13 નંબરને દુનિયા શા માટે અશુભ માને છે, આ 13 રોચક હકીકત ખોલી દેશે અશુભ અંકની સચ્ચાઈ…

37

તમે બાળપણથી આ વાત સાંભળતા આવ્યા છો કે અંકોમાં 13 નંબરને અશુભ અથવા મનહુસ માનવામાં આવે છે. પણ શું તમે તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ? જો તમને સાચે જ 13 નંબરનું રહસ્ય ખબર નથી તો તેને જરૂર જાણવું જોઈએ . હકીકતમાં, 13 નંબરને દુનિયાભરમાં મનહુસ સંખ્યાની નજરથી જોવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો આ અંકને ઉપયોગ કરવાથી પણ કંપી ઉઠે છે. અહિયાં સુધી કે લોકો આ અંક્ને પોતાની જબાન પર પણ ઓછું બોલે છે. હવે તમે વિચારી રહ્યા છો કે ફક્ત એક ડીજીટ તો છે, પછી તેને બોલવામાં પણ આટલી પરેશાની શા માટે …?

સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં તમને સારો એવો દર જોવા મળશે. ત્યાના લોકોની વચ્ચે 13 નંબરનો જેવો ભય અને માહોલ નજર આવશે તમને કદાચ ક્યાક નજર આવશે પણ હવે તમે જો તેના ડરનું કારણ જાણી લેશો તો કદાચ તમે પણ 13 નંબરથી અવગણવા લાગશો. અમારો ઉદેશ્ય તમને ડરાવવાનો નહિ પણ પણ 13 નંબરથી જોડાયેલારહસ્યમયી ફેક્ટરથી તમને રૂબરૂ કરાવવાનો છે. આ કારણે દુનિયામાં એવો માહોલ થઇ ગયો કે લોકોએ આ અંકથી પણ દુરી બનાવવાનું શરુ કરી દીધું છે. આ ફેક્ટર ખરેખર તમને વિચારવા મજબુર કરી શકે છે.

થર્ટીન ડીજીટ ફોબિયા

કેટલાક રીપોટના મતલબે 13 તારીખને એટલા માટે અશુભ માનવામાં આવે છે કારણ કે એકવાર યીશુ મસીહની સાથે એવા વ્યક્તિએ વિશ્વાત ઘાત કર્યો હતો જે તેની જ સાથે રાત્રી ભોજન કરતો હતો. તે શખ્સ 13 નંબરની ખુરશીમાં બેઠો હતો. બસ ત્યારે લોકોએ આ અંકને દુર્ભાગ્ય પૂર્વક ગણી લીધો અને ત્યાર બાદ આ નંબરથી દુર ભાગવા લાગ્યા. મનોવિજ્ઞાને 13 અંકના આ આકડાને આ ડરનું ટ્રીસ્કાઈડેકાફોબિયા અથવા થર્ટીન ડીજીટ ફોબિયા બતાવે છે. ડર એ હદ સુધી વધી ગયો કે આના કારણે લોકોએ 13 નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું.

વિદેશમાં 13 નંબરનો ડર

જો તમે ફોરેન ટ્રીપ પર ગયા હોય તો તમને કોઈ હોટેલમાં રોકાવ તે સમયે 13 નંબરનો રૂમ અથવા કોઈ ઈમારતમાં 13 મો અંક નજર ના આવે તો સમજી જાઓ હોટેલના માલિક 13 નંબરને અશુભ માંને છે. તમને ઘણા બધા એવા લોકો દેખાઈ શકે છે જે કોઈમ હોટેલમાં 13 નંબરનો રૂમને લેવામાં બીલકુલ પસંદ નથી કરતો. તેના સિવાય કોઈ બાર અથવા રેસ્ટોરેન્ટમાં 13 નંબરની ખાવાની ટેબલ નહિ જોવા મળે. હવે વાત કરીએ ફ્રાન્સની તો અહીયાના લોકોનું માનવું છે કે ખાવાના મેજ પર 13 ખુરશીઓ હોય તે સારું નથી.

ભારતમાં 13 નંબરની અસર

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે 13 નંબરનો આ ડર ફક્ત પશ્ચિમી દેશોમાં જ નહિ પણ ભારતમાં પણ સવાર છે. અહિયાં પણ લોકો આ અંકને અશુભ માને છે તમને આ વાત કદાચ જ ખબર હશે. તમને આ વાત કદાચ જ ખબર હશે કે સપનો નું શહેર કહેવા વાળુ ચંડીગઢ દેશનું સૌથી વધારે સુનિયોજિત શહેર માનવામાં આવે છે. આ પંડિત જવાહર લાલ નહેરુના સપનાનું શહેર હતું. પણ તમે એ નહિ જાણતા હશો કે આ સુનિયોજિત શહેરમાં સેક્ટર 13 નથી. હકીકતમાં, આ શહેરનો નકશો બનાવવાળા આર્કીટેક્ચરે 13 નંબરને સેક્ટર જ નથી બનાવ્યું. તે 13 નંબરને અશુભ માને છે. આ આર્કિટેક્ચર ને શહેરની ડીઝાઇન કરવા માટે વિદેશથી બોલાવવામાં આવ્યો હતો.

અટલ બિહારી વાજપેય પર રહી 13 નંબરની અસર

અટલ બિહારી વાજપેયીના જીવનમાં પણ 13 નો મોટો સબંધ રહ્યો છે. જો તમને યાદ હોય તો તેના પ્રધાનમંત્રીત્વ કાળમાં તેની સરકાર 13 દિવસ સુધી જ સ્થિર રહી શકી. ત્યાર બાદ ફરીથી વાજપેયીની સામે બીજીવાર શપથ ગ્રહણનો અવસર આવ્યો તો તેને 13 તારીખ પસંદ કરી. ત્યાર બાદ તેની સરકાર 13 મહિના સુધુ જ ચાલી. ફરીથી વાજપેયીએ 13માં પ્રધાનમંત્રીના રૂપમાં, 13 દળોના સહયોગથી 13 તારીખે જ શપથ લીધા, પણ ફરીથી 13 નંબરને હારનો સામનો કરવો પડયો. કેટલાક લોકો સંભવિત સંયોગ નથી માનતા. ઇટલીના ઓપેરા હાઉસમાં 13 નંબરના ઉપયોગથી બચવામાં આવે છે.

ઘર લેતી વખતે 13 નંબરની ચિંતા

વિદેશોમાં શુક્રવારની 13 તારીખે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. અને અહિયાં હોસ્ટેલ અથવા ઘર લેતા સમયે 13 નંબર લેવાથી ખરાબ રીતે અચકાય છે. તેના મનમાં એ વાતનો દર બેસી રહે છે કે કઈક અશુભ ન થઇ જાય. એટલા માટે કેટલીક વાર ઘણી સારી પ્રોપર્ટીનો સોદો છોડવા માટે તૈયાર થઇ જાય. હવે તમે આ ડરને સમજી શકો છો.

વિધ્દ્વાનોનો મત

13 નંબર ન્યુમરોલોજી ના હિસાબે શુભ સમજવામાં નથી આવતો. તેના કારણે 12 નંબરને માનવામાં આવે છે. હકીકતમાં, ન્યુમરોલોજી માં 12 નંબરને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે અને આમાં એક નંબર ઉમેરવા એટલે કે ખરાબ ભાગ્યના પ્રતિક માની શકાય છે. એટલા માટે 13 નંબરને અશુભ સમજવામાં આવે છે. પ્રાચીન સભ્યાતાઓમાં 12 અંકની સાથે ગણીત્ય વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે.

કેલેન્ડર પણ બન્યું 12 ના હિસાબથી

જેમ આપના કેલેન્ડરમાં 12 મહિના અને દિવસ 12 12 કલાકોના સમયમાં વહેચવામાં આવ્યો છે. પરફેટ અંકનો નજીકનો પડોશી હોવા છતા 1૩ એક અવિભાજ્ય અને અપરિમેય સંખ્યા (જેને બે સંખ્યાઓમાં પ્રમાણમાં વહેચવામાં આવ્યું). એટલા માટે એવું કહેવામાં આવે છે કે ઓછુ ઉપયોગી થવાને કારણે ધીરે ધીરે આને અશુભ માનવામાં આવે છે.

13 ના અંકથી રમવાનું શરુ કરો

એક સાચું એવું છે કે તમે 13 ના અંકની સાથે રમવાનું શરુ કરો અને કઇક દ્રઢ નિશ્ચય લક્ષ્ય રાખીને, અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કરો, તમારી જીત સુનિશ્ચિત છે. એટલા માટે ઘણા લોકોનું માનવું છે કે આ વાક્ય મિથ્યા છે અને કઈ આમાં દમ નથી. 13 નંબરને અશુભ થવાને લઈને ઘણા લોકોનું કહેવું છે કે આ ફક્ત અંધવિશ્વાસ છે કારણકે આનું કોઈ પણ વૈજ્ઞાનક પ્રમાણ નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment