોકોને ફરિયાદ કરી. એના પછી છોકરીના પરિવારોને કિશોરના ઘરના લોકો સાથે આ મુદ્દા પર વાત કરી. વાતચીત દરમ્યાન છોકરાના પરિવારના લોકો ગુસ્સે થઇ ગયા અને છોકરી બાજુથી આવેલ લોકો પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ છોકરી પક્ષના લોકોની આંખોમાં ચટણી નાખી દીધી, પછી એમના પર બેટ, લોખંડના સળિયા અને કુહાડીથી હુમલો કરી દીધો જેથી ૬ લોકો ઘાયલ થઇ ગયા.

‘અમારા છોકરાએ નથી લખ્યો લવ લેટર’

બીજી બાજુ છોકરાના પરિવારજનો પણ છોકરી પક્ષ પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. એમનું કહેવું છે કે છોકરીના પરિવારના લોકોએ એમના પર બેટ, લોખંડના સળિયા અને કુહાડીથી હુમલો કર્યો જેથી ૪ લોકો ઘાયલ થઇ ગયા. છોકરાના પરિવારના લોકોએ એ પણ આરોપ છે કે એમને બદનામ કરવા માટે છોકરીના ઘરના લોકોએ લવ લેટર લખવાની ખોટી કહાની તૈયાર કરી છે. એમના છોકરાએ કોઈ લવ લેટર લખ્યો નહતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment